યુટ્યુબ એટલે શું? | Youtube વિશે જાણકારી..!!

આજે આપણે એક વિડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ વિશે વાત કરવાના છે જે પૂરી દુનિયાનું સૌથી મોટી વિડિયો જોવા માટેનું પ્લૅટફૉર્મ છે જેનું નામ યુટ્યુબ (Youtube) છે. જ્યારે ઇન્ટરનેટ પર વિડિયો જોવાની વાત આવે તો મગજમાં સૌથી પહેલું યુટ્યુબ દેખાય છે.

જ્યારે કોઈ પણ વસ્તુ ચલાવતા નથી આવડતી ત્યારે આપણે તેને યુટ્યુબ પર સર્ચ કરીએ છીએ. યુટ્યુબ એક એવી વેબસાઇટ છે જેને લોકોનો ટીવી જોવાનો શોખ ઘટાડી દીધો છે.

તો ચાલો આજે આપણે યુટ્યુબ વિશે જાણીશું. યુટ્યુબ (Youtube) શું છે? તેના વિશે ચાલો રસપ્રદ માહિતી જાણીએ.

યુટ્યુબ વિશે જાણકારી

યુટ્યુબ શું છે?

યુટ્યુબ એક વિડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ છે જે દુનિયાનું સૌથી મોટું વિડિયો જોવા માટેનું પ્લૅટફૉર્મ છે. યુટ્યુબ એક એવી વેબસાઇટ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટ બનાવ્યા વગર પણ મફત વિડિયો જોઈ શકે છે.

પૂરી દુનિયામાં યુટ્યુબની વેબસાઇટ બીજા નંબરની સૌથી લોકપ્રિય વેબસાઇટ છે જેની એલેક્સા રેન્ક #2 છે. યુટ્યુબનું માલિક Google છે. યુટ્યુબનો સૌથી વધારે વપરાશ મોબાઇલ દ્વારા કરવામાં આવે છે.

યુટ્યુબ પર તમે મફત વિડિયો જોઈ શકો છો અને યુટ્યુબ પર તમે મફત વિડિયો અપલોડ પણ કરી શકો છો. યુટ્યુબને એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પણ કહેવાય છે કારણ કે અહી લોકો વિડિયો અપલોડ કરે છે અને એક બીજા સાથે જોડાઈને વાત-ચિત કે ચર્ચા વગેરે કરે છે. 

યુટ્યુબની શરૂઆત

યુટ્યુબની શરૂઆત Steve Chan, Chad Hurley અને Jawed Karim એ ફેબ્રુઆરી 2005માં કરી હતી. આ ત્રણ વ્યક્તિ પહેલા Paypal કંપનીમાં કામ કરતાં હતા. ઓક્ટોમ્બર 2006માં ગૂગલ કંપનીએ યુટ્યુબને 1.65 બિલ્યન ડોલરમાં ખરીદી લીધું હતું અને અત્યારે યુટ્યુબની માલિકી ગૂગલ પાસે છે.

યૂટ્યૂબ અને ગૂગલ એપ

યુટ્યુબના ફાયદા

 • યુટ્યુબ દ્વારા તમે ઓનલાઇન ભણી શકો છો.
 • યુટ્યુબ દ્વારા તમે ઓનલાઇન નવી-નવી આવડતો શીખી શકો છો.
 • યુટ્યુબની મદદથી તમે પૂરી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણી શકો છો.
 • યુટ્યુબ ફ્રી છે તેને લીધે તમારે કોઈ ચાર્જ નથી ચૂકવવો પડતો.
 • યુટ્યુબ તમને તમારા રસ પ્રમાણે જાહેરાત અને વિડિયો બતાવે છે.
 • યુટ્યુબ દ્વારા તમે તમારી ઘણી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.

યુટ્યુબ પર કમાણી કેવી રીતે કરી શકાય?

યુટ્યુબ પર કમાણી કરવા માટે તમારે યુટ્યુબની ઘણી જુદી-જુદી શરતો અને નિયમોને અનુસરવા પડે છે અને યુટ્યુબએ એક માપદંડ નક્કી કરેલો છે જેને પૂરો કર્યા બાદ તમે યુટ્યુબના પાર્ટનર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે વિનંતી મોકલી શકો છો.

જ્યારે કોઈ વ્યક્તિની ચેનલ યુટ્યુબના પાર્ટનર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે મંજૂર થાય છે ત્યારે તે ચેનલના વિડિયો પર જાહેરાત આવે છે અને જાહેરાત કેટલી વખત, તેના પર કેટલા ક્લિક, જાહેરાતનો ભાવ વગેરેના હિસાબે તે ચેનલનો માલિક યુટ્યુબ દ્વારા કમાણી કરે છે.

યુટ્યુબ પર જે પણ જાહેરાત મૂકવામાં આવે છે તે Google Adsense દ્વારા મૂકવામાં આવે છે અને આ પણ એક ગૂગલનું જ પ્રોડક્ટ છે.

આ પણ વાંચો:- જાણો ગૂગલના પ્રોડક્ટ વિશે જાણવા જેવી જાણકારી

યુટ્યુબનો ઉપયોગ કરવા માટે શું જરૂરી છે?

યુટ્યુબનો ઉપયોગ કરવા માટે તમારી પાસે સારી સ્પીડનું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. યુટ્યુબ પર વિડિયો જોવા માટે તમારે કોઈ પણ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી પણ વિડિયોની નીચે ટિપ્પણી અને વિડિયોને Like કરવા માટે તમારી પાસે Google Account હોવું જરૂરી છે.

યુટ્યુબનું ભવિષ્ય શું હશે?

યુટ્યુબ પર વિડિયો સ્ટ્રીમ થવો

અત્યાર સુધી કોઈ પણ વિડિયો કે ફિલ્મ જોવા માટે ટીવીનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે લોકો વધારેમાં વધારે મોબાઇલ તરફ વળી રહ્યા છે તેને લીધે ટીવી જોવા વાળા લોકો હવે યુટ્યુબનો વપરાશ વધારે કરે છે.

ભવિષ્યમાં યુટ્યુબ ટીવીથી ઘણું મોટું થશે કારણ કે યુટ્યુબનું અલ્ગોરિધમ એવું છે કે જો કોઈ નવો વ્યક્તિ 1 વિડિયો જોવા આવે છે તો તેમાથી ઘણા લોકો બીજા 7 વિડિયો જોઈને જાય છે.

લોકો હવે કેબલ ટીવીનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે અને ટીવીમાં જ યુટ્યુબનો આનંદ માણી રહ્યા છે તેને લીધે યુટ્યુબ ભવિષ્યમાં ખૂબ જ વિશાળ પ્લૅટફૉર્મ બનશે.

યુટ્યુબએ પોતાનું આખું એક ઇકોસિસ્ટમ બનાવેલું છે. યુટ્યુબ પર વિડિયો જોવા વાળા પણ આપણે જ છીએ અને વિડિયો બનાવીને અપલોડ કરવા વાળા પણ આપણે જ છીએ. યુટ્યુબ પર વધારે સામાન્ય લોકો દ્વારા જ વિડિયો અપલોડ કરવામાં આવે છે અને તેઓ કમાણી પણ કરે છે.

યુટ્યુબના ઘણા ફીચર્સ:

લેપટોપમાં યુટ્યુબ ચલાવવું
 • વોચ લેટર (Watch Later): યુટ્યુબમાં “Watch Later” એક પ્રકારની પ્લેલિસ્ટ હોય છે જેમાં તમે તમારી સામે દેખાતા વગેરે વિડિયોને આ લિસ્ટમાં સેવ કરી શકો છો અને સમય મળે ત્યારે તમે તે વિડિયોને એક લિસ્ટમાં પછી જોઈ શકો છો.
 • પ્લેલિસ્ટ (Playlist): યુટ્યુબમાં “પ્લેલિસ્ટ” એક પ્રકારની લિસ્ટ હોય છે જેમાં તમે યુટ્યુબના વિડિયોને સેવ કરી શકો છો અને તે જેટલા વિડિયો તમે તે પ્લેલિસ્ટમાં ઉમેર્યા અથવા સેવ કર્યા હશે તેને એક પછી એક જોઈ શકો છો.
 • હિસ્ટરી (History): તમે જેટલા પણ યુટ્યુબ પર વિડિયો જોયા હશે તેની યાદી તમને યુટ્યુબ હિસ્ટરીમાં જોવા મળે છે.
 • Liked Videos: તમે યુટ્યુબ પર જેટલા પણ વિડિયો જોવો છો અને જે વિડિયોના Like બટનને દબાવો છો તો તે વિડિયો “Liked Videos” ની પ્લેલિસ્ટમાં જોવા મળે છે.
 • સબ્સ્ક્રિપ્શન (Subscriptions): તમે જેટલા યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કર્યા હશે તો તે સબ્સક્રાઈબ કરેલા ચેનલના લેટેસ્ટ અપલોડ કરેલા વિડિયો તમને Subscriptions સેક્શનમાં જોવા મળે છે.
 • Explore: આ સેક્શન દ્વારા તમે યુટ્યુબની અલગ-અલગ કેટેગરી અને જે વાઇરલ થતાં વિડિયો એટલે કે Trending વિડિયોને પણ જોઈ શકો છો.

યુટ્યુબ અને ટીવીમાં શું ફરક છે?

યુટ્યુબ અને ટીવીમાં શું ફરક છે?
 • યુટ્યુબ પર તમે તમારી ઈચ્છા અનુસાર વિડિયો જોઈ શકો છો પણ ટીવીમાં તમે તમારી ઈચ્છા અનુસાર ખાલી ચેનલ જોઈ શકો છો પણ એ ચેનલમાં જે બતાવવામાં આવે છે તેમાં આપણી કોઈ ઈચ્છા હોતી નથી.
 • યુટ્યુબ પર તમને તમારી રસ પ્રમાણે જાહેરાત બતાવવામાં આવે છે જે તમારા કામની હોય છે પણ ટીવીમાં કોઈ પણ જાહેરાત તમને પીરસવામાં આવે છે જેમાં તમારો રસ પણ નથી હોતો.
 • યુટ્યુબ પર તમને ટીવીના મુકાબલે ખૂબ જ ટૂંકી જાહેરાત બતાવવામાં આવે છે પણ ટીવીમાં તમને ખૂબ લાંબી જાહેરાત બતાવવામાં આવે છે અને જ્યારે કઈક રસપ્રદ ભાગ આવે ત્યારે તમને જાહેરાત પીરસવામાં આવે છે.
 • યુટ્યુબ પર તમે કઈ પણ વસ્તુ શોધી શકો છો પણ ટીવીમાં એવું નથી, ટીવીમાં બસ તમે ચેનલ આમ-તેમ ફેરવી શકો છો.
 • યુટ્યુબ પર તમે જાહેરાતોને Skip પણ કરી શકો છો પણ ટીવીમાં તમારે જાહેરાત જોવી જ પડે છે.

તો આવા ઘણા ફરક તમને યુટ્યુબ અને ટીવીમાં જોવા મળે છે. આશા છે કે તમને યુટ્યુબ (Youtube) વિશે આજની આ જાણકારી પસંદ આવી હશે.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-