મોબાઈલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

મિત્રો તમે કોઈ પણ સારી કંપનીનો મોબાઈલ ખરીદો પણ એ થોડા સમય પછી હેંગ થવા લાગે છે. મોબાઈલ હેંગ થવાના ઘણા બધા કારણો છે. હવે જો તમે થોડું ધ્યાન રાખો તો મોબાઈલને હેંગ થતા બચાવી શકો છો. મોબાઈલ જો લાંબા સમય સુધી હેંગ થયા કરે તો મોબાઈલનું આયુષ્ય ઓછું થઈ જાય છે તો આજે આપણે મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાય વિશે જાણકારી લઈશું.

મોબાઈલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

મોબાઈલ હેંગ થવાના કારણો

  1. મોબાઈલમાં એપ ઘણી બધી હોય છે. આ એપને તમે મોબાઈલમાં એક સાથે ચલાવો છો ત્યારે મોબાઈલ હેંગ થઈ જાય છે.
  2. જો તમારા મોબાઈલની અંદર રહેલી રેન્ડમ એક્સેસ મેમરી ઓછી હોય તો તમે જ્યારે ગેમ કે પછી એપ ખોલો ત્યારે તે ધીમે-ધીમે ખુલશે અથવા થોડી વાર ચોંટી જશે. આ સમયે મોબાઈલ અચાનક હેંગ થઈ જાય છે.
  3. ઈન્ટરનેટ તમે વાપરતા હશો. પણ જો તમે તમારા ઈન્ટરનેટનો બધો ડેટા મોબાઈલમાં રહેલા ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરીને રાખો છો તો તમારો મોબાઈલ ધીમો થઈ જશે. આને લીધે પણ હેંગ થઈ શકે છે.
  4. ઈન્ટરનેટ વેબસાઈટની કેશ ફાઈલ જો તમે ડીલીટ નથી કરતા તો તમારો મોબાઈલ ધીમો થઈને હેંગ થઈ જાય છે.
  5. મોબાઈલમાં જો જરૂરિયાત કરતા વધારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારો મોબાઈલ ધીમો પડી જાય છે અને હેંગ થઈ જાય છે.
  6. જો તમારા મોબાઈલના સ્પેશિફિકેશન વધારે ના હોય અને તમે મોટી GB વાળી એપ અને ગેમ ઇન્સ્ટોલ કરો છો તો મોબાઈલ ધીમો અને હેંગ થાય છે.
  7. મોબાઈલમાં વાયરસ જેમ કે માલવેર આવી જાય તો પણ ફોન હેંગ થઈ જાય છે.

મોબાઈલ હેંગના થાય તેના ઉપાયો

  • સૌથી પહેલા તો તમારા મોબાઈલમાં જરૂરિયાત ના હોય તેવો બધો ડેટા ડિલીટ કરવાનો રહેશે. હવે જ્યારે આખો દિવસ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો ત્યારે તેનો કેશ ડેટા તમારા ફોનમાં સ્ટોર થઈ જતું હોય છે જેની તમને ખબર નથી હોતી. જે એપ ઇન્સ્ટોલ કરો છે તેનો પણ કેશ ડેટા સ્ટોર થઈ જાય છે તો આ મુખ્ય કારણનો ઉપાય જો નીચે પ્રમાણે ફોલો કરશો તો આ કેચ ડેટા અથવા કેશ મેમરી તમારા ફોનમાંથી ડિલીટ થઈ જશે.
Free up space

ફોનના મુખ્ય સેટિંગમાં જાઓ ત્યારબાદ About Phoneમાં જાવો અને એના પછી Storageમાં જાવો. ઉપર ચિત્રમાં જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો Free up space પર ક્લિક કરશો એટલે ક્લીનરમાં જશો તો ઓટોમેટિક બધું ક્લીન થવા માંડશે.

નોંધ : આ 2021 વર્ષના લેટેસ્ટ મોબાઈલનું સેટિંગ બતાવ્યુ છે જો તમારો જૂનો મોબાઈલ હોય તો તેમાં સેટિંગ અલગ હોય શકે છે તો અમે આગળ આના ઉપર સ્ક્રીનશોટ સાથે એક નવી પોસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીશું  તમે અમારી સાથે જોડાઈ શકો છો એટલે અમારી નવી પોસ્ટ તમને મળતી રહે.

  • હવે તમારા મોબાઈલમાં ઘણી બધી એવી એપ છે કે જેનો ઉપયોગ તમે મહિનામાં એક કે બે વાર કરતા હશો. હવે એવી એપ તમારા બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે જેની તમને ખબર નથી હોતી અને તે સમયે તમારા મોબાઈલની રેમનો વધારે ઉપયોગ થાય છે તો આવા સમયે મોબાઈલ હેંગ થઈ જાય છે તો નીચે તેનો ઉપાય ફોલો કરો.
Manage Apps

સૌથી પહેલા Setting➢Apps➢ manage app માં જાઓ. ત્યાં તમને ઘણી બધી એપ જે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે તે તમને જોવા મળશે. હવે તમારે એક એક કરીને એપ એવી સિલેક્ટ કરવાની છે જેની તમારે જરૂરિયાત નથી. તે એપ પર ક્લિક કરશો એટલે તેમાં Force Stop લખેલું હશે. તેના પર ક્લિક કરશો એટલે તે એપ કામ કરતી બંધ થઈ જશે.

બધાના ફોનમાં આ સેટિંગ અલગ-અલગ હોય શકે તો તમારે App Management અથવા Apps એવું સર્ચ કરીને ઓપ્શન શોધવાનો રહેશે કે જ્યાં તમને Force Stop ઓપ્શન જોવા મળે.

  • તમારા મોબાઈલમાં તમે કેમેરા અને ગેલેરીનું સ્ટોરેજ SD કાર્ડમાં સિલેક્ટ કરીને રાખો જેથી તમારા મેમરી કાર્ડનું સ્ટોરેજ ભરાતું જાય જેનાથી ઇન્ટરનલ સ્ટોરેજ ખાલી રહેશે તો તમારો મોબાઈલ ઓછો હેંગ થઈ શકે છે.
  • તમારા મોબાઈલમાં વધારે MB વાળી ગેમ કે  એપ હોય અને તમારા મોબાઈલની રેમ 2 GB કરતા ઓછી હોય તો તમારે એવી એપ કે ગેમ મોબાઈલમાં ના રાખવી જોઈએ એનાથી પણ મોબાઈલ હેંગ થાય છે.
  • એક સાથે ઘણી બધી એપ અને ગેમ ખોલીને ના રાખો કારણ કે જો તમારા મોબાઈલમાં પ્રોસેસર નબળું હશે તો પણ તમારો મોબાઈલ હેંગ થશે. આ બધી એપનો ઉપયોગ એક-એક કરીને કરો અને જેનો ઉપયોગ પૂરો થાય તો તેને બંધ કરી દો.
  • તમારા મોબાઇલને તમે ઠંડક વાળી જગ્યા પર જઈને ઉપયોગ કરો જેથી તમારું પ્રોસેસર જેટલું ઠંડુ રહે તેટલું પ્રોસેસર વધારે ઝડપી પ્રોસેસ કરી શકશે પણ એકદમ ફ્રિજમાં નહીં મૂકવાનો કારણ જો બેટરીનું તાપમાન હદ કરતાં ઓછું થશે તો તમારી મુશ્કેલી વધી જશે.તાપમાં ફોનને ઉપયોગ કરવાનું ટાળો તો પણ સારું રહેશે.

નિષ્કર્ષ

તો મિત્રો આજે આપણે મોબાઈલ હેંગ થવાના કારણો અને તેનો ઉપાય વિશે સમજૂતી લીધી. અમે આગળ તમારી માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવા માટે પોસ્ટ બનાવવાનો પૂરો પ્રયન્ત કરીશું જેથી તમે વધારે સહેલી રીતે જાણકારીને સમજી શકશો. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ આ જાણકારી જાણવા મળે.

  • અમારી અન્ય પોસ્ટ:-

સેફ મોડ એટલે શું?

મોબાઈલમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ

પોતાના ફોટાને કાર્ટૂન ફોટામાં કેવી રીતે બનાવવું?

વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?