વિન્ડોઝ 11 વિશે જાણો રસપ્રદ જાણકારી

જ્યારે કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો તેમાં માઇક્રોસોફ્ટ કંપની જરૂર યાદ આવે છે કારણ કે માઇક્રોસોફ્ટએ પોતાના ઓપરેટિંગ સિસ્ટમની મદદથી પૂરા કમ્પ્યુટર જગતમાં પોતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી ખૂબ જ પ્રભાવશાળી છાપ છોડી છે.

માઇક્રોસોફ્ટએ હાલ 2021માં જ એક પોતાનું નવું ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કર્યું છે જેના વિષે આજે આપણે ઘણી રસપ્રદ જાણકારી જાણીશું અને જે ઓપરેટિંગ સિસ્ટમનું નામ “વિન્ડોઝ 11 (Windows 11)” છે.

વિન્ડોઝ 10, વર્ષ  2015માં આવ્યું હતું અને હવે વર્ષ 2021માં જ વિન્ડોઝ 11 આવ્યું છે જેને અત્યાર સુધીનું બેસ્ટ વિન્ડોઝ OS કહેવામાં આવે છે.

વિન્ડોઝ 11 વિશે રસપ્રદ જાણકારી

વિન્ડોઝ 11 વિશે રસપ્રદ જાણકારી

 • વિન્ડોઝ 11ની ઘોષણા માઇક્રોસોફ્ટએ 24 જૂન 2021ના રોજ કરી હતી અને 5 ઓક્ટોમ્બર 2021ના રોજ આ OS ને લોકો માટે જાહેર કરવામાં આવ્યું હતું, જેમના Windows 10 કમ્પ્યુટર આ OS ને સપોર્ટ કરતાં હતા તેમણે વિન્ડોઝ 10 થી વિન્ડોઝ 11માં મફત અપગ્રેડ થવાનો ઓપ્શન મળ્યો છે.
 • વિન્ડોઝ 10 પછી વિન્ડોઝ 11 ને લોન્ચ થવામાં 6 વર્ષ થઈ ગયા અને આની પહેલા વિન્ડોઝ XP પછી વિન્ડોઝ વિસ્ટાને 5 વર્ષ લોન્ચ થવામાં સમય થયો હતો, આ કારણે વિન્ડોઝ 11એ લોન્ચ થવાના સમયમાં રેકોર્ડ પણ તોડ્યો છે.
 • વિન્ડોઝ 10 પછી વિન્ડોઝ 10X વર્ઝન આવવાનું હતું જે ડ્યુઅલ સ્ક્રીન ડિવાઇસ (Dual Screen Device) ને ધ્યાનમાં રાખીને ડેવલોપ કરવાનું હતું પણ પછી આ પ્લાન માઇક્રોસોફ્ટએ કેન્સલ કર્યો અને પછી વિન્ડોઝ 11 લોન્ચ કર્યું. (માઇક્રોસોફ્ટએ 2019માં વિન્ડોઝ 10X વિશે ઘોષણા કરી હતી.)
 • 2015માં માઇક્રોસોફ્ટના એક કર્મચારીએ જણાવ્યુ હતું કે વિન્ડોઝ 10 માઇક્રોસોફ્ટનું છેલ્લું ઓપરેટિંગ સિસ્ટમ હશે પણ પછી 2021માં વિન્ડોઝ 11ની ઘોષણા પછી વિન્ડોઝ પ્રેમીઓના હ્રદયમાં એક નવો ઉમંગ જોવા મળ્યો.
 • વિન્ડોઝ 11 ને ઘણી પ્રોગ્રામિંગ ભાષાની મદદથી બનાવવામાં આવ્યું છે જેમ કે C, C++, C# અને Asembly Language.
 • શું તમને ખબર છે કે હવે વિન્ડોઝ 11માં તમને દરેક વિન્ડોના ખૂણામાં ગોળાકાર વળાંક જોવા મળે છે.
 • માઇક્રોસોફ્ટએ એમેઝોન સાથે પણ પાર્ટનરશીપ કરી છે જેના દ્વારા તેઓ વિન્ડોઝ 11ના નવા માઇક્રોસોફ્ટ સ્ટોરમાં એમેઝોન એન્ડ્રોઇડ એપસ્ટોર લાવીને વિન્ડોઝ 11 માટે એન્ડ્રોઇડ એપ ઉપલબ્ધ કરી શકે.
 • વિન્ડોઝ 11માં એવું પણ એક ફીચર છે જેની મદદથી તમે એક જ સ્ક્રીનમાં ઘણી બધી વિન્ડોને રાખીને અલગ-અલગ વિન્ડોમાં કામ કરી શકો છો જે ફીચર Snap Groups અથવા Snap Layout તરીકે ઓળખાય છે.
 • શું તમને ખબર છે કે વિન્ડોઝ 11માં 110 જેટલી ભાષાઓ ઉપલબ્ધ છે.
 • સ્ટાર્ટ મેનૂ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની ઓળખ કરાવે છે અને હવે વિન્ડોઝ 11માં સ્ટાર્ટ મેનૂ વચ્ચે જોવા મળે છે પણ સેટિંગમાં જઈને સ્ટાર્ટ મેનૂને ફરી ડાબી બાજુ ગોઠવી શકાય છે.
 • હવે વિન્ડોઝ 11માં વિન્ડોઝ 10ની જેમ Paint 3D, OneNote, 3D Viewer, Skype જેવા સોફ્ટવેર પહેલાથી ઇન્સ્ટોલ નથી હોતા, આપણે આ ટૂલ્સને અલગથી ઇન્સ્ટોલ કરવા પડે છે.
 • જો તમે વિન્ડોઝ 10 થી વિન્ડોઝ 11 માં અપગ્રેડ થયા છોં અને જો 10 દિવસ પછી તમારે પાછું વિન્ડોઝ 10માં ડાઉનગ્રેડ થવું છે તો તમે નથી થઈ શકતા, તમારે ફરી વિન્ડોઝ 10 ને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડે છે અને આ રીતથી તમારા બધા જ ડેટા ડિલીટ થઈ જાય છે.

આ હતી વિન્ડોઝ 11 વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ માહિતી, આશા છે કે તમને ઘણું જાણવા મળ્યું હશે.

આ પોસ્ટ પણ જરૂર જોવો: