આજના સમયમાં મોબાઇલ ફોન આપડી એક જરૂરિયાત બની ગઈ છે કારણ કે કોઈ પણ કામ હવે ઓનલાઇન થવા માંડ્યા છે જેમ કે પૈસાની લેવડ-દેવડ, મિટિંગ કરવી, ઓનલાઇન ભણવું, વર્ક ફ્રોમ હોમ કરવું જેવા વગેરે કામો માટે મોબાઇલ ફોનનો ઉપયોગ ખાસ થાય છે.
આટલા બધા કામો કરવા માટે મોબાઇલમાં બેટરી પણ દમદાર હોવી જોઈએ અને જે ફોનમાં સારી બેટરી હોય છે તેમાં રિવર્સ ચાર્જિંગનો પણ સપોર્ટ આપવામાં આવે છે. તેને કારણે આપણે આ પોસ્ટમાં જાણીશું કે મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું હોય છે? તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તેવી માહિતી તમને જાણવા મળશે.
મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું છે? – What is Reverse Charging in Gujarati?
મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું છે તેને સમજવું એકદમ સરળ છે.
જ્યારે આપણે એવી જગ્યાએ જઈએ ત્યાં આપણને મોબાઇલમાં ચાર્જિંગ કરવાની સુવિધા નથી મળતી તો આપણે એક પાવરબેન્ક પોતાની સાથે રાખીએ છીએ જેથી જો આપણાં મોબાઇલમાં ચાર્જિંગ ઓછું હોય તો આપણે પાવરબેન્કમાં USB કેબલ કનેક્ટ કરીને ચાર્જિંગ કરી શકીએ છે.
આવી રીતે સ્માર્ટફોનમાં પણ આ જ સિસ્ટમ છે. આપણે જેમ પાવરબેન્કમાંથી મોબાઇલમાં ચાર્જિંગ કરીએ તેવી જ રીતે આપણે એક મોબાઇલમાથી બીજા મોબાઇલમાં ચાર્જિંગ કરી શકીએ છે તેને જ રિવર્સ ચાર્જિંગ કહેવાય છે.
જો આપણી પાસે 2 મોબાઇલ છે અને તેમાથી કોઈ 1 મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગનો સપોર્ટ ઉપલબ્ધ હોય તો તમે પોતાના પહેલા મોબાઇલને પાવરબેન્કની જેમ ઉપયોગ કરીને તેમાથી બીજા મોબાઇલમાં ચાર્જિંગ કરી શકો છો.
તમારે જે ફોનમાથી બીજા ફોનમાં ચાર્જ કરવું છે તો તે ફોનમાં બેટરી ફૂલ રાખવી કારણ કે તમે જેમ એક મોબાઇલમાથી બીજા મોબાઇલમાં ચાર્જિંગ કરશો તેમ પહેલા મોબાઇલમાં ચાર્જિંગ ઘટવા માંડશે અને તેમાં અમુક પાવર Loss પણ થઈ શકે છે.
તેનો અર્થ કે જો તમારા પહેલા મોબાઇલમાં 80% ચાર્જિંગ છે અને બીજા ફોનમાં 20% ચાર્જિંગ છે તો જેમ તમે પહેલા મોબાઇલમાથી બીજા મોબાઇલમાં ચાર્જિંગ કરશો તો તેમાં ફિક્સ ચાર્જિંગનો આકડો નહીં આવે, પહેલામાં 80% થી 60% ચાર્જિંગ ઘટી ગયું અને બીજા ફોનમાં 35% જ ચાર્જિંગ થયું તો તેમાં 5% ટકાનું ચાર્જિંગ લોસ પણ થઈ શકે છે.
આ તો ખાલી ઉદાહરણ લીધું છે બાકી આટલું બધુ ચાર્જિંગ લોસ થતું નથી પણ અમુક સંજોગો અને કારણોને લીધે મુશ્કેલી થતી હોય છે.
મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગનો ઉપયોગ કરીને એક ફોનમાથી બીજા ફોનમાં ચાર્જિંગ કેવી રીતે કરવું?
મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગનો ઉપયોગ કરવા માટે જરૂરી વસ્તુઓ
- Micro USB OTG કેબલ
- કોઈ 1 ફોનમાં રિવર્સ ચાર્જિંગનું ઓપ્શન હોવું જોઈએ.
- ફોનમાં OTG કનેક્શન પણ ચાલુ હોવું જોઈએ.
- USB કેબલ પણ જરૂરી છે.
- પહેલા ફોનમાં ચાર્જિંગ હોવું જોઈએ.
મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગનો ઉપયોગ કરવાની રીત
- પહેલા ફોનના પોર્ટમાં Micro USB OTG કેબલ કનેક્ટ કરો.
- હવે બીજા ફોનના પોર્ટમાં ખાલી USB કેબલ કનેક્ટ કરો.
- હવે Micro USB કેબલ અને USB કેબલને એક સાથે કનેક્ટ કરો.
- હવે ચાર્જિંગ ચાલુ થઈ જશે.
જો બીજા ફોનમાં ચાર્જિંગ ચાલુ ન થાય તો પહેલા ફોનના સેટિંગમાં જઈને OTG સર્ચ કરો અને તેને OTG ઓપ્શનને ચાલુ કરો એટલે બીજા ફોનમાં તમને ચાર્જિંગમાં ટકા જોવા મળી જશે એટલે ચાર્જિંગ થતું જોવા મળી જશે.
આશા છે કે હવે તમને મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું હોય તેના વિશે બરાબર જાણકારી મળી હશે, તમારા મિત્રોને પણ આ રિવર્સ ચાર્જિંગ વિશે જણાવો અને જો એમના ફોનમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ થતું હોય તો તમે તેમણે આ પોસ્ટ દ્વારા તમે શીખવાડી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો
➤ મોબાઇલમાં આવતી બેસિક સેટિંગ અને તેના ઉપયોગ
➤ વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?
➤ પોતાના મોબાઇલમાં કેટલા GB રેમ છે એ કઈ રીતે ચેક કરવું?