વિકિપીડિયા (Wikipedia) વિશે રસપ્રદ માહિતી

જ્યારે આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ જાણકારી સર્ચ કરીએ છીએ તો આપણને વિકિપીડિયાના આર્ટીકલ સર્ચ એંજિનના પ્રથમ પાનામાં જોવા મળે છે, વિકિપીડિયામાં આપણને ઘણી બધી માહિતી એક જ જગ્યા પર મળી જાય છે.

મિત્રો આજે આપણે વિકીપીડિયા (Wikipedia.org) વિશે ઘણી નવી જાણકારી જાણવાના છીએ જેમાં તમને પણ જરૂર કઈક નવું શીખવા મળશે.

વિકિપીડિયા (Wikipedia) વિશે અવનવી માહિતી

વિકિપીડિયા વિશે રસપ્રદ માહિતી

 • વિકીપીડિયા એક ઓનલાઇન એનસાઈક્લોપીડિયા વેબસાઇટ છે જેની શરૂઆત 15 જાન્યુઆરી, 2001માંJimmy Wales” અને “Larry Sanger” દ્વારા અમેરીકામાં કરવામાં આવી હતી.
 • વિકિપીડિયા 2003 થી વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક ભાગ છે, વિકિમીડિયા ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ સંસ્થા છે જે નફા માટે કામ નથી કરતી, આ ફાઉન્ડેશનની શરૂઆત પણ “Jimmy Wales” એ કરી હતી.
 • વિકિપીડિયા વેબસાઇટ બહુભાષી છે એટલે કે તે એકથી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે, હાલ 326 જેટલી ભાષાઓમાં વિકિપીડિયા ઉપલબ્ધ છે.
 • વિકિપીડિયા વેબસાઇટ પર હાલ 6,489,446 જેટલા આર્ટીકલ છે અને વિકિપીડિયા વેબસાઇટના ટોટલ પેજની વાત કરીએ તો તેની સંખ્યા 55,650,413 છે, 892,656 જેટલી ફાઈલો વિકિપીડિયા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી છે, આ તો ફક્ત ઇંગ્લિશ વિકિપીડિયાના જ ડેટા છે.
 • વિકિપીડિયા એક એવું પ્લૅટફૉર્મ છે જેમાં રજીસ્ટર થયેલા યુઝર દ્વારા કન્ટેન્ટ લખવામાં આવે છે, વિકિપીડિયા એક એવું પ્લૅટફૉર્મ છે જેમાં જાહેરાતો નથી બતાવવામાં આવતી, આ વેબસાઇટ નફો કમાવવા માટે નથી.
 • વિકિપીડિયા વેબસાઇટ પર ખૂબ મોટી સંખ્યામાં લોકો જાણકારી જાણવા માટે આવે છે અને આ વેબસાઇટનું નામ વિશ્વની ટોપ 10 થી 20 વેબસાઇટોમાં આવે છે.
 • શું તમને ખબર છે કે વિકિપીડિયા ઇંગ્લિશમાં સપ્ટેમ્બર 9, 2007માં 20 લાખ જેટલા આર્ટીકલ લખાઈ ચૂક્યા હતા અને આ કારણે તે ખૂબ મોટી એનસાઈક્લોપીડિયા વેબસાઇટ બની ગઈ હતી. ઓગસ્ટ 2009 સુધીમાં 30 લાખ જેટલા આર્ટીકલ પબ્લિશ થયા હતા.
 • જાન્યુઆરી 2007માં વિકિપીડિયા પ્રથમ વખત અમેરિકામાં ટોપ 10 લોકપ્રિય વેબસાઇટની લિસ્ટમાં હતી.
 • વિકિપીડિયાનો જન્મ દિવસ 15 જાન્યુઆરી છે અને આ દિવસને “વિકિપીડિયા દિવસ” તરીકે પણ કહેવાય છે. ઓનલાઇન અને ઓફલાઇન આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
 • વિકિપીડિયામાં માત્ર નિષ્ણાંત (Expert) લોકો જ પોતાનું યોગદાન આપી શકતે જો આજે તે “Nupedia” નામની એક એનસાઈક્લોપીડિયાનું ભાગ હોત, પણ વિકિપીડિયાના સ્થાપકઓએ વિચાર્યું કે સામાન્ય લોકો પણ વિકિપીડિયામાં યોગદાન આપી શકે એ માટે તેમણે “Wikipedia” લોન્ચ કર્યું અને આજે વિકિપીડિયા Nupedia થી પણ ખૂબ વિશાળ પ્લૅટફૉર્મ છે.
 • વિકિપીડિયાનું સૌથી વધારે મુલાકાત લેવાયેલું વેબ પેજ તેનું મુખ્ય પેજ છે જેનું URL આ “https://www.wikipedia.org/” છે.
 • મુખ્ય પેજ સિવાય વિકિપીડિયા વેબસાઇટમાં એક જ દિવસમાં સૌથી વધારે જોવાયેલું પેજ “સ્ટીવ જોબ્સ”નું છે, 2011માં એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ મૃત્યુ પામ્યા હતા અને ત્યારે વિકિપીડિયા પર તેમના આર્ટીકલ પર ખૂબ વધારે 7.4 મિલ્યન જેટલા Views આવ્યા હતા,
 • પછી જ્યારે ડોનાલ્ડ ટ્રંપ 2016માં અમેરીકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારે તેમના વિકિપીડિયા આર્ટીકલ પર એક જ દિવસમાં 6.1 મિલ્યન Views આવ્યા હતા.

મિત્રો આશા છે કે તમને આજે વિકિપીડિયા વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે, તમે બીજી ઘણી જાણકારી અહી Techzword.com પર જાણી શકો છો.

અમારી અન્ય પોસ્ટ: