યુટ્યુબ પ્લેલિસ્ટ શું છે?

યુટ્યુબ પ્લેલિસ્ટ શું છે?

મિત્રો તમે યુટ્યુબમાં પ્લેલિસ્ટ તો જરૂર જોઈ હશે, યુટ્યુબમાં પ્લેલિસ્ટ વિડિયોને લિસ્ટ કરવા માટે ઉપયોગી થાય છે.

યુટ્યુબમાં કોઈ પણ યુઝર પોતાના એકાઉન્ટ દ્વારા પ્લેલિસ્ટ બનાવી શકે છે, પોતાના મનપસંદ વિડિયોને અલગ-અલગ કેટેગરીની પ્લેલિસ્ટ બનાવીને તેમાં વિડિયોને લિસ્ટ કરી શકે છે.

યુટ્યુબ પ્લેલિસ્ટ બસ વિડિયોનો એક સંગ્રહ છે જેમાં વિડિયોની લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, તમે પ્લેલિસ્ટને પ્રાઇવેટ અથવા પબ્લિક રાખી શકો છો.

તમે જે પણ વિડિયો જોવો છો તેને સેવ કરતી વખતે તેને તમે પ્લેલિસ્ટમાં સેવ કરી શકો છો, પ્લેલિસ્ટથી તમારે અમુક કામના વિડિયોને શોધવું સરળ થઈ જાય છે પણ તમે તે વિડિયોને પ્લેલિસ્ટમાં સેવ કરેલા હોવા જરૂરી છે.

આશા છે કે આ શોર્ટ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે, અમે તમારા માટે લાંબી પોસ્ટની સાથે આવી શોર્ટ પોસ્ટ પણ જરૂર લાવતા રહીશું.

અન્ય પોસ્ટ પણ વાંચો: