યુટ્યુબ વિડિયો જોવા માટેનો એક ઘણો મોટો ખજાનો છો જેમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ વિડિયો જોઈ શકો છો.
ઘણી વખત તમારી સામે કોઈ વિડિયો આવે છે પણ તમારી પાસે સમય ન હોવાને કારણે તમે તે વિડિયોને જોઈ નથી શકતા અને આ સમયે યુટ્યુબનું એક ફીચર કામ આવે છે જેનું નામ છે “Watch Later“.
યુટ્યુબમાં “Watch Later” એક વિડિયોની પ્લેલિસ્ટ હોય છે જેમાં તમે વિડિયોને ઉમેરી શકો છો અને જ્યારે સમય મળે ત્યારે તે વોચ લેટર નામની પ્લેલિસ્ટ ખોલીને બધા વિડિયોનો આનંદ એક પછી એક માણી શકો છો.
જ્યારે તમારે ઉપયોગી વિડિયોને વારંવાર જોવા માટે એક લિસ્ટ બનાવવી હોય તો તમે તે વિડિયોને “Watch Later” કરીને સેવ કરી શકો છો.
તમે ઉપરનો વિડિયો જરૂર જોવો જેમાં તમને આ ફીચર વિશે ટ્યુટોરિયલ દ્વારા માહિતી આપવામાં આવી છે.
આશા છે કે તમને યુટ્યુબના આ સામાન્ય ફીચર વિશે થોડી બેસિક જાણકારી જાણવા મળી હશે, અમે તમારા માટે લાંબી પોસ્ટની સાથે આવી ટૂંકી પોસ્ટ પણ લાવતા રહીએ છીએ.
અન્ય પોસ્ટ પણ વાંચો: