રેડિટ (Reddit) વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

આજે આપણે એક લોકપ્રિય વેબસાઇટ વિશે રસપ્રદ જાણકારી જાણીશું જેનું નામ છે રેડિટ (Reddit.com). રેડિટ એક અમેરિકન સામાજિક સમાચાર એકત્રીકરણ અને ફોરમ જેવી વેબસાઇટ છે જ્યાં યુઝર ફોટા, વિડિયો અને લિન્ક જેવા અલગ-અલગ પ્રકારના કન્ટેન્ટ પોસ્ટ કરી શકે છે.

જુલાઈ 2021ના રોજ એલેક્સા અનુસાર રેડિટ પૂરી દુનિયામાં 20મી સૌથી લોકપ્રિય વેબસાઇટ છે અને રેડિટને ઇન્ટરનેટનું પ્રથમ પાનું પણ કહેવાય છે. તો ચાલો આજે આપણે આ ઇન્ટરનેટના પ્રથમ પાનાં વિશે રસપ્રદ માહિતી જાણીએ.

રેડિટ (Reddit) વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

રેડિટ વિશે રસપ્રદ જાણકારી

 • રેડિટ એક એવી વેબસાઇટ છે જ્યાં યુઝર અલગ-અલગ પ્રકારની સામગ્રી પોસ્ટ કરી શકે છે અને રેડિટ યુઝર તે સામગ્રીને અપવોટ કે ડાઉનવોટ દ્વારા રેટિંગ પણ આપી શકે છે.
 • રેડિટ પર અલગ-અલગ વિષયો પર 1 લાખથી પણ વધારે કમ્યુનિટી આવેલી છે જેને “સબરેડિટ” કહેવાય છે.
 • રેડિટમાં બધા યુઝર પાસે “કર્મા પોઈન્ટ” હોય છે જે નક્કી કરે છે કે તે યુઝર રેડિટ પર કેટલો લોકપ્રિય છે અને તેને પ્લૅટફૉર્મ પર કેટલું યોગદાન આપેલું છે.
 • રેડિટ પર આશરે 58% જેટલા યુઝરની ઉંમર 18 થી 29 ની વચ્ચે છે અને 63% યુઝરની ઉંમર 25ની અંદર છે.
 • રેડિટ પાસે 81% એવા યુઝર છે જે તેમના પ્લૅટફૉર્મ પર ફરી પાછા આવે છે.
 • આશરે 40% એવા યુઝર છે જે રેડિટ પર તેની મોબાઇલ એપ દ્વારા પહોચે છે.
 • રેડિટ પર સફળ પોસ્ટ કેવી રીતે બનાવવી એ જાણવા માટે એક PHD વિધ્યાર્થીએ રેડિટના ખૂબ વધારે સક્રિય સબરેડિટમાંથી ટોપ 850, 000 પોસ્ટનું વિશ્લેષણ કર્યું હતું.
 • રેડિટ પર દિવસના 52 મિલ્યન સક્રિય વપરાશકર્તા છે.
 • રેડિટના 3 સ્થાપકો છે જેમાં Steve Huffman, Alexis Ohanian અને Aaron Swartz છે.
 • રેડિટ પૂરી દુનિયામાં 70 જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 • 2019ના અંત સુધી રેડિટ પર 430 મિલ્યન જેટલા સક્રિય મહિનાના યુઝર હતા.

તો મિત્રો આશા છે કે આજે તમને રેડિટ પ્લૅટફૉર્મ વિશે કઈક રસપ્રદ જાણકારી જાણવા મળી હશે. શું તમે રેડિટ વાપરો છો? તમારા અનુભવ જરૂર જણાવજો જેથી બીજા મિત્રો રેડિટ વિશે વધારે જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

સ્ત્રોત:
www.reddit.com
en.wikipedia.org/wiki/Reddit
websitebuilder.org/blog/reddit-statistics
www.socialmediatoday.com/user_media/diveimage/reddit_info.jpg