તમને બધાને ખબર છે કે આપણો મોબાઇલ સિસ્ટમ સોફ્ટવેર પર ચાલે છે જેને OS કહેવાય છે અને તેમાં તમને વારંવાર અપડેટ જોવા મળે છે, તમારે ફોનમાં આવતા સોફ્ટવેર અપડેટને જરૂર રેગ્યુલર અપડેટ કરતું રહેવું જોઈએ કારણ કે એ તમારા મોબાઇલની સિક્યોરિટીને પણ વધારે છે અને નાના નાના બગ હોય તો તેને પણ ફિક્સ કરે છે.
તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કરવાની રીત જાણીએ.
મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કરવાની રીત:-
- સૌપ્રથમ મોબાઇલના Settingsમાં જાવો.
- ત્યાં સર્ચ બટનમાં Software સર્ચ કરો.
- હવે Software update પર ક્લિક કરો.
- હવે જો તમારા મોબાઇલમાં કોઈ અપડેટ આવ્યું હશે તો તમને અહી ડાઉનલોડ કરવાનું ઓપ્શન બતાવવામાં આવશે, જો અહી ડાઉનલોડ ઓપ્શન ન આવે તો સમજી જવું કે હજુ સોફ્ટવેર અપડેટ નથી આવ્યું.
- જ્યારે કોઈ સોફ્ટવેર અપડેટ આવે તો તમને નોટિફિકેશનથી પણ જણાવવામાં આવે છે કે અહી કોઈ સોફ્ટવેર અપડેટ આવ્યું છે.
- મે ઉપર ફોટા પ્રમાણે અડધું સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરી દીધું છે એટલે ઉપર ફોટામાં તમને અડધું બતાવે છે.
- તમે સોફ્ટવેરને Pause (રોકી-રોકી) કરીને પણ સોફ્ટવેર અપડેટ કરી શકો છો.
- સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરો અને અપડેટ જ્યારે ડાઉનલોડ થઈ જશે ત્યારે તે ઇન્સ્ટોલ થશે અને તમારો ફોન રિસ્ટાર્ટ પણ થશે.
- મિત્રો આ Realme કંપનીનો ફોન છે એટલે જો તમને તમારા ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવાનો ઓપ્શન ન મળે તો About Phoneમાં જરૂર ચેક કરો, ત્યાં તમને જરૂર સોફ્ટવેર અપડેટ ઓપ્શન જોવા મળશે.
આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરીને સોફ્ટવેર અપડેટ વિશે જણાવો જેથી તેઓ પણ રેગ્યુલર સોફ્ટવેર અપડેટ કરી શકે.
- અમારી અન્ય પોસ્ટ:-
➤ લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને લગાવવી?
➤ ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું?
➤ 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલની મદદથી ડેટા શેર કેવી રીતે કરવા?
➤ 15 એવી ટિપ્સ જે તમારા મોબાઇલની બેટરીનો આયુષ્ય વધારશે
➤ મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો