યુટ્યુબ પોતાના એપમાં ટેસ્ટ કરી રહ્યું છે “Queue” ફીચર, જાણો શું છે આ?

યુટ્યુબ હાલમાં પોતાના એપમાં એક ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે જેનું નામ “Queue” છે. આ એક એવું ફીચર છે જે બધા યુઝરને ખૂબ ઉપયોગી થાય છે.

Youtube testing Queue feature in App

શું છે યુટ્યુબનું Queue ફીચર?

Queue નો ગુજરાતી અર્થ “કતાર” થાય છે. તમે કોઈ પણ વિડિયોને કતારમાં મૂકી શકો છો.

તમે યુટ્યુબ એપમાં કોઈ પણ વિડિયોને કતારમાં મુકશો તો યુટ્યુબ તમે બનાવેલી લિસ્ટ પ્રમાણે તે વિડિયોને ઓટોમેટિક એક પછી એક ચાલુ કરશે.

ઉદાહરણ તરીકે તમારે યુટ્યુબમાં 10 વિડિયો જોવા છે તો પહેલાથી જ તમે યુટ્યુબમાં આવેલા તમારી મનપસંદના અલગ-અલગ વિડિયોને Queue ફીચરમાં ઉમેરશો અને તમે જેમ Queue માં મૂકેલા એક વિડિયોને ચાલુ કરશો તો એક પૂરા થયા પછી બીજો વિડિયો ઓટોમેટિક ચાલુ થશે અને ત્યારબાદ આ 10 વિડિયો Queue માં મૂકેલા એક પછી એક ચાલુ થશે.

આ રીતે તમે પહેલાથી નક્કી કરી શકશો કે તમારે કયા વિડિયો જોવા છે અને તેની લિસ્ટ પહેલાથી જ Queue માં ઉમેરી શકો છો.

જો તમારે Queue ફીચરને પ્રેક્ટિકલી જોવું છે તો નીચેના વિડિયોમાં તમે જોઈ શકો છો કે તે કેવી રીતે કામ કરે છે.

હાલ આ ફીચર ડેસ્કટોપ માટે તો પહેલાથી જ ઉપલબ્ધ છે પણ યુટ્યુબની એપમાં ટેસ્ટિંગમાં ચાલી રહ્યું છે. Android અને iOS બંનેમાં પ્રીમિયમ યુઝર ટેસ્ટિંગ કરી શકે છે અને 28 જાન્યુઆરી 2023 સુધી આ ટેસ્ટિંગ ચાલશે.

અમારી અન્ય પોસ્ટ: