અત્યારના સમયમાં આપણો મોબાઇલ આપણાં માટે કેટલો જરૂરી છે એ આપણને બધાને જ ખબર છે અને મોબાઇલની અંદર રહેલો ડેટા એનાથી વધારે જરૂરી છે.
મોબાઇલ એક એવી વસ્તુ છે જે ક્યારે બગડી જાય એની આપણને ખબર નથી.
મોબાઇલ ભલે સોફ્ટવેરના લેવલ પર દમદાર હોય પણ જો તે પાણીમાં પડી જાય તો મોબાઇલની સાથે-સાથે આપણો બધો ડેટા ઊડી જાય છે.
પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મુશ્કેલી આવતા પહેલા જ આપણે તેનું સમાધાન કરવાનો પ્રયન્ત કરીશું એટલે કે આજે હું તમને ઘણી રીત બતાવીશ જેની મદદથી તમે તમારો ડેટા સુરક્ષિત સ્ટોર કરી શકો છો.
એક વખત જો તમે તમારા મોબાઇલનો ડેટા સુરક્ષિત રીતે બેક-અપ કરી લેશો તો તમારો મોબાઇલ ખરાબ થઈ જાય તો તેમાથી ડેટા ઊડી જાય તો પણ તમને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે.
મોબાઇલના અલગ-અલગ પ્રકારના ડેટાને સુરક્ષિત રાખવા માટે ટિપ્સ
મોબાઇલ નંબર સ્ટોર કરવા માટે
પોતાના મોબાઇલમાં તમે અત્યાર સુધી ઘણા બધા મોબાઇલ નંબરને સેવ કર્યા હશે અને જો એકદમ તે બધા જ મોબાઇલ નંબર અદ્રશ્ય થઈ જાય તો તમને ઘણી તકલીફ થશે તેને લીધે તમારે પોતાના મોબાઇલમાં જેટલા પણ મોબાઇલ નંબર છે તેનું બેક-અપ લેવું જરૂરી છે.
મોબાઇલ નંબરનું બેક-અપ લેવા માટે તમે Google Contacts નો ઉપયોગ કરો. આ ખૂબ જ સરળ રીત છે પોતાના મોબાઇલ નંબરને રેગ્યુલર બેક-અપ કરવાની.
તમારા મોબાઇલમાં જેટલા પણ ફોન નંબર છે તેને તમે પોતાના ગૂગલ એકાઉન્ટમાં બેક-અપ લઈ શકો છો.
બસ તમારે ગૂગલ પ્લેસ્ટોર પરથી ગૂગલની Contacts એપ ડાઉનલોડ કરી લેવાની છે જેનો ફોટો તમને ઉપર બતાવવામાં આવ્યો છે.
હવે આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે નીચે આપેલો વિડિયો જોવાનો છે જેમાં પોતાના મોબાઇલ નંબરનું બેક-અપ લેવાની રીત આ ગૂગલની Contacts એપ દ્વારા બતાવવામાં આવી છે.
આવી રીતે તમે પોતાના મોબાઇલ નંબરનું બેક-અપ લઈ શકો છો.
વિડિયો સ્ટોર કરવા માટે
જો તમારે પોતાના વિડિયોનું બેક-અપ લેવું હોય તો તમે લોકલ સ્ટોરેજનો પણ ઉપયોગ કરી શકો છો.
લોકલ સ્ટોરેજમાં તમારે ડેટા અપલોડ કરવાની જરૂર નથી હોતી. તમે પોતાના વિડિયોને હાર્ડ ડ્રાઇવ કે કોઈ સોલિડ સ્ટેટ ડ્રાઇવમાં સ્ટોર કરી શકો છો અને એક પેનડ્રાઇવ પણ લઈ શકો છો.
ઓનલાઇનની વાત કરીએ તો તમે પોતાની એક યૂટ્યૂબ ચેનલમાં પોતાના વિડિયો અપલોડ કરી શકો છો અને તેને પ્રાઇવેટ કરી દેવાનું છે, તેવી જ રીતે તમે એક ફેસબુક પેજ બનાવીને તેમાં પ્રાઇવેટ રીતે વિડિયો સ્ટોર કરી શકો છો.
તમે વિડિયોને સ્ટોર કરવા માટે ટેલિગ્રામનો પણ ઉપયોગ કરી શકો છો. ટેલિગ્રામમાં એક પ્રાઇવેટ ચેનલ બનાવીને પોતાના વિડિયોને સ્ટોર કરવું ઘણું સહેલું છે અને તે મફત છે.
વિડિયો સ્ટોર કરવા માટે તમે ટેલિગ્રામનો જ ઉપયોગ કરો તો તમને વધારે સારું પડી રહે, કારણ કે તે સિમ્પલ અને સરળ છે.
ફોટો સ્ટોર કરવા માટે
ફોટો સ્ટોર કરવા માટે હું તમને ટેલિગ્રામની સલાહ આપીશ.
ટેલિગ્રામ એક મેસેંજિંગ એપ છે પણ તે ક્લાઉડ આધારિત પ્લૅટફૉર્મ છે જેને લીધે તમે તમારો ડેટા ટેલિગ્રામમાં જે પણ અપલોડ કરશો તો તેને તમે કોઈ પણ બીજા ડિવાઇસમાં એક્સેસ કરી શકો છો.
મારા એક મિત્રએ ટેલિગ્રામ પર પોતાના 5000 જેટલા ફોટાને અપલોડ કરીને સ્ટોર કરેલા છે અને તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નથી પડ્યો.
ફોટાનું બેક-અપ લેવા માટે ગૂગલ ડ્રાઇવ છે પણ તેમાં તમને માત્ર 15 GB મફત સ્ટોરેજ મળે છે પણ તમે ટેલિગ્રામમાં મફત અનલિમિટેડ ફોટા સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો:- શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ ઉપયોગ કરી શકાય?
ઓડિઓ ફાઇલ સ્ટોર કરવા માટે
ઓડિઓ માટે તમે કોઈ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરી શકો છો જેમ કે ગૂગલ ડ્રાઇવ, મેગા, ડ્રોપબોક્સ, વનડ્રાઇવ અથવા ટેલિગ્રામ પણ ખૂબ યોગ્ય રહેશે.
ડોક્યુમેંટ્સ ફાઈલો સ્ટોર કરવા માટે
ડોક્યુમેંટ્સ માટે હું તમને ગૂગલ ડ્રાઇવની સલાહ આપીશ કારણ કે ગૂગલ ડ્રાઇવમાં તમે અલગ-અલગ ફોલ્ડર પ્રમાણે પોતાના ડોક્યુમેંટ્સને સારી રીતે ગોઠવી શકો છો અને ડોક્યુમેંટ્સ ફાઈલો વધારે મોટી નથી હોતી એટલે તેને તમે ગૂગલ ડ્રાઇવમાંથી જ સરળતાથી ખોલીને જોઈ શકો છો.
મિત્રો આવી રીતે તમે પોતાના મોબાઇલના અલગ-અલગ પ્રકારના ડેટાને ઓનલાઇન બેક-અપ લઈ શકો છો અને તમારો મોબાઇલ ખરાબ થઈ જાય તો પણ તમને ડેટા ઊડી જવાની ચિંતા નહીં રહે.
પોતાના મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરજો જેથી તેઓ પણ પોતાના ડેટાને સુરક્ષિત રીતે બેક-અપ લઈ શકે.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે તમે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- મોબાઇલમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ શું છે? જાણો
- જાણો 15 એવી ટિપ્સ જે તમારા મોબાઇલની બેટરીનું આયુષ્ય વધારશે
- મોબાઈલ રેડીએશન શું છે? કેવી રીતે આ આપણાં માટે હાનિકારક છે? જાણો
- સેન્સર એટલે શું? મોબાઈલમાં આવતા અલગ-અલગ સેન્સર વિશે જાણકારી
- શું 24 કલાક મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ રાખવાથી મોબાઇલને કોઈ અસર થશે?
ખૂબ ઉપયોગી માહિતી છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે મોબાઈલનો ડેટા કેવી રીતે save કરવો, એ લોકોને માટે આ કામ લાગે.
ખૂબ ખૂબ આભાર તમારો..!!