મિત્રો, તમને બધાને ખબર જ છે કે વાવાઝોડાના સમાચાર આવ્યા કરે છે અને આપણે એ સમાચારમાં વાવાઝોડાની સ્થિતિ જોતાં હોય છે કે હાલ તે વાવાઝોડું અત્યારે ક્યાં પહોચ્યું છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમે જાતે જ પોતાના મોબાઇલમાં વાવાઝોડાની સ્થિતિ જોઈ શકો છો.
હું તમને એવી રીતે બતાવીશ કે જેનાથી તમે વાવાઝોડાની સ્થિતિ નકશામાં જ જોઈ શકશો અને તેના વિશે ઘણી જાણકારી જાણી શકશો.
વાવાઝોડાને નકશામાં કેવી રીતે જોવું?
- મોબાઇલમાં ગૂગલ ખોલો અને તેમાં “Windy.com” સર્ચ કરો અને પહેલી મુખ્ય વેબસાઇટ પર ક્લિક કરો.
- હવે વેબસાઇટ ખૂલી જશે.
- હવે તમારી સામે એક નક્શો દેખાશે જેમાં હવા ગોળ-ગોળ જ્યાં ફરતી દેખાય તો તમારે સમજી જવું કે ત્યાં વાવાઝોડું જેવી સ્થિતિ છે.
- તમારે જે વિસ્તારનું વાતાવરણ જોવું હોય ત્યાં નકશાને મોટું કે નાનું કરી શકો છો અને તે નકશાને ખસેડી પણ શકો છો.
- તમે લોગો પર ક્લિક કરીને પોતાનો શહેર સર્ચ પણ કરી શકો છો.
- નકશામાં તમને નીચે Play બટન પણ દેખાશે ત્યાં ક્લિક કરશો એટલે વાતાવરણ આવતા સમયમાં કેવું હશે એની અનુમાનિત સ્થિતિ જોવા મળશે. ઉદાહરણ તરીકે અત્યારે કોઈ વાવાઝોડું મુંબઈ પાસે છે તો “Play” બટનના આઇકન પર ક્લિક કરવાથી અનિમેશન દ્વારા જોવા મળશે કે આગળના સમયમાં તે ક્યાં જશે અને એની સ્થિતિ શું હશે પણ આ અનુમાન હશે.
- જ્યાં વાવાઝોડું હશે ત્યાં તમને નકશામાં જાંબલી કલર પણ દેખાશે અને હવા ગોળ-ગોળ ફરતી દેખાશે.
આ હવામાનની જાણકારી તમે Windy.com પર જઈને જોઈ શકો છો અને તેમની એપ પણ પ્લેસ્ટોર અને એપસ્ટોરમાથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે અને આની મદદથી તમે વાવાઝોડાને જોઈ શકશો, તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ આ વાવાઝોડા અને હવામાનની જાણકારીને શોધતા આવડી જાય.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ કેવી રીતે બદલવી?
➤ ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?
Nice
My name Hitesh bhai 😍 please app install
Hello Hitesh Bhai!
Currently our application is not available but you can use this site on your web browser.
Thank you!