મિત્રો તમે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ઘણી એવી એપ્લિકેશન જોઈ હશે જે ક્યારેય ડિલીટ નથી થતી પણ તે ઘણી ઉપયોગી હોય છે.
તમે તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં એક “Android System WebView” નામની એપ જરૂર જોઈ હશે. તમે ક્યારેક વિચાર્યું હશે કે આ એપ શું છે, તે શેના માટે હોય છે? આ પોસ્ટમાં તમને આના વિશે જ જાણકારી મળવાની છે.
એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ એટલે શું? – What is Android System WebView? In Gujarati
મિત્રો, એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ (Android System WebView) એક એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો જ ભાગ છે જેના દ્વારા કોઈ પણ એન્ડ્રોઇડ મોબાઇલ એપમાં બહારનું કન્ટેન્ટ (External Content) જેમ કે કોઈ લિન્ક, વેબસાઇટ વગેરેને ખોલવી હોય તો તેના માટે આ “એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ” વપરાય છે.
જ્યારે તમે કોઈ એપનો ઉપયોગ કરો છો ત્યારે તમને ઘણી વખત તે એપમાં વેબસાઇટની લિન્ક વગેરે દેખાતી હોય છે, જ્યારે તમે તે લિન્ક પર ક્લિક કરો ત્યારે તે વેબસાઇટ બહાર કોઈ બ્રાઉઝરમાં ખૂલવાને બદલે ખૂબ ઝડપી એપમાં જ “એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ” માં ખૂલે છે.
આ એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ “ક્રોમિયમ (Chromium)” નામના એક ઓપન સોર્સ પ્રોજેકટ પર આધારિત છે જે ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. ક્રોમ બ્રાઉઝર પણ આ ક્રોમિયમ દ્વારા જ બનાવવામાં આવ્યું છે.
એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂની કેમ જરૂર છે?
- દરેક એપ ડેવલોપર પોતાના યુઝરને પોતાની જ એપમાં રાખવા માટે આ ફીચરનો ઉપયોગ કરે છે.
- આ એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂને કારણે યુઝરને કોઈ બ્રાઉઝરમાં નથી જવું પડતું, કન્ટેન્ટ ઝડપથી લોડ થાય છે, તે એપમાં જ બહારનું કન્ટેન્ટ લોડ થઈ જાય છે.
- ટ્વિટર, ફેસબુક, ગૂગલ એપ, યૂટ્યૂબ જેવી વગેરે એપ્લિકેશનમાં તમને આ ફંક્શન જોવા મળે છે.
- યુઝરને કોઈ પણ એપમાં એક સારો અનુભવ મળે છે.
- યુઝરને વધારે રાહ નથી જોવી પડતી.
આ કારણોને લીધે એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂની જરૂર પડે છે.
શું આ એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂને મોબાઇલમાંથી કાઢવું જોઈએ?
આપણે એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂને મોબાઇલમાંથી “અનઇન્સ્ટોલ (Uninstall)” નથી કરી શકતા કારણ કે આ એપ એક સિસ્ટમ એપ છે, પણ તમે તેને બંધ કરી શકો છો.
પણ જ્યારે તમે આ સિસ્ટમ એપને બંધ કરશો તો ઘણી એપમાં આ ફીચર કામ જ નહીં કરે અને તેના લીધે તમારો અનુભવ તે એપમાં ખરાબ થશે.
આ કારણે તમારે પોતાના માટે આ સિસ્ટમ એપને ચાલુ રાખવું જોઈએ.
મને આશા છે કે તમને આજની આ એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ (Android System WebView) વિશેની માહિતી જાણવામાં ઘણી મજા આવી હશે, તમે કઈક નવું શીખ્યા હશો.
તમારો ખૂબ આભાર. અમે મળીશું નવી પોસ્ટમાં. અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: