લેપટોપ કમ્પ્યુટર એટલે શું? – Laptop વિશે જાણકારી

મિત્રો તમને ડેસ્કટોપ કમ્પ્યુટર વિશે તો ખબર જ હશે કે તે કેવું કમ્પ્યુટર છે પણ આજે આપણે લેપટોપ કમ્પ્યુટર વિશે વાત કરવાના છીએ જેમાં તમને જાણવા મળશે કે લેપટોપ કમ્પ્યુટર શું હોય છે? તો ચાલો આપણે જાણીએ લેપટોપ કમ્પ્યુટર વિશે જાણકારી.

લેપટોપ એટલે શું?

લેપટોપ કમ્પ્યુટર શું છે? – What is Laptop in Gujarati?

લેપટોપ એક એવું પર્સનલ કમ્પ્યુટર હોય છે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ અને લેપટોપ, બેટરી દ્વારા ચાલવાથી તેને આપણે મુસાફરી કરતી વખતે, બહાર કોઈ બગીચામાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ વીજળીની ચિંતા કર્યા વગર ઉપયોગ કરી શકીએ છીએ.

લેપટોપમાં આપણને ડેસ્કટોપ કમ્પ્યુટર જેવા જ ફીચર મળે છે પણ લેપટોપ પોર્ટેબિલિટી માટે વધારે જાણીતું છે એટલે કે તેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈએ શકીએ છીએ અને તેનું વજન પણ ઓછું હોય છે અને તે જગ્યા પણ ઓછી રોકે છે.

જેમ આપણે મોબાઇલને દરરોજ ચાર્જ કરીએ છીએ તેવી જ રીતે આપણે લેપટોપને પણ ચાર્જ કરવું પડે છે અને તે લેપટોપની બેટરીની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે તે 3-4 કલાક કે તેનાથી વધારે સમય પણ ચાલે છે.

લેપટોપને નોટબૂક પણ કહેવાય છે કારણ કે તે કોઈ પુસ્તક (નોટબૂક) ની જેમ બંધ થઈ શકે છે અને તેને આપણે ખોલી શકીએ છીએ.

લેપટોપમાં આપણને એક સરસ સ્ક્રીન મળે છે, સાથે કીબોર્ડ, ટચપેડ, વેબકેમ, માઇક જેવી વગેરે વસ્તુઓ આપણને લેપટોપમાં જોવા મળે છે.

Laptop Computer

લેપટોપના પ્રકાર

  • Notebook
  • Ultraportable
  • Ultrabook
  • Chromebook
  • MacBook
  • Convertible Laptop
  • Tablet as a laptop
  • Netbook

લેપટોપ ઉપયોગ કરવાના ફાયદા

  • લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં નાનું હોય છે જેથી લેપટોપનો ઉપયોગ કરવા માટે તમારે ઓછી જગ્યાની જરૂર પડે છે.
  • લેપટોપને પાવર બેટરી દ્વારા મળે છે જેથી તમારે બેટરીને એક વખત મોબાઇલની જેમ ચાર્જ કરવી પડે છે અને પછી તમે તેનો ઉપયોગ તમે કોઈ પણ પાવર કેબલ લગાવ્યા વગર કરી શકો છો.
  • લેપટોપ એક પોર્ટેબલ ડિવાઇસ છે જેથી તેને તમારે કોઈ પણ જગ્યા પર લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો છો.
  • લેપટોપનું વજન ખૂબ જ ઓછું હોય છે જેથી તમે તેને બેગમાં પણ આરામથી મૂકીને મુસાફરી કરી શકો છો.
  • લેપટોપમાં તમને ઈન-બિલ્ટ કીબોર્ડ, ટચપેડ, માઇક, વેબકેમ કે સ્પીકર જેવી સુવિધા મળે છે જેથી લેપટોપ એક પૂર્ણ ડિવાઇસ હોય છે અને તમારે કોઈ વધારાનું ઉપકરણ લેવાની જરૂર પડતી નથી.

લેપટોપ ઉપયોગ કરવાના નુકસાન

  • લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં ઘણું મોંઘું હોય છે.
  • લેપટોપને રીપેર કરવું ઘણું મુશ્કેલ હોય છે જેથી રીપેર કરવાવાળો વ્યક્તિ તમારી પાસે વધારે ચાર્જ લઈ શકે છે.
  • લેપટોપના બધા કમ્પોનેંટ ઘણા મોંઘા હોય છે.
  • લેપટોપમાં જો હાથમાથી નીચે પડી જાય, લેપટોપ પર પાણી, ચા, જ્યુસ જેવી પ્રવાહી વસ્તુ પડે તો લેપટોપને ઘણું નુકસાન થઈ શકે છે.
Laptop and Desktop Computer

લેપટોપ કમ્પ્યુટર અને ડેસ્કટોપ કમ્પ્યુટરમાં શું તફાવત છે?

લેપટોપ અને કમ્પ્યુટરમાં ઘણા તફાવત છે જે નીચે જણાવવામાં આવ્યા છે.

જેમ કે..

  • લેપટોપ કમ્પ્યુટર પોર્ટેબલ ડિવાઇસ હોય છે પણ ડેસ્કટોપ કમ્પ્યુટર પોર્ટેબલ હોતું નથી એટલે કે તેને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ નથી જઈ શકાતું.
  • લેપટોપ કમ્પ્યુટર બેટરી દ્વારા ચાલે છે અને ડેસ્કટોપ કમ્પ્યુટર ડાઇરેક્ટ પાવર કેબલની મદદથી વીજળી દ્વારા ચાલે છે.
  • લેપટોપમાં તમને અંદરથી જ કીબોર્ડ, માઉસ, સ્પીકર, વેબકેમ, માઇક વગેરે મળે છે પણ ડેસ્કટોપ કમ્પ્યુટરમાં તમારે આ બધા ઉપકરણને ખરીદવા પડે છે.
  • લેપટોપ કમ્પ્યુટર, એક સરખા સ્પેસિફિકેશન વાળા ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં મોંઘા હોય છે.
  • લેપટોપને તમે વીજળી વગરના વિસ્તારમાં ચલાવી શકો છો પણ ડેસ્કટોપ કમ્પ્યુટર માટે ફરજિયાત વીજળી જરૂરી જ છે.
  • લેપટોપ કમ્પ્યુટર, ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં વજનમાં હલકું, ઓછી પાવર લેવા વાળું, ઓછી જગ્યા રોકે એવું હોય છે પણ ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આ બધુ વિરોધી હોય છે.
  • ડેસ્કટોપ કમ્પ્યુટરના કમ્પોનેંટ સરળતાથી છૂટા પડી શકે છે પણ લેપટોપના કમ્પોનેંટને છૂટા પાડવું ઘણું મુશ્કેલ છે.

આ એક લેપટોપનું ચિત્ર છે.

લેપટોપ બનાવતી કંપનીઓના નામ

  • Apple
  • Acer
  • Asus
  • Allview
  • Dell
  • Google
  • HP
  • LG
  • Lenovo
  • Huawei
  • Micro-Star International (MSi)
  • Microsoft
  • Nokia
  • Panasonic
  • Razer
  • Realme
  • Samsung Electronics
  • Xiaomi
  • VAIO

તો મિત્રો આશા છે કે તમને લેપટોપ વિશે આ માહિતી પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે પણ આ જાણકારી જરૂર શેર કરો જેથી તેમને પણ કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-