મિત્રો, તમને ખબર છે કે યૂટ્યૂબ (Youtube) દુનિયાની સૌથી મોટી વિડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ છે અને અહી દરરોજ કરોડો લોકો વિડિયો જોવા માટે આવે છે અને આટલી બધી પબ્લિક અહી વિડિયો જોવા આવે તો તેમાં ઘણી બધી પ્રોબ્લેમ આવે છે અને આ પ્રોબ્લેમને સુધારવા અને કઈક નવું ફીચર ઉમેરવા યૂટ્યૂબમાં અપડેટ લાવવામાં આવે છે.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે યૂટ્યૂબમાં કોઈ નવું અપડેટ આવે તો તે કેવી રીતે જોવું? અને તેમાં શું નવું આવ્યું? એના વિશે ખબર કેવી રીતે પડે? આ પોસ્ટ વાંચતાં રહો જેમાં તમને સરળ જાણકારી મળવાની છે.
યૂટ્યૂબમાં આવતા નવા અપડેટની જાણકારી કેવી રીતે મેળવવી?
યૂટ્યૂબમાં કોઈ પણ નવું અપડેટ આવે તો એની માહિતી તમને ઇન્ટરનેટ પર અલગ-અલગ સ્ત્રોત દ્વારા મળે છે અને એ અલગ-અલગ સ્ત્રોતની માહિતી તમને અહી મળશ.
યૂટ્યૂબના બ્લોગ પરથી
યૂટ્યૂબ ખૂબ મોટી વેબસાઇટ છે અને તેને લગતા સમાચાર આવતા રહેતા હોય છે, યૂટ્યૂબમાં કઈ પણ નવું અપડેટ કે પ્રોબ્લેમ આવે તો યૂટ્યૂબ તેમના બ્લોગ પર પોસ્ટ પબ્લીશ કરીને બધાને જણાવે છે.
તમે પોતાના બ્રાઉજરના URLમાં blog.youtube લખશો તો યૂટ્યૂબનો official બ્લોગ ખૂલી જશે, તે બ્લોગમાં તમને યૂટ્યૂબને લગતા સમાચાર, અપડેટ, પ્રોબ્લેમ વગેરે વિશે ખબર પડશે.
આ પણ વાંચો:- યૂટ્યૂબ વિશે જાણવા જેવી વાતો
ટ્વિટર પરથી
મિત્રો, ટ્વિટર પર યૂટ્યૂબના બધા જ official અકાઉંટ છે, આ અકાઉંટ દ્વારા યૂટ્યૂબ પર કોઈ પણ કઈક નવું અપડેટ અથવા પ્રોબ્લેમ આવ્યો હોય તો તમને ટ્વિટ દ્વારા ખબર પડી જશે.
ટ્વિટર પર તમે @youtube @youtubeindia @youtubecreators @teamyoutube ને ફોલો કરી શકો છો અને અન્ય પણ યૂટ્યૂબના ઘણા ટ્વિટર અકાઉંટ છે. જે અકાઉંટ પર વેરિફાઇડ ટીક હોય તેને જ ફોલો કરવું.
યૂટ્યૂબમાં તમને કોઈ પ્રોબ્લેમ દેખાય તો તમે @teamyoutube ને ટેગ કરીને ફરિયાદ પણ કરી શકો છો જેનાથી તે લોકો યૂટ્યૂબને વધુ સુધારવાનો પ્રયન્ત કરશે.
ગૂગલ ન્યુઝની મદદથી
ગૂગલ ન્યુઝ ગૂગલનું સમાચાર વાંચવાનું પ્લેટફોર્મ છે. ગૂગલ ન્યુઝ પ્લેટફોર્મ પર તમને યૂટ્યૂબનો વિષય મળશે અને જો તમે તે વિષયને ફોલો કરશો તો યૂટ્યૂબને લગતી જેટલી ન્યુઝ આવશે તે તમારી હોમ સ્ક્રીન પર દેખાશે.
તમે ગૂગલ ન્યુઝમાં અકાઉંટ બનાવી શકો છો અને ત્યાં “Youtube” સર્ચ કરો અને તે Topicને ફોલો કરો એટલે યૂટ્યૂબને વિશે કઈક નવું આવશે તો તમને ખબર પડી જશે.
યૂટ્યૂબ પરથી
યૂટ્યૂબ પર તમને એવી ઘણી બધી યૂટ્યૂબ ચેનલ મળશે તેને તમે સબ્સક્રાઈબ કરી શકો છો. તમે યૂટ્યૂબના Official ચેનલને સબ્સ્ક્રાઈબ કરી શકો છો અને બીજા ઘણા યૂટ્યૂબરના વિડિયો જોઈ શકો છો જે માત્ર યૂટ્યૂબના અપડેટ આપે છે અને યૂટ્યૂબને લગતી માહિતી આપે છે.
ટેક ન્યુઝ વેબસાઇટ પરથી
ઇન્ટરનેટ પર ઘણી બધી ટેક્નોલોજી સમાચાર આપતી વેબસાઇટ હોય છે જેમ કે Gadget 360, TheVerge, Techcrunch, Timesnownews અને Gadget Snow જેવી ઘણી બધી વેબસાઇટ છે. જેમને તમે રેગ્યુલર વાંચો તો તમને યૂટ્યૂબને લગતા અપડેટ હશે તો જરૂર જોવા મળશે.
આ રીતમાં તમારે દરરોજ વેબસાઇટને એક વખત ચેક કરતું રહેવું પડશે
પ્લેસ્ટોર પરથી
તમે ગૂગલ પ્લેસ્ટોર પર Youtube એપના About સેક્શનમાં જોશો તો યૂટ્યૂબમાં શું નવુ આવ્યું છે એના વિશે થોડી માહિતી તમને મળશે, પણ અમુક સમયે આ રીત કામ નથી કરતી કારણ કે યૂટ્યૂબની એપના Aboutમાં તમને અમુક વાર એક ને એક જ માહિતી જોવા મળશે.
આશા છે કે તમને આ થોડી માહિતી કામ લાગી હશે અને આ પોસ્ટ દ્વારા તમને કઈક નવું શીખવા મળ્યું હશે. અમે તમારી માટે આવી જ પોસ્ટ લાવતા રહીએ છે એટલે તમે અમારા ટેલિગ્રામ ચેનલ @techzword સાથે પણ જોડાઈ જજો જેથી અમારી પોસ્ટની અપડેટ તમને મળતી રહે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-