વિકિપીડિયા પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

મિત્રો વિકિપીડિયા એક ઓનલાઇન જ્ઞાનકોશ છે જે એક નોન-પ્રોફિટ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, વિકિપીડિયા પર ખૂબ જ વધારે માત્રામાં જાણકારીનો ભંડાર છે.

હવે તમે વિચારશો કે વિકિપીડિયા વેબસાઇટ પર આટલી બધી જાણકારી આવે છે ક્યાંથી?

તો હું તમને જણાવી દઉં કે વિકિપીડિયા પર આપણાં જેવા સામાન્ય યુઝર જાણકારીને પબ્લિશ કરે છે, તેમાં અપડેટ કરે છે, ભૂલો કાઢે છે, સ્ત્રોત લિન્ક મૂકવા જેવા વગેરે કામો યુઝર દ્વારા થાય છે.

વિકિપીડિયા પર જાહેરાત નથી આવતી, વિકિપીડિયા જાણકારી આપવા હેતુથી કામ કરે છે આ કારણે કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયા પર પોતાનું એકાઉન્ટ બનાવીને પોતાની રીતે વિકિપીડિયા પર યોગદાન આપી શકે છે.

આજે આપણે જાણીશું કે વિકિપીડિયા વેબસાઇટ તમે કેવી રીતે એકાઉન્ટ બનાવી શકો છો, તો ચાલો જાણીએ.

વિકિપીડિયા પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

વિકિપીડિયા પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

સૌપ્રથમ ગૂગલ પર "wikipedia main" સર્ચ કરો અને ઉપર ફોટા પ્રમાણેના લિન્ક પર ક્લિક કરો.
  • સૌપ્રથમ ગૂગલ પર “wikipedia main” સર્ચ કરો અને ઉપર ફોટા પ્રમાણેના લિન્ક પર ક્લિક કરો.

 હવે જમણી બાજુ ઉપર ખૂણામાં "Create account" પર ક્લિક કરો.

  • હવે જમણી બાજુ ઉપર ખૂણામાં “Create account” પર ક્લિક કરો.

 બોક્સમાં માંગ્યા મુજબ જાણકારી ભરો

  • બોક્સમાં માંગ્યા મુજબ જાણકારી ભરો જેમ કે

Usename: આમાં તમારે એક અલગ નામ લખવાનું છે.

Password: આમાં તમારે તમારો મજબૂત પાસવર્ડ બનાવવાનો છે.

Confirm password: આમાં તમારે ઉપર બનાવેલો પાસવર્ડ જ લખવાનો છે.

Email address: આમાં તમારે પોતાનો ઈમેલ આઈડી લખવાનો છે.

CAPTCHA Security check: આમાં તમારે ચિત્રમાં લખેલા અક્ષર લખવાના છે. જેથી તમે રોબોટ છો કે નહીં એ સાબિત થશે.

હવે Create your account પર ક્લિક કરો.

  • હવે તમારૂ એકાઉન્ટ બની જશે, તમે અલગ-અલગ આર્ટીકલ પર જઈને તેને એડિટ કરી શકો છો, તમે અલગ-અલગ આર્ટીકલને અનુવાદ પણ કરી શકો છો.

આશા છે કે તમે પણ આવી રીતે વિકિપીડિયા પર એક એકાઉન્ટ બનાવી શકશો અને જો તમને કોઈ સમસ્યા આવે તો તમે જરૂર અમને વોટ્સએપ પર જણાવી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: