વાઈફાઈ એટલે શું? | જાણો Wi-Fi વિશે જાણકારી

વાઈફાઈ (Wi-Fi) નો ઉપયોગ તો આપણે બધા જ પોતાના ડિવાઇસમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા અથવા કોઈ પણ ફાઇલ શેયર કરવા માટે કરતાં હોઈએ છીએ, જે મોબાઇલમાં સિમ કાર્ડ નથી તો તેમના માટે વાઈફાઈ ટેક્નોલૉજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

આજે આપણે વાઈફાઈ વિશે વાત કરીશું, વાઈફાઈ એટલે શું અને વાઈફાઈ વિશે ઘણી અન્ય માહિતી પણ તમને જાણવા મળશે.

વાઈફાઈ એટલે શું? | જાણો Wi-Fi વિશે જાણકારી

વાઈફાઈ એટલે શું? – What is WiFi in Gujarati?

વાઇફાઇ (Wi-Fi) એ વાયરલેસ ટેકનોલોજીથી બનેલું જેમાં રેડિયો સિગ્નલનો પ્રયોગ કરવામાં આવે છે. વાઇફાઇ એ હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને નેટવર્કને જોડવાનું કામ કરે છે. વાઇફાઇનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી (Wireless Fidelity) છે. પણ આ એક માત્ર ધારણા છે. આ સાચું નથી. વાઇફાઇનું નામ માત્રને માત્ર એક બ્રાન્ડ નામ તરીકે લેવામાં આવ્યુ છે. વાઇફાઇને ટ્રેડ માર્ક તરીકે રજીસ્ટર કરવામાં આવ્યું છે.

“વાઈફાઈ એક એવી વાયરલેસ ટેક્નોલોજી છે જેની મદદથી આપણે કમ્પ્યુટર, મોબાઇલ, ટેબલેટ કે સ્માર્ટ ટીવી જેવા વગેરે ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડી શકીએ છીએ.”

વાઈફાઈને આપણે WLAN પણ કહી શકીએ છીએ, WLAN એટલે Wireless Local Area Network, એક એવું નેટવર્ક જેમાં 2 થી 4 કે તેનાથી થોડા વધારે ડિવાઇસ એક લિમિટેડ એરિયામાં જ વાયર વગર નેટવર્ક સાથે જોડાયેલા હોય છે.

વાઈફાઈ કેવી રીતે કામ કરે છે?

વાઈફાઈ કેવી રીતે કામ કરે છે? 

એકદમ સરળ ભાષામાં વાત કરીએ તો એક વાઈફાઈ રાઉટર હોય છે જે એક મોડેમ સાથે કેબલ દ્વારા કનેક્ટ થયેલું હોય છે.

હવે તે વાઈફાઈ રાઉટર પોતાની આસપાસ જેટલા પણ ડિવાઇસ હશે તેને રેડિયો સિગ્નલ ટ્રાન્સમીટ કરશે અને ત્યારબાદ તે ડિવાઇસ તે સિગ્નલને ફરી પાછા રિટર્ન ટ્રાન્સમીટ કરશે, રેડિયો સિગ્નલમાં અલગ-અલગ પ્રકારના ડેટા હોય છે જેમ કે ઓડિઓ, ડોક્યુમેંટ્સ, વિડિયો વગેરે અને અન્ય માહિતી.

આવી રીતે રેડિયો સિગ્નલ દ્વારા ડિવાઇસ વાઈફાઈ સાથે કનેક્ટ થાય છે અને ત્યારબાદ તે ડિવાઇસમાં ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

અમે આગળ વધુ ટેકનિકલ માહિતી “વાઈફાઈ કઈ રીતે કાર્ય કરે છે” તેના વિશે જણાવીશું.

વાઇફાઇ કનેક્શન કેટલા એરિયા સુધી સીમિત હોય છે?

વાઇફાઇનો ચોક્કસ એરિયા અહી બતાવવો થોડો મુશ્કેલ છે કારણ કે એ કયા નેટવર્ક પર છે અને કયા ડિવાઇસ દ્વારા સિગ્નલ ટ્રાન્સમીટ થાય છે એના પર આધારિત હોય છે, જેમ કે હોમ નેટવર્ક અથવા બિઝનેસ નેટવર્ક વગેરે, હોમ નેટવર્ક તમારા ઘર સુધી સીમિત હોય છે અને બિઝનેસ નેટવર્ક તમારી કંપનીની ઓફિસ અને બિલ્ડીંગ સુધી સીમિત હોય છે.

વાઇફાઇના બેસ્ટ ફીચર્સ

વાઈફાઈ કનેક્શન
  • હાઈ કેપેસિટી લોડ બેલેન્સિંગ【High Capacity Load Balancing】: શરૂઆતમાં વાયરલેસ નેટવર્કનું નિર્માણ કવરેજને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યુ હતું પણ અત્યારે એક ઘરમાં ઘણા બધા ડીવાઈસ હોય છે અને એ બધા ડીવાઈસને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડે છે એટલે હવે અત્યારના વાઇફાઇમાં હાઈ કેપેસિટી લોડ બેલેન્સ કરીને જ તૈયાર કરવામાં આવે છે જેથી બધા ડિવાઇસને સરખી કનેક્ટિવિટી મળી શકે.
  • ઘરમાં અને બહાર કનેકશન ઓપ્શન 【Indoor and Outdoor Connection Option】: અત્યારે જેટલા પણ વાઇફાઇ આવે છે તેમાં તમે ઘરમાં હોય કે બહાર હોય તમારું ડીવાઈસ વાઇફાઇ સાથે કનેક્ટ થઈ જાય છે. એટલે આ વાઇફાઇમાં ઓપ્શન પહેલેથી સેટ કરીને રાખવામાં આવ્યું હોય છે.
  • સ્પીડ【Speed】: તમે ક્યારેય બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશનનું વાઇફાઇનો ઉપયોગ કર્યો હોય તો તમને ખબર હશે કે તેમાં ઈન્ટરનેટની સ્પીડ કેવી હશે. એકદમ ફાસ્ટ સ્પીડ વાળું ઈન્ટરનેટ હોય છે. જો તમે તમારા મોબાઈલના ડેટામાંથી મૂવી ડાઉનલોડ કરશો તો વધારે સમય થશે અને સ્ટેશનના વાઇફાઇમાં કરશો તો ફાસ્ટ થઈ જશે. આવો અનુભવ તમે ક્યારેક કર્યો હશે. (ધ્યાન રાખો કે જાહેર સ્થળો પર પણ સ્પીડ અમુક વખત ધીમી થતી હોય છે અને મોબાઇલ ડેટા વધારે ફાસ્ટ ચાલતો હોય છે.)
  • મોબાઈલ ડીવાઈસ મેનેજમેન્ટ【Mobile Device Management】: એક જ વાઇફાઇ પર જયારે ઘણા બધા મોબાઈલ કનેક્ટ થાય છે ત્યારે આ બધા મોબાઈલને તમે મેનેજ કરી શકો છો અને રિમોટ નેટવર્કથી કોઈ પણ મોબાઈલને તમે દૂર પણ કરી શકો છો.

વાઇફાઇના કેટલાક ફાયદા

  • તમે કોઈ પણ ડીવાઈસને કનેક્ટ પણ કરી શકો છો અને દૂર પણ કરી શકો છો.
  • વાઇફાઇનું ઈન્સ્ટોલેશન એકદમ સરળ છે.
  • વાઇફાઇમાં તમે પાસવર્ડ રાખી શકો છો જેથી અન્ય લોકો તેનો બિનજરૂરી ઉપયોગ ના કરે.
  • વાઇફાઇથી તમે અનલિમિટેડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો એ પણ સતત સ્પીડથી.

આજે આપણે વાઈફાઈ વિશે જાણ્યું અને તમને ઘણું જાણવા મળ્યું હશે.

આ પોસ્ટ પણ વાંચો: