યુટ્યુબના કોર્સ ફીચર વિશે માહિતી

Youtube Course Feature Gujarati Tech News

ઇન્ટરનેટ પર કોઈ પણ વસ્તુ આપણે કેવી રીતે કરવું એ શીખવું હોય તો આપણે ડાઇરેક્ટ યુટ્યુબમાં વિડિયો જોતાં હોઈએ છીએ.

આ માટે યુટ્યુબએ હવે એક નવા અપડેટની ઘોષણા કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ યુટ્યુબમાં કોર્સ ફીચર લાવવા જઈ રહ્યા છે જેમાં યુટ્યુબમાં લોકો કોર્સને ખરીદી શકશે.

હાલ આપણને ઘણા બધા કોર્સ યુટ્યુબમાં ફ્રી જોવા મળે છે જેમાં આપણને સામાન્ય વસ્તુઓ શીખવા મળી જાય છે પણ ઘણા કોર્સ એડવાન્સ લેવલના હોય છે જે અન્ય વેબસાઇટમાં પૈસા ખર્ચીને ખરીદવામાં આવે છે.

યુટ્યુબ હવે વિડિયો ક્રિએટરને ઓપ્શન આપશે કે તમે યુટ્યુબમાં જ હવે કોર્સ બનાવીને તેને વેચી શકો છો.

યુટ્યુબમાં જે હાલ ફ્રી કોર્સ છે એ તો તમને ફ્રી જોવા મળશે પણ હવે અલગથી તમને યુટ્યુબમાં જ પૈસા આપીને ખરીદી શકો તેવા ઊંચા લેવલના કોર્સ પણ તમને જોવા મળશે.

આનાથી વિડિયો ક્રિએટર્સને અન્ય વેબસાઇટમાં સર્વર અને વગેરે અન્ય ખર્ચા કરીને કોર્સ નહીં વેંચવા પડે પણ તેઓ હવે યુટ્યુબમાં જ ડાઇરેક્ટ કોર્સ વેચી શકશે.

યુટ્યુબમાં જો તમે કોઈ કોર્સ પૈસા દ્વારા ખરીદશો તો તેમાં તમને જાહેરાતો કે કોઈ પણ અન્ય પ્રકારના વિડિયો નહીં જોવા મળે કારણ કે યુટ્યુબએ એક સ્પેશિયલ વિડિયો પ્લેયર આ ફીચર માટે લોન્ચ કર્યું છે.

આ નવા વિડિયો પ્લેયરથી લોકો પૂરા ધ્યાનથી દિમાગ ભટકાવ્યા વગર કોર્સમાંથી શીખી શકશે. આવતા વર્ષ 2023 થી ક્રિએટર્સ પોતાના કોર્સ યુટ્યુબમાં વેચી શકશે, સૌથી પહેલા આ ફીચર અમેરિકા અને દક્ષિણ કોરિયામાં લોન્ચ થશે.

આમાં તમને ક્વિઝ ફીચર પણ જોવા મળશે.

આશા છે કે આ અપડેટ તમને ઉપયોગી થશે.

અમારી અન્ય પોસ્ટ:


Source: https://blog.youtube/news-and-events/the-next-chapter-for-learning-on-youtube/