રોમ એટલે શું? – ROM મેમરી વિશે જાણકારી

કમ્પ્યુટરમાં તમે અલગ-અલગ મેમરી વિશે જરૂર સાંભળ્યુ હશે અને તેમાં સૌથી લોકપ્રિય રેમ (RAM) મેમરી હોય છે. રેમ મેમરી વિશે તમે ઘણું જાણ્યું હશે કે RAM મેમરી કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં આવે છે.

કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં બીજી પણ મેમરી આવે છે જેને રોમ (ROM) કહેવાય છે. આજે આપણે રોમ મેમરી વિશે જાણકારી જાણીશું જેમાં રોમ એટલે શું? રોમ મેમરીના પ્રકાર જેવી વગેરે માહિતી જાણીશું.

ROM મેમરી વિશે જાણકારી

રોમ (ROM) એટલે શું?

ROM નું પૂરું નામ Read-only memory છે. આ કમ્પ્યુટરની એવી મેમરી છે જેને વાંચી શકાય છે અને આ એક નોન-વોલોટાઇલ મેમરી હોય છે એટલે આ મેમરીમાં એક વખત કોઈ ડેટા સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે કમ્પ્યુટર બંધ થાય તો પણ તેમાં તે ડેટા સ્ટોર રહે છે.

ROM મેમરીમાં કમ્પ્યુટરના શરૂઆતના પ્રોગ્રામ જેમ કે BIOS ઇન્સ્ટોલ હોય છે. ROM મેમરીમાં ફર્મવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

ROM મેમરી કમ્પ્યુટરને ચાલુ થવામાં મદદ કરે છે અને બૂટિંગ પ્રોસેસમાં જે દેખાય છે તે કમ્પ્યુટરની ROM મેમરીમાં સ્ટોર કરેલું હોય છે. જ્યારે કમ્પ્યુટરના હાર્ડવેર ફેકટરીમાં બનતા હોય ત્યારે જ ROM મેમરીને પ્રોગ્રામ કરવામાં આવે છે જેથી કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે તે ROM મેમરીમાંથી ડેટા વાંચી શકે.

કમ્પ્યુટરમાં ઘણી અલગ-અલગ પ્રકારની મેમરી હોય છે જેમ કે પ્રાઇમરી અને સેકન્ડરી તો ROM મેમરી પ્રાઇમરી મેમરીનો ભાગ છે.

ROM મેમરી કમ્પ્યુટર સિવાય બીજા ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં ઉપયોગ કરવામાં આવે છે જેમ કે વોશિંગ મશીન, સ્માર્ટ વોચ, ટીવી રિમોટ જેવા વગેરે ઈલેક્ટ્રોનિક ઉપકરણ.

રોમ મેમરીના ઉદાહરણ

  • જ્યારે તમે તમારા સ્વિચ ઓફ મોબાઇલને ચાલુ કરો છો તો તે વખતે જે મોબાઇલની કંપની હશે તેનો જ તમને લોગો જોવા મળશે કારણ કે તે કંપનીએ તે મોબાઇલની ROM મેમરીમાં ડેટા સ્ટોર કરેલો છે કે જ્યારે કોઈ ફોનને સ્વિચ ઓન કરે તો આ મોબાઇલ કંપનીનો લોગો આવવો જોઈએ.
  • વોશિંગ મશીનમાં પણ ROM મેમરી હોય છે. જ્યારે તમે તેમાં 10 મિનિટ ટાઈમર સેટ કરો છો, જેમ કે આ વોશિંગ મશીન 10 મિનિટ ફરવું જોઈએ અને 5 મિનિટમાં જ વીજળી જતી રહે તો તે વોશિંગ મશીન બીજી 5 જ મિનિટ ફરશે કારણ કે તેની ROM મેમરીમાં ડેટા પ્રોગ્રામ કરેલા હોય છે.
  • ટીવીના રિમોટમાં પણ ROM મેમરી હોય છે તેને કારણે તમે જે બટન દબાવો તો તેના બટન ROM મેમરીમાં જે કાર્ય ગોઠવેલા હોય એ પ્રમાણે કામ કરે છે.

ROM મેમરીના આવા ઘણા ઉદાહરણ હોય છે.

રોમ મેમરીના પ્રકાર

PROM (Programmable Read Only Memory):- આ એક એવી ROM મેમરી હોય છે જેને એક જ વખત પ્રોગ્રામ કરવામાં આવે છે અને ફરી વખત તેમાં રહેલા ડેટાને ડિલીટ કે ફરી બદલી નથી શકાતા.

EPROM (Erasable Programmable Read Only Memory):- આ એવી ROM મેમરી હોય છે જેમાં રહેલા ડેટાને ડિલીટ કરી શકાય છે પણ જ્યારે કમ્પ્યુટર બંધ થાય ત્યારે તેમાં રહેલા ડેટા ડિલીટ નથી થતાં કારણ કે આપણે જાતે તેમાં રહેલા ડેટાને અલગ રીતથી ડિલીટ કરવા પડે છે.

EEPROM (Electrically Erasable Programmable Read Only Memory):- આ એવી ROM મેમરી હોય છે જેમાં ઇલેક્ટ્રિકલી ડેટાને મિટાવી શકાય છે અને બદલી શકાય છે.

તો મિત્રો આશા છે કે તમને આ ROM વિશે માહિતી પસંદ આવી હશે. અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-