યુટ્યુબ હેંડલ્સ શું છે? બધી જ ચેનલને મળશે આ ફીચર

  • યુટ્યુબએ હવે પોતાના પ્લૅટફૉર્મમાં એક નવું ફીચર રજૂ કર્યું છે જેનું નામ છે “યુટ્યુબ હેંડલ્સ (Youtube Handles)”.
  • યુટ્યુબએ હવે યુટ્યુબ પર બધી જ ચેનલ માટે એક યુઝરનેમ જેવુ ફોર્મેટ તૈયાર કર્યું છે જેમાં બધી જ ચેનલો પાસે એક પોતાનું @username હશે.
  • જે રીતે આપણને Instagram અને Twitter જેવા પ્લૅટફૉર્મમાં યુઝરનેમ જોવા મળે છે જે બધા જ પ્રોફાઇલ પાસે અલગ હોય છે અને જેનાથી ડુપ્લિકેટ પ્રોફાઇલને તરત ઓળખી શકાય છે એ જ રીતે યુટ્યુબએ પણ ચેનલો માટે આ હેંડલ્સ નામનું ફીચર લોન્ચ કર્યું છે.
  • આ ફીચર આવતા મહિનાઓમાં જ બધાને મળવાનું ચાલુ થઈ જશે અને આ ફીચર માટે તમારી પાસે વધારે સબ્સક્રાઇબર હોય એવું જરૂરી નથી કારણ કે બધા જ યુટ્યુબ ચેનલ માટે આ ફીચર હશે.
  • આ ફીચરને કારણે બધા જ ચેનલનું એક અલગ URL પણ બની જશે જેમ કે “youtube.com/@username”.
  • યુટ્યુબ પર જે પહેલા “Custom URL” નામનું ફીચર હતું જેનો ઉપયોગ કરવા માટે યુટ્યુબ ચેનલ પાસે 100 સબ્સક્રાઇબર હોવા જોઈએ તો આ હેંડલ્સ ફીચર તેની જગ્યા લઈ રહ્યું છે.
  • આ યુટ્યુબ ચેનલનું યુઝરનેમ કમેંટ, શોર્ટ્સ વિડિયો, ચેનલ હોમપેજ વગેરેમાં જોવા મળશે. જો તમારી યુટ્યુબ પર કોઈ ચેનલ છે તો તમને જરૂર આ ફીચર ગમશે.
યુટ્યુબનું નવું ફીચર જે બધી જ ચેનલને મળશે

 અમારી અન્ય પોસ્ટ: