યુઝર ઇન્ટરફેસ એટલે શું? | UI વિશે માહિતી

મિત્રો આપણે પોતાના રોજિંદા જીવનમાં અલગ – અલગ ડિવાઇસ કે મશીનોનો ઉપયોગ કરતાં હોઈએ છીએ જેમાં સૌથી વધારે સ્માર્ટફોન છે.

સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ફ્રિજ, માઇક્રોવેવ ઓવન વગેરે, આમાં દરેકમાં તમને યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે. આજે આપણે જાણીશું કે આ યુઝર ઇન્ટરફેસ (User Interface) એટલે શું? તેના વિશે જાણકારી જાણીશું.

યુઝર ઇન્ટરફેસ એટલે શું?

યુઝર ઇન્ટરફેસ એટલે શું?

મિત્રો યુઝર ઇન્ટરફેસ એટલે એક એવી જગ્યા કે માધ્યમ જેના દ્વારા તમે તે ડિવાઇસ કે મશીન સાથે સંપર્ક અથવા કમ્યુનિકેટ કરી શકો છો. તમને તે ડિવાઇસ સાથે કમ્યુનિકેટ કરવા માટે અલગ – અલગ રીત આપવામાં આવે છે જેમ કે બટન, ટચ – સ્ક્રીન વગેરે.

જેમ કે તમને તમારા સ્માર્ટફોનમાં ટચસ્ક્રીન સિસ્ટમ જોવા મળે છે, જેમાં તમને અલગ – અલગ આઇકન, ટેક્સ્ટ, ફોટા વગેરે જોવા મળે છે અને આ કારણે તમે સરળતાથી સ્માર્ટફોન સાથે કમ્યુનિકેટ કરી શકો છો અને આ કમ્યુનિકેટ કરવાના માધ્યમને યુઝર ઇન્ટરફેસ (UI) કહેવાય છે.

જો તમે એક ટેબલ પંખાની વાત કરો તો તમને તેમાં તેને ઓપેરેટ કરવા માટે તમને સ્વિચ આપવામાં આવે છે જેના દ્વારા તમે તેની સ્પીડમાં ઘટાડો વધારો અને બંધ ચાલુ કરી શકો છો.

હવે પંખાની આ સ્વિચ એક માધ્યમ છે જેના દ્વારા તમે તે પંખો ચલાવી શકો છો અને તેને જ યુઝર ઇન્ટરફેસ કહેવાય છે.

જૂના સમયની વાત

જ્યારે પહેલાના સમયના કમ્પ્યુટરની વાત કરો તો તમને જાણવા મળશે કે પહેલા કમાન્ડ લખીને કમ્પ્યુટરને ઓપેરેટ કરી શકાતું હતું, તે વખતે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરવા માટે કમાન્ડ જ માધ્યમ હતું, તે વખતના યુઝર ઇન્ટરફેસનું નામ “CUI (Character User Interface)” હતું.

હવે 1979માં “GUI (Graphical User Interface)” પ્રકારના યુઝર ઇન્ટરફેસનો પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યો હતો અને પછી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ આવવા માંડ્યા.

GUI એટલે તમે હાલ પોતાના કમ્પ્યુટરમાં જે અલગ – અલગ સ્ટાઇલિશ ફૉન્ટ, આઇકન, એનિમેશન, માઉસ અને કીબોર્ડ દ્વારા ક્યાં પણ કમ્પ્યુટરમાં જઈ શકો તો તે આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને કારણે છે.

બધા ઓપરેટિંગ સિસ્ટમ યુઝરને અલગ – અલગ રીતે યુઝર ઇન્ટરફેસ પ્રદાન કરે છે, તમે જોશો તો તમને Windows, Linux, macOS, Android, iOS વગેરે ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર ઇન્ટરફેસ અલગ – અલગ જોવા મળશે.

એટલે તમને આ OS માં તેને ઉપયોગ કરવાના માધ્યમમાં થોડા ફરક જોવા મળશે.

વેબસાઇટનું ઉદાહરણ

તમે જોશો તો તમને અલગ – અલગ વેબસાઇટમાં પણ તેને ઉપયોગ કરવાની રીત અલગ જોવા મળશે એટલે કે બધી વેબસાઇટના યુઝર ઇન્ટરફેસ સરખા નથી હોતા પણ ઘણા ફંક્શન તમને સરખા જોવા મળે છે.

UI માં સુધાર કરવા

યુઝર ઇન્ટરફેસ જો કોઈ વેબસાઇટ, એપ, OS વગેરેમાં સરળ, ઝડપી અને ઉપયોગી હોય તો યુઝરને સારો અનુભવ મળે છે, આ અનુભવ યુઝરને મળ્યો તેને UX (User Experience) કહેવાય છે.

યુઝરને સારું UI અને UX આપવું ઘણું જરૂરી છે. આ કારણે તમને દર વેબસાઇટના UI માં સમય બદલાય તેમ બદલાવ જોવા મળે છે, એ યુઝરને સારો અનુભવ આપવા માટે UI થોડું થોડું બદલવામાં આવે છે.

મિત્રો આશા છે કે તમને આ પોસ્ટમાં UI વિશે સરળ માહિતી મળી હશે, તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ