યુટ્યુબ શોર્ટ્સ શું છે? Youtube Shorts વિશે માહિતી

આજથી 2 – 3 વર્ષ પહેલા લોકો યુટ્યુબ પર સૌથી વધારે 3 થી 5, 7, 10, 20, 30 વગેરે મિનિટના વિડિયો જોતાં હતા પણ 2016 પછી Tik Tok જેવા શોર્ટ વિડિયો પ્લૅટફૉર્મની શરૂઆત થઈ અને ત્યારબાદ 2018 પછી આ પ્લૅટફૉર્મ ખૂબ જ લોકપ્રિય થવા માંડ્યુ.

Tik Tok પ્લૅટફૉર્મમાં ઘણી ખાસિયત હતી જેમ કે તેમાં માત્ર 15 થી 60 સેકન્ડના વિડિયો આવતા, યુઝરને બસ પોતાની એક આંગળીથી સ્ક્રોલ કરવાનું, ઓટોમેટિક ફટાફટ વિડિયો આવતા જાય અને યુઝર તે વિડિયોનો આનંદ લેતો જાય.

Tik Tok ની લોકપ્રિયતાને કારણે Youtube ને પણ ખબર પડી કે નાના 1 મિનિટના ઊભા વિડિયોનું ભવિષ્ય ખૂબ વધશે અને યુઝરને ઘણું ગમશે, આ કારણે Youtube એ પોતાના પ્લૅટફૉર્મમાં “શોર્ટ્સ (Shorts)” ફીચર લોન્ચ કર્યું.

આજે આપણે જાણીશું આ Youtube Shorts વિશે જાણકારી.

 યુટ્યુબ શોર્ટ્સ વિશે માહિતી

યુટ્યુબ શોર્ટ્સ શું છે?

યુટ્યુબ શોર્ટ્સ એક Youtube પ્લૅટફૉર્મનું જ ફીચર છે જેના દ્વારા તમે Youtube પ્લૅટફૉર્મમાં 15 થી 60 સેકન્ડના ઊભા (Vertical) વિડિયો બનાવીને Youtube પર અપલોડ કરી શકો છો જેમાં તમે અલગ-અલગ Music પણ લગાવી શકો છો, બીજા વિડિયોના સાઉન્ડ પણ ઉપયોગ કરી શકો છો.

યુટ્યુબ શોર્ટ્સમાં તમે 15 થી 60 સેકન્ડના વિડિયો એક પછી એક સ્ક્રોલ કરીને જોઈ શકો છો, જેવી રીતે તમે Tik Tok નો ઉપયોગ કરતાં હતા તેવી રીતે તમે યુટ્યુબ શોર્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

યુટ્યુબ શોર્ટ્સ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું?

સપ્ટેમ્બર 2020માં બીટા વર્ઝનમાં યુટ્યુબ શોર્ટ્સ ભારતમાં લોન્ચ થયું હતું, ત્યારબાદ માર્ચ 2021માં આ ફીચર US માં લોન્ચ થયું અને પછી જુલાઈ 2021માં પૂરી દુનિયામાં આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું,

યુટ્યુબ પર શોર્ટ્સ વિડિયો કોણ બનાવી શકે છે?

યુટ્યુબ પર શોર્ટ્સ વિડિયો કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે, યુટ્યુબની એપમાં શોર્ટ્સ વિડિયો બનાવવાનું ફીચર આવે છે જેમાં તે ખૂબ સહેલાઈથી 15 થી 60 સેકન્ડના ઊભા વિડિયો બનાવીને અપલોડ કરી શકે છે, આ શોર્ટ્સ વિડિયોમાં Music પણ ઉમેરી શકાય છે અને અલગ-અલગ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે.

યુટ્યુબ શોર્ટ્સ વિશે તથ્ય

  • શું તમને ખબર છે કે યુટ્યુબ શોર્ટ્સ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થયું હતું કારણ કે તે વખતે ભારતમાં Tik Tok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું અને આ ખાલી જગ્યાને પૂરવા માટે યુટ્યુબએ શોર્ટ્સને સૌથી પહેલા ભારતમાં લોન્ચ કર્યું.
  • યુટ્યુબ શોર્ટ્સમાં તમે લાઈસેન્સ વાળા Music પણ ઉપયોગ કરી શકો છો, તમને શોર્ટ્સમાં આ ફીચર આપવામાં આવે છે.
  • યુટ્યુબ શોર્ટ્સના મહિનાના યુઝર 1.5 બિલ્યન જેટલા છે, Tik Tok ના સપ્ટેમ્બર 2021 ના રિપોર્ટ પ્રમાણે એક મહિનાના 1 બિલ્યન/પ્રતિ યુઝર છે.
  • યુટ્યુબ શોર્ટ્સ પર દરરોજ 15 બિલ્યન Views આવે છે.

મિત્રો આશા છે કે તમને આ યુટ્યુબ શોર્ટ્સ (Youtube Shorts) વિશેની માહિતી ખૂબ ઉપયોગી થઈ હશે, તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: