યુટ્યુબ ક્લિપ એક ફીચર છે જેના દ્વારા તમે યુટ્યુબમાં જે પણ વિડિયો જોવો છો તેમાંથી 1 મિનિટના ભાગને કાપી શકો છો અને તેની એક અલગ લિન્ક બને છે,
હવે તમે આ લિન્કને જ્યારે કોઈ વ્યક્તિને મોકલશો તો તે વ્યક્તિ જ્યારે તે લિન્ક પર ક્લિક કરશે તો તે વિડિયોનો જે ભાગ તમે કાપ્યો હશે તે જ ભાગ વિડિયોનો તે લિન્ક દ્વારા જોવા મળે છે.
આવી રીતે વિડિયોમાથી જે ભાગને કાપીને જોવું હોય અથવા કોઈને બતાવવું હોય તો આ ફીચર દ્વારા તે શક્ય છે, આ ફીચરને “યુટ્યુબ ક્લિપ (Youtube Clip)” કહેવાય છે.
આ પોસ્ટમાં તમને જાણવા મળશે કે તમે કઈ રીતે યુટ્યુબ ક્લિપ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
યુટ્યુબ ક્લિપ ફીચરનો ઉપયોગ કરવાની રીત
- સૌપ્રથમ Youtube એપ મોબાઇલમાં ખોલો.
- કોઈ વિડિયો ખોલો જેમાં ઉપર ફોટા પ્રમાણેનું Clip આઇકન હશે તો તેના પર ક્લિક કરો. (આ ફીચર હાલ ધીમે-ધીમે બધા ચેનલને મળી રહ્યું છે એટલે ઘણા વિડિયોમાં આવું ફીચર જોવા નહીં મળે.)
- હવે જે ભાગને તમારે કાપવો છે તેને સિલેક્ટ કરો અને તેનું થોડું વર્ણન એક લીટીમાં તમે લખીને Share Clip પર ક્લિક કરો.
- તમે જેટલી આવી રીતે ક્લિપ બનાવો છો તે તમને તમારા Library સેક્શનમાં “Your Clips” માં જોવા મળશે જે તમને ઉપર ફોટોમાં જોવા મળે છે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: