
સોશિયલ મીડિયામાં ટ્રેંડિંગને કોઈ વિષય અથવા હેશટેગ સાથે જોડવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં ટ્રેંડિંગ કોઈ હેશટેગ અથવા વિષય હોય છે.
કોઈ એક સમયમાં લોકો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં કયા વિષય ઉપર વાતો કરી રહ્યા છે અથવા કયા હેશટેગને પોતાના કન્ટેન્ટમાં ઉપયોગ કરીને તે કન્ટેન્ટને પબ્લિશ કરી રહ્યા છે તો તેને ટ્રેંડિંગ વિષય (Trending Topic) અથવા ટ્રેંડિંગ હેશટેગ (Trending Hashtag) કહેવામાં આવે છે.
જે સમયમાં જે સૌથી વધારે વિષય લોકપ્રિય હોય તો તેને તે સમયનો ટ્રેંડિંગ વિષય કહેવામાં આવે છે. તમે ટ્રેંડિંગ ટોપિક પણ કહી શકો છો.
જો કોઈ સોશિયલ મીડિયા યુઝર ટ્રેંડિંગ ટોપિકને ધ્યાનમાં રાખીને કોઈ પોસ્ટ અથવા વિડિયો અપલોડ કરે તો તેની પોસ્ટ અથવા વિડિયો વધારે લોકો સુધી પહોચી શકે છે કારણ કે લોકો તે ટ્રેંડિંગ વિષયને વધારે તે સમયમાં જોતાં હોય છે.
દર સમયએ ટ્રેંડિંગ ટોપિક બદલાતા હોય છે.
આજે કઈક અલગ વસ્તુ ટ્રેંડિંગમાં છે તો કાલે કોઈ બીજી વસ્તુ ટ્રેંડિંગમાં હશે. ટ્રેંડિંગનો ગ્રાફ ઉપર જઈને તરત નીચે આવતો હોય છે.
માર્કેટર અથવા કન્ટેન્ટ ક્રિએટર ટ્રેંડિંગ વિષયો અથવા ટ્રેંડિંગ હેશટેગને ખૂબ ધ્યાનમાં લઈને કોઈ પણ કન્ટેન્ટ અપલોડ કરતાં હોય છે જેથી તેમના કન્ટેન્ટને વધારે પહોચ મળે.
આશા છે કે તમને સોશિયલ મીડિયાની દુનિયામાં ટ્રેંડિંગ શબ્દનો અર્થ સમજાઈ ગયો હશે.
તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- સોશિયલ મીડિયામાં “શેડો બેન (Shadow ban)” શું હોય છે?
- ભારતીય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ શેરચેટ વિશે જાણવા જેવી માહિતી!
- સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે શું? જાણો બિઝનેસને પ્રોમોટ કરવાની રીત
- જાણો સૌથી વધારે સબ્સક્રાઇબર ધરાવતા યુટ્યૂબર મિસ્ટર બિસ્ટના કન્ટેન્ટની પહોચ વિશે!
- શું તમે સોશિયલ મીડિયા પર બ્લોક થઈ ગયા છો? શું બહાર નીકળવા માંગો છો? જાણો એક સચ્ચાઈ