આજના સમયમાં યૂટ્યૂબ વિડિયો જોવા માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે તેને કારણે અહી કોઈ નવું વ્યક્તિ 1 વિડિયો જોવા માટે આવે તો બીજા ઘણા બધા વિડિયો પણ એ જોઈને જતો હોય છે. તમે દરરોજ ઘણા વિડિયો જોવો છો પણ તમને ખબર નથી કે તમે કેટલો સમય વિડિયો જોવામાં પસાર કરો છો.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે તમે યૂટ્યૂબમાં કેટલો સમય વિડિયો જોવામાં પસાર કર્યો એ કઈ રીતે જાણવું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.
યૂટ્યૂબ પર વિડિયો જોવામાં કેટલો સમય પસાર કર્યો એ જાણવાની રીત
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં યૂટ્યૂબ એપ ખોલો.
- હવે જમણી બાજુ ઉપર ખૂણામાં તમારા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે Time watched પર ક્લિક કરો.
- હવે તમે કેટલો સમય યૂટ્યૂબમાં વિતાવ્યો તેનો ગ્રાફ તમને જોવા મળશે. તમે દરરોજ એવરેજ કેટલો સમય યૂટ્યૂબ પર વિડિયો જોવો છો તે પણ તમને જોવા મળશે અને ગયા 7 દિવસમાં કેટલો સમય વિડિયો જોયો એની પણ જાણકારી તમને મળશે.
આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, પોતાના મિત્રોને પણ આ પોસ્ટ શેર કરીને આ રીત વિશે જણાવો, તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવો?
➤ ગૂગલ કીપની નોટ્સમાં બેકગ્રાઉંડ કલર કેવી રીતે બદલવો?
➤ ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું?