લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને પાછી તેને કેવી રીતે લગાવવી? [ફોટા સાથે સરળ રીત જાણો]

અત્યારના સમયમાં બધા જ લોકો ડેસ્કટોપ કમ્પ્યુટરની જગ્યાએ લેપટોપ કમ્પ્યુટર વાપરવાનું પસંદ કરે છે કારણ કે તે એક પોર્ટેબલ ડિવાઇસ છે અને તેને આપણે કોઈ પણ જગ્યાએ બેસીને વાપરી શકીએ છે પણ જો ડેસ્કટોપ કમ્પ્યુટરની વાત કરીએ તો તેને આપણે એક જ જગ્યાએ બેસીને વાપરવું પડે છે.

લેપટોપ કમ્પ્યુટરમાં ઘણી વખત બેટરીનો પ્રોબ્લેમ આવે છે અને તેને લીધે લેપટોપની બેટરીને તમારે કાઢવી પણ પડે છે, તેને લીધે આજે હું તમને જણાવીશ કે તમે કેવી રીતે પોતાના લેપટોપની બેટરીને કાઢી શકો છો અને તેને લગાવી પણ શકો છો.

લેપટોપની બેટરી કાઢવાની અને તેને લગાવવાની સરળ રીત

લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને લગાવવી તેની સરળ રીત:-


લેપટોપ બેટરીને કાઢતા પહેલા આ વાતો જરૂર ધ્યાનમાં રાખો

  • તમારે લેપટોપને પૂરી રીતે શટ ડાઉન કરી દેવુ પડશે, તમે લેપટોપમાં Sleep Mode ચાલુ કરીને પણ તેની બેટરી ન કાઢતા.
  • તમારે લેપટોપનો ચાર્જિંગનો પ્લગ કાઢી નાખવો જોઈએ એટલે તેનો પૂરો પાવર સોર્સ બંધ થઈ જાય.
  • આ પોસ્ટમાં તમને Lenovoનું લેપટોપ બતાવવામાં આવ્યું છે એટલે જો અહી જે સ્ટેપ બતાવ્યા છે એ તમને લાગુ ન પડે તો સર્વિસ સેન્ટરને જરૂર ફોન કરીને તમે પૂછી શકો છો અને તમારા લેપટોપની વેબસાઇટ પર પણ માહિતી મેળવી શકો છો.

જો તમે લેપટોપમાં ચાલુ ચાર્જિંગમાં બેટરી કાઢવાનો પ્રયન્ત કરશો તો તેમાં કદાચ તમને ઇલેક્ટ્રીક શોક પણ લાગી શકે છે એટલે આ બંને સાવચેતી તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.


લેપટોપ બેટરીને કાઢવાની સરળ રીત


લેપટોપને પૂરી રીતે બંધ કરી દો.
  • સૌપ્રથમ લેપટોપને પૂરી રીતે શટ ડાઉન એટલે બંધ કરી દો અને તેના ચાર્જિંગ પ્લગને બંધ કરી દો જેથી તેનો પાવર સોર્સ બંધ થઈ જાય.

આ છે તમારા લેપટોપની બેટરી
  • હવે લેપટોપને ઊંધું મૂકી દો અને આગળની બાજુ તમને એક પેનલ જેવુ દેખાશે તો તેને તમારે કાઢવું પડશે કારણ કે એ જ તમારા લેપટોપની બેટરી છે.

આને લેચ કહેવાય છે

  • એ પેનલની આજુ-બાજુ 2 લેચ દેખાશે તો તેને તમારે વિરુદ્ધ બાજુ ખસેડવાના છે, જેમાં 1 લેચ સ્પ્રિંગવાળો હોય શકે છે એટલે એકને તમારે આંગળી વડે ખસેડી જ રાખવો પડશે. (જો તમને તમારા લેપટોપમાં આવા લેચ ન દેખાય તો તેની વેબસાઇટ પર સપોર્ટ ટિમ સાથે અથવા સર્વિસ સેન્ટરમાં બતાવી જોવું કારણ કે તે તમારી મદદ કરી શકે છે.)

આવી રીતે બેટરી કાઢો

  • હવે લેપટોપની બેટરીની નીચે તમારી 4 આંગળી મૂકો અને અંગૂઠા વડે તમારી તે બેટરીને બહાર ખેંચવાનો પ્રયન્ત કરો અને બંને લેચને વિરુદ્ધ દિશામાં ખસેડી રાખજો.

આવી રીતે બેટરી નીકળી જશે
  • આવી રીતે તમારી લેપટોપની બેટરી નીકળી જશે.


લેપટોપની બેટરીને લગાવવાની સરળ રીત


આવી રીતે લેપટોપ બેટરી સેટ થઈ જશે
  • તમે જેવી રીતે બેટરીને કાઢી તેવી જ રીતે તેને મૂકો અને બંને લેચને વિરુદ્ધ દિશામાં ખસેડો અને બેટરીને ધીમે-ધીમે આગળ ધક્કો મારો અને લેચને બંધ કરી દો એટલે તમારી બેટરી લેપટોપમાં સેટ થઈ જશે.


મિત્રો આવી રીતે તમે તમારા લેપટોપમાં બેટરીને કાઢી અને તેને લગાવી શકો છો, જો તમારે પોતાની બેટરીની માહિતી જોવે તો તે બેટરીની પાછળ જ લખેલી હોય છે.

આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, જો પસંદ આવી હોય તો આ પોસ્ટને સેવ કરી દેજો કારણ કે ક્યારે ને ક્યારે તમને આ રીત જરૂર કામ લાગશે.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

કમ્પ્યુટર નેટવર્ક એટલે શું?

કમ્પ્યુટરમાં કોપી, કટ અને પેસ્ટ શું હોય છે?

કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડિલીટ કેવી રીતે કરાય?

કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર કેવી રીતે બનાવાય?

કમ્પ્યુટર ચાલુ કે બંધ કેવી રીતે કરાય?