અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધી રહ્યો છે. આ ઈન્ટરનેટ શબ્દ વેબ પરથી જ આવેલો છે. આ www (વર્લ્ડ વાઈડ વેબ) એટલે શું? wwwની શરૂઆત કયારે થઈ? wwwનો ઇતિહાસ અને કેવી રીતે ઇન્ટરનેટ શબ્દ www સાથે જોડાયેલો છે તેના વિશે આજે આપણે જાણીશું.
તમે જયારે ગૂગલ અથવા બ્રાઉઝરના URLમાં કોઈ પણ વેબસાઈટનું નામ સર્ચ કરશો એટલે વેબસાઈટના URL એડ્રેસની આગળ www લખેલું આવશે, આ કેમ આવે છે તેના વિશે પણ જાણીશું.
www (વર્લ્ડ વાઇડ વેબ) એટલે શું?
www એ ઈન્ટરનેટની એક સેવા છે. www એ ડેટાથી બનેલું આખું માળખું છે. આ ડેટા સંપુર્ણ રીતે હાઇપરટેક્સ્ટ (Hypertext) સાથે જોડાયેલા છે. હાઇપરટેક્સ્ટની અંદર ડોક્યુમેન્ટ, ફાઈલ્સ ફોર્મેટ, ફોટો, વીડિયો, અવાજ વગેરેનો સમાવેશ થાય છે.
તમને ખબર નહિ હોય કે આ બધા એક હાઇપરટેક્સ્ટ ભાષામાં કન્વર્ટ થઇને તમને બધાને વેબ પર જોવા મળે છે. તમે બધા વેબસાઈટ શબ્દથી પરિચિત છો, પણ તમારી વેબસાઈટની ઓળખાણ આ વર્લ્ડ વાઈડ વેબ થી થાય છે. આ એક એવી ખોજ છે જેનાથી તમારી વેબસાઈટનું એક વિશેષ નામકરણ થાય છે.
www (વર્લ્ડ વાઈડ વેબ)ના ફંકશન અથવા પ્રોટોકોલ કયા-કયા છે?
www ના ફંકશન જેવા કે ‘HTML, HTTP, વેબ સર્વર, વેબ બ્રાઉઝર, URL’ વગેરે છે. ચાલો આ ફંકશન વિશે વિસ્તારમાં જાણીએ.
- HTML :- HTML પૂરું નામ ‘હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજ (hypertext markup language)’ છે. Html આપણને એક હાયપર ટેક્સ્ટ લિંક આપે છે. જેનાથી કોઈ યુઝર હોય તો તેને આ લિંકની મદદથી વેબસાઇટનું વેબ પેજ ઍક્સેસ કરવામાં મદદરૂપ થાય છે. HTMLનો ઉપયોગ વેબ ડેવલોપમેંટ માટે થાય છે.
- HTTP :- HTTPનું પૂરું નામ હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ( hypertext Transfer Protocol) છે. Http એ એક ક્લાઈન્ટ સર્વર પ્રોટોકોલ છે. Http નો ઉપયોગ સૌથી પહેલા html ફાઇલ અથવા ડેટાને ટ્રાન્સફર કરવા માટે થતો હતો પણ અત્યારે ફોટો, વીડિયો, ઓડિયો, ટેક્સ્ટ ફાઈલ વગેરેને ટ્રાન્સફર કરવા માટે પણ થાય છે. આ પ્રોટોકોલને www અને ઈન્ટરનેટ એન્જિનિરિંગ ટાસ્ક ફોર્સએ મળીને તૈયાર કરેલ છે. Http એ વેબ બ્રાઉઝર, ઈન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ બ્રાઉઝર, વેબ સર્વરની વચ્ચે રહેલી ફાઇલને નિયંત્રણ કરે છે.
- Web Server :- વેબ સર્વર જે વેબસાઇટની અંદર વેબ પેજ બનાવેલા હોય એને લોકો સુધી પહોચાડવાનું કામ કરે છે. વેબ સર્વર 2 રીતે કામ કરે છે, એક તો મશીન દ્વારા સર્વર બનાવીને અને બીજું સોફ્ટવેર દ્વારા સર્વર બનાવીને કામ કરાવી શકાય છે. વેબ સર્વરના ફીચર્સ વિશે વાત કરીએ તો એમાં ઓથેન્ટીકેશન, સિક્યુરિટી, હેન્ડલિંગ, કન્ટેન્ટ કમ્પ્રેસન, Virtual હોસ્ટિંગ, મોટી ફાઈલને સપોર્ટ કરવું, બેન્ડવીથ થ્રોટલિંગ વગેરે છે. વેબ સર્વરના કેટલાક પ્રકાર છે જેમ કે અપાચે વેબ સર્વર, આઈ આઈ એસ સર્વર, લાઈટ સ્પીડ વેબ સર્વર વગેરે.
- Web browser :- વેબ બ્રાઉઝર એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વેબ બ્રાઉઝર ઈન્ટરનેટ પર રહેલી વેબસાઈટના અંદરના વેબપેજની માહિતી યુઝર જે સર્ચ કરે છે તે પ્રમાણે તેની ભાષામાં દેખાડે છે. વેબપેજ પર રહેલા એનિમેશન ગ્રાફિક્સ, ફોટો, વીડિયો, વેબ પ્રોગ્રામને આ વેબ બ્રાઉઝર સરળ રીતે દેખાડે છે. વેબ બ્રાઉઝરના કેટલાક નામ છે જેમ કે ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, મોજીલા ફાયરફોક્સ, ઓપેરા, સફારી, વગેરે…
- URL :- URLનું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર (uniform resource locator) છે. આ એક પ્રકારનું ફોર્મટેડ ટેક્સ્ટ સ્ટ્રીન્ગ હોય છે. URLનો ઉપયોગ કોઈપણ વેબ પેજને યુઝરની સામે લાવા માટે થાય છે. અથવા તો તમને વેબસાઈટના વેબ પેજ સુધી પહોંચાડે છે. URLએ ઈન્ટરનેટની વેબસાઈટના અથવા તેના વેબ પેજનું એડ્રેસ હોય છે. તમે જો કોઈ વેબસાઈટનું નામ જોયું હોય ને તો તેને તમે એક રીતે URL એડ્રેસ પણ કહી શકો છો. આ URL તમારી વેબસાઈટને નામ આપીને એક ઓળખ આપે છે.
હવે URLને એક ઉદાહરણ લઈને સમજી લઈએ.
આપણી વેબસાઈટનું નામ ‘ https://www.techzword.com ‘ છે.
- http : પ્રોટોકોલ છે જેના વિશે ઉપર માહિતી આપેલી છે.
- www : આ એક સબ ડોમેન છે.
- Techzword : આ તમારી વેબસાઈટનું ડોમેન નામ છે.
- Com : આ એક ટોપ લેવલ ડોમેન નામ છે.
તો મિત્રો હવે તમને આ URLશુ છે એ સમજાઈ ગયું હશે.
WWW (વર્લ્ડ વાઈડ વેબ)નો ઇતિહાસ વિશે જાણો.
ટિમ બર્નર્સ લી નામના વ્યક્તિએ માર્ચ 1980માં એક ડેટાબેઝ બનાવેલો હતો ત્યારબાદ તેમણે Robert Cailliauની મદદથી માહિતીનો સંગ્રહ કરવા માટે હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટની સાથે વેબ ઓફ નોર્ડસ તરીકે તેમને www (વર્લ્ડ વાઈડ વેબ)ની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે wwwમાં ઘણા નવા અપડેટ અને સુધારા કર્યા અને આખી દુનિયામાં wwwની એક અલગ જ ઓળખ ઉભી કરી. બર્નર્સ લીએ 1990માં નવેમ્બર મહિનામાં wwwને જાહેર કર્યું હતું.
www કેવી રીતે કાર્ય કરે છે?
સો પ્રથમ તો આજની દુનિયામાં ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબ નામથી ઘણા બધા લોકો પરિચિત છે, પણ આ બને શબ્દો એક બીજાથી અલગ અલગ છે. ઈન્ટરનેટ એટલે ગ્લોબલ ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમ થાય અને વેબ એટલે ઈન્ટરનેટ થી સંચાલિત સિસ્ટમ કહી શકાય. www એ વેબ બ્રાઉઝરમાં URL સર્ચ કરીને આપણને વેબસાઈટ અથવા તો વેબ પેજ બતાવે છે. આ રીતનું કાર્ય કરે છે.
www ની વિશેષતા કઇ કઇ છે?
- Hypertext information system :- આ પ્રકારની સિસ્ટમમાં વેબસાઈટના વેબ પેજ અથવા તેની કોઈ પણ ફાઈલમાં રહેલા ટેક્સ્ટ, ફોટો, અવાજ, ગ્રાફિક્સ, વગેરે એક બીજાથી જોડાયેલા હોય છે. આ બધાને એક બીજા સાથે જોડવા માટે હાઇપરટેક્સ્ટ સિસ્ટમ કામ કરે છે.
- Distributed system :- ઈન્ટરનેટ પણ ઘણી બધી વેબસાઈટ અને તેના અંદર ઘણા બધા ડેટાનો સંગ્રહ રહેલો છે. તમે જયારે કોઈપણ એક વેબસાઈટ ખોલીને જોવો છો ત્યારે તે વેબસાઈટની માહિતી કોઈક બીજી વેબસાઈટ સાથે પણ જોડાયેલી છે, તો તમે સીધા તે વેબસાઈટ ઉપર જશો એટલે આ સિસ્ટમ એક વેબસાઈટમાંથી બીજી વેબસાઈટમાં જાય છે.
- Cross પ્લેટફોર્મ :- ક્રોસ પ્લેટફોર્મનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વેબસાઇટ અને વેબ પેજ કોમ્પ્યુટર હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે.
- ગ્રાફિકલ ઇન્ટરફેસ : પહેલા સમયમાં એવું હતું કે સરળ વેબ પેજ જ વેબસાઈટ પર જોવા મળતું હતું, પણ અત્યારે વીડિયો, એનિમેશન, ફોટો, મેનુ, ટેક્સ્ટ, કમાન્ડ, બટન આ બધું ગ્રાફિકલ ઇન્ટરફેસમાં આવે છે. આ બધું આવે એટલે તમને વેબસાઈટ જોવાની મજા પણ આવે અને કામ કરવું પણ સરળ થઇ જાય.
આજે આપણે વર્લ્ડ વાઈડ વેબની આ પોસ્ટ દ્વારા ઘણું બધુ જાણવાનો પ્રયન્ત કરેલો છે. આશા છે કે તમને આ WWW એટલે શું? તેના વિશે જાણકારી મળી હશે, તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-