વિન્ડોઝમાં ડેસ્કટોપ સ્ક્રીન શું છે? જાણો ડેસ્કટોપ સ્ક્રીનના ભાગો વિશે માહિતી

એક કમ્પ્યુટર ચલાવવા માટે તેનું ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ મહત્વનું ભાગ ભજવે છે અને જ્યારે આપણે કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં સૌથી ઉપર નામ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું આવે છે.

આજની પોસ્ટમાં આપણે વાત કરીશું કે વિન્ડોઝમાં ડેસ્કટોપ સ્ક્રીન એટલે શું હોય છે? અને ડેસ્કટોપ સ્ક્રીનના મુખ્ય ભાગ વિશે ચર્ચા કરીશું.

ડેસ્કટોપ સ્ક્રીન એટલે શું

વિન્ડોઝમાં ડેસ્કટોપ સ્ક્રીન શું હોય છે? – What is Windows Desktop Screen?

વિન્ડોઝમાં ડેસ્કટોપ એક પ્રકારની સ્ક્રીન હોય છે. જ્યારે વિન્ડોઝ કમ્પ્યુટર સૌપ્રથમ ચાલુ થાય છે ત્યારે તેની સૌથી પ્રથમ સ્ક્રીન ડેસ્કટોપ સ્ક્રીન ખૂલે છે અને કમ્પ્યુટર યુઝર ડેસ્કટોપ સ્ક્રીન પર આવ્યા બાદ જ કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે.

ડેસ્કટોપ સ્ક્રીન પર આવ્યા બાદ કમ્પ્યુટર યુઝર કોઈ પણ કાર્ય કરી શકે છે જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ ચાલુ કરવું, ગેમ રમવી, કોઈ સોફ્ટવેર ચાલુ કરવો, ગણતરી કરવી આવા અનેક કાર્યોની શરૂઆત ડેસ્કટોપ સ્ક્રીન પરથી થાય છે.

ઘણા કમ્પ્યુટર યુઝરને કમ્પ્યુટર બંધ કરવું હોય તો તે કમ્પ્યુટરના બધા જ સોફ્ટવેર અને પ્રોગ્રામને ક્લોઝ કરીને ડેસ્કટોપ સ્ક્રીન પર આવી જાય છે અને ત્યાર બાદ સ્ટાર્ટ મેનૂમાં જઈને કમ્પ્યુટરને શટડાઉન કરે છે.

હવે આપણે ડેસ્કટોપના ભાગો વિશે જાણીએ.

વિન્ડોઝ ડેસ્કટોપ સ્ક્રીનના ભાગ -Parts of Windows Desktop Screen

હવે આપણે ડેસ્કટોપ સ્ક્રીનના મુખ્ય ભાગો વિશે જાણીએ જેમાં તમને સ્ટાર્ટ મેનૂ, ટાસ્ક બાર, આઈકન, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, વર્ક એરિયા વિશે જાણીશું.

ડેસ્કટોપ સ્ક્રીનના ભાગો - Parts of Desktop Screen

સ્ટાર્ટ મેનૂ – Start Menu

ડેસ્કટોપમાં સ્ટાર્ટ મેનૂ (Start Menu) એક મેનૂ બાર હોય છે જ્યાં યુઝરને ઘણા બધા ઓપ્શન આપવામાં આવે છે જેની મદદથી યુઝર કંટ્રોલ પેનલ, વિન્ડોઝ એક્સપ્લોરર, વેબ બ્રાઉઝર, ગેમ્સ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે.

સ્ટાર્ટ મેનૂ દ્વારા યુઝરને કમ્પ્યુટરમાં રહેલા બધા જ સોફ્ટવેર અને પ્રોગ્રામ મળી રહે છે.

સ્ટાર્ટ મેનૂમાં સર્ચ બટન પણ મળે છે જેની મદદથી યુઝર કમ્પ્યુટર રહેલી વસ્તુઓને સર્ચ કરી શકે છે. સ્ટાર્ટ મેનૂનું બટન ડેસ્કટોપ સ્ક્રીનના ડાબી બાજુ નીચે ખૂણામાં મળે છે.

ટાસ્ક બાર – Task Bar

ડેસ્કટોપ સ્ક્રીન પર ટાસ્ક બાર એક આડી પટ્ટી હોય છે જે ડેસ્કટોપ સ્ક્રીનની નીચે આડી ગોઠવેલી હોય છે. જેમાં યુઝર કોઈ સોફ્ટવેર કે પ્રોગ્રામને ટાસ્ક બાર પર પિન કરીને જલ્દી ખોલી શકે છે અને યુઝરે જેટલા પણ સોફ્ટવેર ખોલેલા છે તે પણ ટાસ્કબારમાં દેખાય છે.

ટાસ્કબારની જમણી બાજુ એક નોટિફિકેશન પેનલ પણ મળે છે જેમાં યુઝર અલગ-અલગ સોફ્ટવેરની નોટિફિકેશન જોઈ શકે છે અને એક ડિજિટલ ઘડિયાળ પણ જોવા મળે છે જેમાં યુઝર સમય જોઈ શકે છે.

ટાસ્કબારમાં સ્ટાર્ટ મેનૂ બટન પણ હોય છે.

આઇકન – Icon

આઇકન એક પ્રકારનું ગ્રાફિકલ ચિત્ર હોય છે જે યુઝરને ડેસ્કટોપ સ્ક્રીન પર જોવા મળે છે.

કોઈ પણ સોફ્ટવેર કે પ્રોગ્રામ અને ફાઇલનું શોર્ટકટ બનાવીને ડેસ્કટોપ સ્ક્રીન પર મૂકી શકાય છે અને તેના આઇકન પર ડબલ ક્લિક કરવાથી તે સોફ્ટવેર ખૂલી જાય છે.

ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ – Desktop Background

ડેસ્કટોપ સ્ક્રીન પર તમને જે પણ ફોટો દેખાય છે તેને ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ કહેવાય છે જેમાં યુઝર ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં પોતાની મનપસંદના ફોટા કે વોલપેપર સેટ કરી શકે છે અને પોતાની ડેસ્કટોપ સ્ક્રીનને વધારે સુંદર બનાવી શકે છે.

વર્ક એરિયા – Work Area

ડેસ્કટોપ સ્ક્રીન પર તમને જે પણ ખાલી જગ્યા દેખાય છે તેને વર્ક એરિયા કહેવાય છે. જે પણ ખાલી જગ્યા પર યુઝર પોતાના કાર્ય પૂરા કરતો હોય તો તેને વર્ક એરિયા કહેવાય છે.

આશા છે કે આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને ઘણું જાણવા મળ્યું હશે.

અમારી અન્ય પોસ્ટ: