મિત્રો આજે આપણે જાણીશું કે તમે તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં કમાન્ડ પ્રોમ્પ્ટની મદદથી કમાન્ડ લખીને કેવી રીતે હાર્ડ ડિસ્કને ફૉર્મટ કરી શકો છો.
આ રીતને જોઈને તમે સરળતાથી તમારા કમ્પ્યુટરની કોઈ પણ હાર્ડ ડિસ્કને કમાન્ડ પ્રોમ્પ્ટ દ્વારા ફૉર્મટ કરી શકશો.
એક વાત ધ્યાન રાખજો કે તમે ભૂલથી તમારી જ હાર્ડ ડિસ્ક ફૉર્મટ ના કરતાં નહીં તો તમારું ઓપરેટિંગ સિસ્ટમ પણ ડિલીટ થઈ જશે.
વિન્ડોઝ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને CMD દ્વારા ફૉર્મટ કરવાની રીત
- સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન ખોલો અને cmd સર્ચ કરીને ખોલો.
- હવે diskpart લખો.
- હવે list disk લખો. આનાથી તમારા કમ્પ્યુટરમાં જેટલી ડિસ્ક હશે એ તમને દેખાશે.
- હવે તમારી સામે અલગ-અલગ ડિસ્ક આવશે, તમારે જે ડિસ્કને ફૉર્મટ કરવી છે એ નક્કી કરો.
- હવે select લખીને તે disk નું નામ લખો. જેમ કે select disk 2, select disk 3 વગેરે રીતે. આ રીતે તમારી ડિસ્ક સિલેક્ટ થઈ જશે.
- હવે ડિસ્ક સિલેક્ટ કર્યા પછી clean લખો એટલે તમારી સિલેક્ટ કરેલી ડિસ્ક ફૉર્મટ થઈ જશે.
આશા છે કે આ રીત તમને ઉપયોગી થશે અને તમે સરળતાથી તમારી હાર્ડ ડિસ્કને ફૉર્મટ કરી શકશો.