વિકિપીડિયાની એક ઉપયોગી ટ્રિક જે તમને કામ લાગશે!

આપણે ગૂગલમાં જાણકારી શોધતી વખતે વિકિપીડિયાની મુલાકાત જરૂર લીધી હોય છે, વિકિપીડિયા વેબસાઇટ દુનિયાની સૌથી વધારે મુલાકાત લેવાતી વેબસાઇટમાથી એક છે.

આપણે કોઈ પણ જાણકારી ગૂગલમાં શોધીએ છીએ ત્યાં આપણને વિકિપીડિયાનું પણ આર્ટીકલ જોવા મળે છે. વિકિપીડિયાના આર્ટીકલ ઘણા લાંબા હોય છે અને તેને વાંચવામાં પણ તમારો ઘણો સમય પસાર થઈ જાય છે.

આજે હું તમારી માટે એક વિકિપીડિયા ટ્રિક લઈને આવ્યું છે જેના દ્વારા તમે જે પણ લાંબુ વિકિપીડિયા આર્ટીકલ વાંચો છો તો તમને તે લાંબા આર્ટીકલની પૂરી સમજણ ટૂંકમાં જ મળી જશે.

આ ટ્રિકનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ પણ એપ્લિકેશન કે સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ આ મજેદાર ઉપયોગી વિકિપીડિયા ટ્રિક.

 જાણો એક સરસ ઉપયોગી વિકિપીડિયા ટ્રિક

વિકિપીડિયા સિમ્પલ – Wikipedia Simple

આ રીત એકદમ સરળ છે!

તમે જ્યારે કોઈ પણ વિકિપીડિયા વેબસાઇટનું આર્ટીકલ વાંચતાં હોવ તો ત્યારે બસ તમારે બ્રાઉઝરના એડ્રેસ બાર પર ક્લિક કરીને તે આર્ટીકલના URL એડ્રેસમાં થોડો ફેરફાર કરવાનો રહેશે.

wikipedia simple

તમારે URL એડ્રેસમાં .wikipedia ની આગળ જે લખ્યું છે જેમ કે en કે en.m તો તેને કાઢીને તમારે simple લખવાનું છે. તો simple.wikipedia થશે.

આ રીતે તમારી પાસે એક સરળ ફોર્મેટમાં તે આર્ટીકલ આવી જશે. આ ટ્રિકને તમે વિકિપીડિયાના બધા આર્ટીકલમાં એપ્લાય કરજો.

વિકિપીડિયા સિમ્પલ (simple.wikipedia) એક વિકિપીડિયાનું જ સબ ડોમેન છે જેમાં તમને બધા જ આર્ટીકલ બેસિક લેવલના વાંચવા મળે છે, આનાથી જે વ્યક્તિઓ નવા હોય છે તેમને કઈક નવું શીખવામાં ખૂબ સરળતા રહે છે.

આશા છે કે આ ટ્રિક તમને ખૂબ જ મદદરૂપ રહેશે, તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ: