વિન્ડોઝ કમ્પ્યુટરમાં વોલપેપર કેવી રીતે બદલાય?

મિત્રો, જ્યારે આપણે કમ્પ્યુટર વાપરીએ છે ત્યારે આપણે ડેસ્કટોપ સ્ક્રીન પર એકને એક વોલપેપર(ચિત્ર) જોઈ-જોઈને કંટાળી જઈએ છે અને તેને કારણે આપણે ઘણી વખત ડેકસ્ટોપ સ્ક્રીનનું વોલપેપર બદલવાની જરૂર પડે છે.

જો તમે એક જ વોલપેપર કાયમ માટે તમારી સ્ક્રીન પર લગાવી રાખો તો તમને 1-2 મહિના પછી કંટાળો પણ આવવા માંડે છે. તમારે તે વોલપેપરને સતત બદલવું પડે અને તમને પછી કમ્પ્યુટર વાપરવાની મજા પણ આવશે.

સૌથી સારા વોલપેપર ક્યાંથી ફ્રીમાં ડાઉનલોડ કરવા? તે પણ હું તમને બતાવીશ અને સાથે કમ્પ્યુટરમાં વોલપેપર કેવી રીતે બદલાય? એ પણ જાણીશું.

વિન્ડોસ કમ્પ્યુટરમાં વોલપેપર કેવી રીતે બદલાય?

કમ્પ્યુટરમાં વોલપેપર કેવી રીતે બદલવા?

કમ્પ્યુટરમાં વોલપેપર બદલવા માટે 2 રસ્તા છે.

  • સિસ્ટમ રીતથી વોલપેપર બદલવા
  • આપણી રીતથી

પહેલી રીતમાં તમને સિસ્ટમમાં જ ઘણા બધા વોલપેપર જોવા મળશે. આ વોલપેપરને તમે ફ્રીમાં બદલી શકો છો.

બીજી રીતમાં આપણે પોતાની મન પસંદના વોલપેપર સેટ કરી શકીએ છે. તમે તમારી પસંદગીથી કોઈ પણ વોલપેપર પસંદ કરીને લગાવી શકો છો.

ઉદાહરણ તરીકે…..

જો તમને ટ્રેન ગમે છે તો તમે કોઈ ટ્રેનનું વોલપેપર લગાવી શકો છો. તમને તમારો ફોટો ગમે છે તો તમે તમારો જ ફોટો લગાવી શકો છો.

ચાલો હું તમને બંને રીત સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છે.


આ પણ વાંચો:- કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે વપરાય?


સિસ્ટમ રીતથી વોલપેપર બદલવા

  1. તમારે સૌથી પહેલા કમ્પ્યુટરની ડેસ્કટોપ સ્ક્રીન પર આવી જવાનું છે.

  2. પછી માઉસ વડે રાઇટ ક્લિક કરવાનું છે અને નીચે Personalize પર ક્લિક કરવાનું છે.

  3. પછી તમારે ડાબી બાજુ નીચે Desktop Background પર ક્લિક કરવાનું છે.

  4. અહી તમને ઘણા બધા વોલપેપર્સ મળશે જેને તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું છે અને Save Changes પર ક્લિક કરવાનું છે.

હવે તમારું વોલપેપર બદલાઈ ગયું હશે.

હવે હું તમને આપણી રીતથી બતાવું કે વોલપેપર કઈ રીતે બદલાય છે.


આ પણ વાંચી શકો છો:- કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય?


આપણી રીતથી વોલપેપર બદલવા

આપણે સૌથી પહેલા ઇન્ટરનેટ પરથી સારું વોલપેપર ડાઉનલોડ કરવું પડશે. જો તમારી પાસે કોઈ સારું વોલપેપર હોય તો તમારે ડાઉનલોડ કરવાની જરૂર નથી.

હું તમને આ 3 વેબસાઇટનું નામ બતાવું છુ ત્યાં તમે ફ્રીમાં વધારે ક્વોલિટીના વોલપેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

આ વેબસાઇટ ફ્રી છે. તમારે અહી તમારી પસંદનું વોલપેપર સર્ચ કરવાનું છે અને ડાઉનલોડ કરી લેવાનું છે.

વોલપેપર ડાઉનલોડ કર્યા બાદ તમારે એ વોલપેપરની ઉપર રાઇટ ક્લિક કરવાનું છે. અને Set As Desktop Background પર ક્લિક કરવાનું છે.

ત્યાર બાદ તમારું વોલપેપર બદલાઈ જશે.

મને આશા છે કે તમને કમ્પ્યુટરમાં વોલપેપર બદલતા આવડી ગયું હશે અને હવે તમારે કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર બતાવો જેથી હું તમારી મદદ કરી શકું. 


અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-