ઘણી વખત મિત્રો તમારી સામે કોઈ કાગળમાં લખેલો મોબાઇલ નંબર હોય છે અથવા તમારા સ્માર્ટફોનમાં જ એક ફોટો હોય હોય છે જેમાં એક મોબાઇલ નંબર લખેલો હોય છે અને તમારે તે મોબાઇલ નંબરને સેવ કરવાનો હોય છે.
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે મોબાઇલ નંબરને લખીને સેવ કર્યા વગર તેને ડાઇરેક્ટ જ કેમેરા દ્વારા અથવા સ્ક્રીનશૉટ દ્વારા સેવ કરી શકો છો.
આજે આપણે “ગૂગલ લેન્સ (Google Lens)” ફીચરનો ઉપયોગ કરવાના છે જેના કેમેરા દ્વારા તમે કોઈ ફોટો પાડીને તેમાં લખેલા નંબરને સ્કેન કરીને તેને સેવ કરી શકો છો અને જો તમારી પાસે કોઈ ફોટો સ્માર્ટફોનમાં હોય તો તેને પણ ગૂગલ લેન્સ દ્વારા સ્કેન કરીને તે ફોટામાં લખેલા મોબાઇલ નંબરને ડાઇરેક્ટ પોતાના સ્માર્ટફોનમાં સેવ કરી શકો છો.
તો ચાલો જાણીએ આ સરળ રીત.
- સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં Google એપ ખોલો.
- હવે ગૂગલના લેન્સ આઇકન પર ક્લિક કરો.
- હવે તમારી પાસે 2 રસ્તા છે, જો મોબાઇલની બહાર કોઈ નંબર લખેલો છે તો તમે તેનો ફોટો કેપ્ચર કરો અથવા જો તમારા ફોનમાં ફોટો હોય જેમાં મોબાઇલ નંબર લખેલો હોય તો ગેલેરી આઇકન પર ક્લિક કરીને ફોટો સિલેક્ટ કરો.
- ફોટો સિલેક્ટ કર્યા બાદ અથવા ફોટો કેપ્ચર કર્યા બાદ ફોટામાં લખેલા મોબાઇલ નંબરને સિલેક્ટ કરો અને હવે તમને નીચે સિલેક્ટ કરેલો મોબાઇલ નંબર દેખાશે, મોબાઇલ નંબર બરાબર તમને દેખાય એટલે પછી “Add Contact” પર ક્લિક કરો અને તેને મોબાઇલમાં સેવ કરી લો.
આ રીતે મિત્રો તમે કોઈ પણ મોબાઇલ નંબરને લખીને સેવ કર્યા વગર તેને ડાઇરેક્ટ ગૂગલ લેન્સ દ્વારા સ્કેન કરીને મોબાઇલ નંબરને સેવ કરી શકો છો.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, તમારો ખૂબ આભાર. 🙏❤️️
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- વિકિપીડિયા પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?
- એન્ડ્રોઇડ ફોનમાં QR કોડ સ્કેન કેવી રીતે કરવો?
- ઇન્સ્ટાગ્રામમાં QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો?
- ગૂગલ પ્લેસ્ટોરમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવું?
- એન્ડ્રોઇડ મોબાઈલમાં વિડિઓની સાઈઝ કેવી રીતે ઘટાડવી?
- યુટ્યુબમાં વિડિયો જોતી વખતે ઇન્ટરનેટ બચે તેવું સેટિંગ કેવી રીતે કરવું?
- ટેલિગ્રામની મદદથી નંબર સેવ કર્યા વગર કોઈને વોટ્સએપ મેસેજ કેવી રીતે કરવો?