મિત્રો આ સમય હવે પૂરી રીતે ડિજિટલ થઈ રહ્યો છે અને આ કારણે આપણે પહેલા આપણાં દસ્તાવેજ પર અંગૂઠા વડે સહી કરતાં હતા અને પછી પેન વડે અને હવે આપણે ડિજિટલ પણ સહી કરતાં હોઈએ છીએ
ડિજિટલ ડોકયુમેંટમાં આપણે પોતાની ડિજિટલ સહી બનાવવી પડે છે અને આજે આ પોસ્ટમાં તમને સરળ રીત જાણવા મળશે જેના દ્વારા તમે ખાલી તમારું નામ લખશો તો તમારી ડિજિટલ સહી બની જશે.
તમે તમારા મોબાઇલની સ્ક્રીન પર આંગળીથી લખીને પણ સહી બનાવી શકો છો પણ માત્ર તમારું નામ ટાઈપ કરીને પોતાની સહી બનાવવી એ સરળ રીત છે.
મોબાઇલમાં પોતાની ડિજિટલ સહી બનાવવાની રીત
- સૌપ્રથમ તમારે ગૂગલ પ્લેસ્ટોર પરથી એક “Signature Creator” નામની એપને ઇન્સ્ટોલ કરવાની છે. આવી એપ તમને આઇફોનના એપસ્ટોરમાં પણ જોવા મળશે.
- પોતાના ફોનમાં આ એપ ખોલ્યા બાદ તમારે Auto Mode પર ક્લિક કરવાનું છે.
- હવે ઉપર ટેક્સ્ટ બોક્સમાં તમારે નામ લખવાનું છે જેની તમારે સહી બનાવવાની છે. (એટલે જે નામની સહી બનાવવાની એ નામ લખો.)
- તમે નીચેથી અલગ – અલગ ફૉન્ટ સ્ટાઈલ બદલી શકો છો, ઉપર સેટિંગનું બટન દેખાશે જેમાં તમે બૅકગ્રાઉન્ડ કલર અને સહીનો કલર બદલી શકો છો.
- તમારા ફૉન્ટ અને બૅકગ્રાઉન્ડ વગેરેને સેટ કર્યા બાદ આ સહીને ઉપરથી Save કરો.
- હવે એપને બંધ કરીને ફરી ખોલો અને હવે “View All Signatures” પર ક્લિક કરો.
- તમે જેટલી સહી બનાવીને અહી એપમાં સેવ કરી હશે એ તમને અહી દેખાશે તો તમારી ઉપયોગી સહી પર ક્લિક કરો.
- ઉપર આપેલા બટન દ્વારા તમે આ સહીને PNG અને PDF ફોર્મેટમાં તમારા મોબાઇલમાં લઈ શકો છો.
- તો PNG કે PDF માં તમે સેવ કરો.
આવી રીતે તમારી ડિજિટલ સહી તમારા મોબાઇલમાં બની જશે, તમે આ સહીને પોતાના ડિજિટલ ડોકયુમેંટ અને જીમેલ વગેરેમાં ઉપયોગ કરી શકો છો. તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: