યૂટ્યુબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

મિત્રો આજે હું તમને આજે બતાવીશ કે યૂટ્યુબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? યૂટ્યૂબ દુનિયાનું સૌથી મોટું વિડિયો સ્ટ્રામિંગ પ્લૅટફૉર્મ છે અને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સર્ચ એંજિન છે. યૂટ્યૂબ પર આશરે 5 બિલ્યન જેટલા વિડિયો 1 દિવસમાં જોવાય છે.

ઘણા લોકોને યૂટ્યૂબમાં ડાર્ક મોડ ચાલુ કરવાની જરૂર પડે છે કારણ કે તેનાથી આંખને ઓછું નુકસાન થાય છે અને મોબાઇલની બેટરીમાં પણ બચત થાય છે.

આજે આપણે યૂટ્યૂબના ડાર્ક મોડ ફીચર વિશે વાત કરવાના છીએ. ડાર્ક મોડને ડાર્ક થીમ પણ કહેવામા આવે છે. કમ્પ્યુટર અને મોબાઇલ આ બંનેમાં યૂટ્યૂબ વપરાય છે અને આપણે બંને વિશે વાત કરીશું.

તમે કમ્પ્યુટરના યૂટ્યૂબ અને મોબાઇલના યૂટ્યૂબમાં પણ ડાર્ક મોડ ચાલુ કરી શકો છો. આપણે ડાર્ક મોડ કે ડાર્ક થીમ ચાલુ કરવાની પૂરી રીત જાણીશું.

યૂટ્યૂબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

યૂટ્યૂબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

યૂટ્યૂબ મોબાઇલ એપમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત:-

  1. મોબાઇલમાં યૂટ્યૂબ એપ ખોલો
  2. જમણી બાજુ ઉપર ખૂણામાં એક Icon પર ક્લિક કરો
  3.  નીચે Setting ના બટન પર ક્લિક કરો.
  4. ત્યાર બાદ પહેલા નંબર General પર ક્લિક કરો.
  5. તમને ત્રીજા નંબર પર Dark Theme નું બટન મળશે તો એના પર ક્લિક કરવું.

હવે તમારા યૂટ્યૂબ એપમાં ડાર્ક મોડ ચાલુ થઈ જશે.

હવે આપણે કમ્પ્યુટરના યૂટ્યૂબ વિશે વાત કરીએ.

યૂટ્યૂબ કમ્પ્યુટરમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત:-

  1. કમ્પ્યુટરના બ્રાઉજરમાં Youtube.com ખોલો.
  2. ત્યાર બાદ તમને ઉપર ખૂણામાં જમણી બાજુ 3 ડોટ દેખાશે તેની ઉપર ક્લિક કરવું 
  3. જો તમે યૂટ્યૂબમાં Sign in કરેલું હશે તો તમને એક આઇકોન દેખાશે તો તમારે તેની ઉપર ક્લિક કરવું.
  4. ત્યાર બાદ તમારે Appearance પર ક્લિક કરવાનું છે.
  5. પછી તમારે Dark Theme પર ક્લિક કરવાનું છે.

હવે તમારા કમ્પ્યુટરના યૂટ્યૂબમાં ડાર્ક મોડ ચાલુ થઈ ગયું છે.

હવે તમને કઈ તકલીફ પડતી હોય તો તમે આ નીચેનો વિડિયો જોઈ શકો છો.

હવે તમને યૂટ્યૂબમાં ડાર્ક મોડ કઈ રીતે ચાલુ કરાય? એ આવડી ગયું હશે. જો તમને કોઈ મુશ્કેલી આવે તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.