લિંકડિનમાં ઓટો-પ્લે વિડિયોને બંધ કેવી રીતે કરવું?

મિત્રો લિંકડિન એક પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે અને તેનો ઉપયોગ આપણે રોજ કરતાં હોઈએ છીએ, ઘણી વખત આપણી સામે વિડિયો આવી જાય અને તે ઓટોમેટિક વિડિયો ચાલુ થઈ જાય છે.

વિડિયોને જ્યારે આપણે જાતે ક્લિક કરીએ ત્યારે ચાલુ થાય તો એ સારું કહેવાય, આજે આપણે આ ઓટો-પ્લે વિડિયોને બંધ કરવાની રીત જાણીશું.

આ ફીચરને બંધ કરશો એટલે તમારી સામે જે પણ વિડિયો આવશે એ ક્લિક કર્યા વગર નહીં ચાલુ થાય અને તમારી ઈચ્છાથી તે વિડિયો ચાલુ થશે.

લિંકડિનમાં ઓટો-પ્લે વિડિયોને બંધ કરવાની રીત

લિંકડિનમાં ઓટો-પ્લે વિડિયોને બંધ કરવાની રીત

Settings & Privacy પર ક્લિક કરો.

સૌથી પહેલા લિંકડિનની વેબસાઇટમાં જઈને જમણી બાજુ ઉપર આવેલા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને Settings & Privacy પર ક્લિક કરો.

Autoplay videos setting linkedin

હવે Account preferences પર ક્લિક કરીને Site preferences પર ક્લિક કરો અને Autoplay videos પર ક્લિક કરો, પછી ટોગલને No કરી દો.

આવી રીતે તમે તમારા લિંકડિનમાં ઓટોપ્લે વિડિયો ઓપ્શનને બંધ કરી શકો છો.

લિંકડિનની મોબાઇલ એપમાં ઓટોપ્લે વિડિયોને બંધ કરવા માટે તમે નીચેનો વિડિયો જરૂર જોજો જે તમને કામ લાગશે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-