વિન્ડોઝ 11 શું છે? Windows 11 વિશે પૂરી જાણકારી

જ્યારે વિન્ડોઝ 10 આવ્યું હતું ત્યારે માઇક્રોસોફ્ટના અમુક કર્મચારી દ્વારા આપણને  જાણવા મળ્યું હતું કે માઇક્રોસોફ્ટનું Windows 10 તેમનું છેલ્લું OS છે અને તેમાં બસ હવે રેગ્યુલર અપડેટ આવતા રહેશે પણ 2021માં માઇક્રોસોફ્ટએ પોતાનું નવું વિન્ડોઝ 11 OSનું એલાન કરીને વિન્ડોઝ પ્રેમીઓને વધારે ઉત્સાહિત કરી દીધા છે.

હા મિત્રો 24-6-2021એ માઇક્રોસોફ્ટએ નવા ઇવેંટમાં વિન્ડોઝ 11 વિશે Official જાણકારી આપી છે. 2021ના જૂન મહિનામાં જ વિન્ડોઝ 11ની ફાઇલ લીક થઈ ગઈ હતી અને હવે માઇક્રોસોફ્ટએ જાતે જ ખાતરી કરી છે કે હા વિન્ડોઝ 11 તેમનું એક નવું ઓપરેટિંગ સિસ્ટમ છે.

જ્યારે માઇક્રોસોફ્ટના સપોર્ટ પેજ પર વિન્ડોઝ 10 માટે 2025 સુધી સપોર્ટ આપવાનું જણાવ્યુ હતું, ત્યારથી જ બધાને ખબર પડી ગઈ હતી કે માઇક્રોસોફ્ટ પોતાનું નવું OS જલ્દી લાવી રહી છે.

તો ચાલો આપણે આજે વિન્ડોઝ 11 શું છે? અને Windows 11 વિશે ઘણી બધી જાણકારી જાણીશું જે તમને કદાચ નહીં ખબર હોય.

Windows 11 વિશે પૂરી જાણકારી

વિન્ડોઝ 11 શું છે?

માઇક્રોસોફ્ટના ઘણા બધા લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે જેને કમ્પ્યુટર વાપરનાર વ્યક્તિનું જીવન જ ખૂબ સહેલું કરી દીધું છે. અત્યારે લાખોના ધંધાઓ વ્યાપારીઓ પોતાના વિન્ડોઝ કમ્પ્યુટર કે લેપટોપમાં મેનેજ કરતાં હોય છે કારણ કે વિન્ડોઝ ચલાવવામાં ખૂબ સહેલું છે.

માઇક્રોસોફ્ટએ લોકોની કમ્પ્યુટર વાપરવાની રીતને વધુ સહેલી બનાવવા માટે 24-6-2021ના રોજ પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11નું એલાન કર્યું છે અને આ વિન્ડોઝ 11 ખૂબ ઝડપી અને યુઝરને કોઈ પ્રોબ્લેમ ન થાય તેના લીધે વધુ સિમ્પલ બનાવવામાં આવ્યું છે.

માઇક્રોસોફ્ટએ પહેલા ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કર્યા હતા જેમાં મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 અને અત્યારે વિન્ડોઝ 11 છે, માઇક્રોસોફ્ટએ પોતાનું પહેલું વર્ઝન વર્ષ 1985માં લોન્ચ કર્યું હતું અને ત્યારબાદ પણ ઘણા બધા OS લોન્ચ કર્યા હતા જેના નામ નવી પેઢીના લોકોને ખબર પણ નહીં હોય.

વિન્ડોઝ 11 એક નવું સિમ્પલ અને ઝડપી OS છે જે વિન્ડોઝ 10 પછીનું છે. માઇક્રોસોફ્ટએ આ OSમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે જેમાથી આપણે મુખ્ય ફીચર્સ વિશે આગળ વાત કરીશું.

વિન્ડોઝ 11ના મુખ્ય ફીચર્સ

વાપરવા માટે સહેલું

માઇક્રોસોફ્ટએ પોતાના વિન્ડોઝ 11ને વધારે સિમ્પલ બનાવ્યું છે જેથી કોઈ નવો યુઝર વિન્ડોઝ 11ને વાપરે તો તેને શીખવામાં તકલીફ ન પડે અને તે પોતાનું કામ વધારે જલ્દી અને ધ્યાન લગાવીને કરી શકે, તે માટે માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11માં કોઈ વગર કામની વસ્તુઓ ડેસ્કટોપ પર નથી ઉમેરી.

માઇક્રોસોફ્ટએ પોતાના નવા OSના ટાસ્ક બારમાં ઘણો સુધારો કર્યો છે અને સ્ટાર્ટ મેનૂ અને અન્ય આઇકનને વચ્ચે (Center) લાવી દીધું છે પણ તમને સ્ટાર્ટ મેનૂને ફરી જૂના OSની જેમ ડાબી બાજુ સેટ કરવાનો ઓપ્શન હજુ પણ મળે છે.

વિન્ડોઝ 11માં બધા ઓપ્શન તમને ગ્લાસ પ્રકારમાં જોવા મળે છે જે આપણને વધુ આકર્ષિત કરે છે. વિન્ડોઝ 11માં રેગ્યુલર અપડેટ પણ આપવામાં આવશે જે 40% ઓછા Size માં હશે જેથી તમારું સ્ટોરેજ પણ ઓછું ભરાશે.

સ્નેપ લેઆઉટ અને ગ્રુપ

વિન્ડોઝ 11માં તમને સ્નેપ લેઆઉટનો પણ ઓપ્શન જોવા મળે છે જેથી તમે જેટલા પણ સોફ્ટવેર એક સાથે વાપરો છો તેને એક જ સ્ક્રીનમાં અલગ-અલગ આકારમાં ગોઠવીને વાપરી શકશો અને એક સોફ્ટવેરમાથી બીજા સોફ્ટવેરમાં તરત જ સ્વિચ કરી શકશો, ટૂંકમાં મલ્ટીટાસ્ક કરી શકાય તે માટે આ પ્રયાસ કરેલો છે.

ગેમિંગ

ગેમર્સ માટે પણ વિન્ડોઝ 11માં ખૂબ નવી નવી સુવિધા આપવામાં આવી છે અને આ વિન્ડોઝ 11 ગેમિંગ માટે સૌથી બેસ્ટ OS હશે. જો તમારું મોનિટર HDR સપોર્ટ કરતું હશે અને તમારી ગેમ HDR સપોર્ટ નહીં કરે તો પણ ઓટોમેટિક તમારી ગેમના ગ્રાફિક્સ HDRમાં આવી જશે અને તેને લીધે ગેમ ડેવલોપરએ એમાં વધારાથી કઈ નવું ઉમેરવાની જરૂર હોતી નથી.

વિન્ડોઝ 11માં તમે ગેમને વધારે ગ્રાફિક્સમાં રમી શકશો અને આ તમને વધારે સારી સ્પીડ પણ આપશે સાથે સાથે તમે તમારા હાર્ડવેરને ગેમિંગ માટે વધારે અનલોક કરી શકશો.

વિન્ડોઝ 11માં હવે નવી ટેક્નોલોજીની મદદથી ગેમિંગને ખૂબ બૂસ્ટ કરવામાં આવ્યું છે અને તમારી SSDમાં ગેમ હશે અને જ્યારે ગેમ ખોલશો તો તે ડાઇરેક્ટ નવી ટેક્નોલોજીની મદદથી ગેમ તમારી ગ્રાફિક મેમરીમાં લોડ થશે અને તેથી તમારી ગેમનો લોડીંગ સમય પણ ઓછો થશે.

Widgets (વિજેટ્સ)

માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11માં વિજેટ્સનો પણ ઓપ્શન આપ્યો છે જેમાં તમે MSN દ્વારા નવા-નવા સમાચાર, તાપમાન અને તમારી રુચિ પ્રમાણે તમને નવી નવી માહિતી પીરસવામાં આવશે પણ તેના માટે તમારે માઇક્રોસોફ્ટ અકાઉંટ સાથે સાઇન ઇન કરવું પડશે.

માઇક્રોસોફ્ટ ટિમ

માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11માં માઇક્રોસોફ્ટ ટીમને ડિફોલ્ટ રીતે સેટ કર્યું છે જેથી તમે આરામથી પોતાના સગા-સંબંધીઓ અથવા મિત્રો સાથે ચેટિંગ, વોઇસ અને વિડિયો કોલિંગ વગેરે કરી શકશો.

માઇક્રોસોફ્ટ સ્ટોર

માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11માં માઇક્રોસોફ્ટ સ્ટોરના દેખાવમાં પણ થોડા ઘણા ફેરફાર કર્યા છે અને તેની પણ ઝડપ વધારી છે. વિન્ડોઝ 11 માટે માઇક્રોસોફ્ટ સ્ટોર એક એવું વિશ્વાસુ પ્લેટફોર્મ છે જ્યાથી તમે અલગ-અલગ એપ અને સોફ્ટવેર કોઈ પણ ચિંતા વગર ડાઉનલોડ કરી શકો છો કારણ કે તેમાં તમને વાઇરસનો ખતરો નથી જોવા મળતો.

માઇક્રોસોફ્ટ સ્ટોરમાં તમને અલગ-અલગ વેબ એપ અને તેના જેવી અલગ પ્રકારની એપ પણ જોવા મળશે અને માઇક્રોસોફ્ટ સ્ટોરમાં કોઈ Paid એપ હશે તો તેના પૈસા ડેવલોપરને પૂરે પૂરા મળશે અને માઇક્રોસોફ્ટ તેમાંથી પોતાનો ભાગ નહીં લે અને આનાથી વિન્ડોઝ યુઝરને વધારે એપ જોવા મળશે કારણ કે આથી વિન્ડોઝ માટે ડેવલોપર વધારે એપ ડેવલોપ કરશે.

Android એપ

હવે તમે વિન્ડોઝ 11માં જ કોઈ પણ ઈમ્યુલેટર કે થર્ડ પાર્ટી સોફ્ટવેર વગર ડિફોલ્ટ રીતે Android એપ્લિકેશનને ચલાવી શકશો જેને તમે માઇક્રોસોફ્ટ સ્ટોર દ્વારા Amazon એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.

માઇક્રોસોફ્ટ કંપનીએ Amazon એપ સ્ટોર સાથે પાર્ટનરશીપ કરી છે જેના દ્વારા તમે હવે Android એપનો આનંદ વિન્ડોઝ 11માં ઉઠાવી શકશો પણ તેના માટે તમારે માઇક્રોસોફ્ટ અકાઉંટ અને Amazon એપ સ્ટોર અકાઉંટની જરૂરત પડે છે.

Edge બ્રાઉઝર

માઇક્રોસોફ્ટએ પોતાના વિન્ડોઝ 11 ડિફોલ્ટ Edge બ્રાઉઝરમાં પણ વધારે સુધારો કર્યો છે અને તેમાં પણ થોડો દેખાવમાં તમને સુધારો જોવા મળશે અને ઝડપ પણ પહેલા કરતાં વધારે જોવા મળશે.

મલ્ટિપલ મોનીટર

વિન્ડોઝ 11માં હવે તમે વધુ સારી રીતે મલ્ટિપલ મોનીટરનો ઉપયોગ કરી શકશો જેમાં તમે અલગ-અલગ મોનીટરમાં વોલપેપર પણ અલગ અલગ રાખી શકો છો અને નવું એક વર્કસ્પેસ બનાવી શકો છો.

મલ્ટિપલ મોનીટરનો સરળ અર્થ એ છે કે જો તમારી પાસે એક લેપટોપ કમ્પ્યુટર છે જેમાં વિન્ડોઝ 11 છે તો તમે લેપટોપ સાથે અલગ-અલગ મોનીટરને કનેક્ટ કરી શકો છો.

ટેબલેટ

માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11માં ટેબલેટ યુઝર માટે પણ ખૂબ સારી સુવિધા કરી છે જેમાં સ્પીડમાં તો સુધારો કર્યો જ છે પણ જે લોકો ડિઝાઇનર છે તેમના માટે પણ કઈક નવું બનાવવાની સુવિધા આપી છે.

ટેબલેટ મોડ દ્વારા સરસ ટચ સ્ક્રીન દ્વારા તમે વિન્ડોઝ 11નો ઉપયોગ કરી શકો છો પણ તમારી સ્ક્રીન પણ ટચ સ્ક્રીન સપોર્ટ કરવી જોઈએ. તેમાં ટાઈપ કરવા માટે કીબોર્ડમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે અને ઇમોજીનો પણ સપોર્ટ તમને મળશે.

તમે વોઇસ દ્વારા પણ લખાણના વાક્યો ઝડપથી લખી શકશો અને તમારો સમય પણ બચશે.

સિક્યોરિટી

માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 11ને ખૂબ વધારે સુરક્ષિત બનાવ્યું છે અને તેને વિન્ડોઝનું સૌથી સુરક્ષિત OS પણ કહ્યું છે, આમાં એવી સિક્યોરિટી હશે જેનાથી તમારે નવું સિક્યોરિટી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂરત કદાચ જ પડશે અને તેને લીધે સિક્યોરિટી સોફ્ટવેરના માર્કેટ પર પણ કદાચ અસર પડશે.

ડાઉનલોડ કરવા માટે સિસ્ટમ જરૂરત (Windows 11 System Requirements in Gujarati)

Windows 11 System Requirement Gujarati

તમારે પોતાના ડિવાઇસમાં વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ કરવા માટે શું સિસ્ટમ રિકવાયરમેંટ (જરૂરત) જોઈએ છે તે તમે ઉપર સ્ક્રીનશોટમાં તો જોઈ જ શકો છો પણ આપણે મુખ્ય જરૂરત વિશે વાત કરીએ તો 1 GHz અને સાથે 2 કોરથી વધારે વાળું 64 બીટ પ્રોસેસરની જરૂર પડે છે.

સાથે 4 GB અને 64 GB સ્ટોરેજની જરૂર પડે છે અને સિસ્ટમ ફાર્મવેરમાં UEFI અને સિક્યોર બૂટ કેપેબલ ઓપ્શન ચાલુ હોવું જોઈએ, સાથે Trusted Platform Module (TPM) 2.0 પણ તમારા લેપટોપમાં હોવું જોઈએ, સાથે 720p HD ડિસ્પ્લે પણ હોવી જોઈએ.

જો તમારું ડિવાઇસ જૂનું છે તો કદાચ જ તમારા ડિવાઇસમાં વિન્ડોઝ 11 ચાલી શકે પણ માઇક્રોસોફ્ટએ એક નવું ટૂલ પણ આપ્યું છે જે તમને બતાવશે કે તમારા ડિવાઇસમાં વિન્ડોઝ 11 ચાલશે કે નહીં ચાલે.

તમારા પીસીમાં Windows 11 ચાલશે કે નહીં ચાલે એ કઈ રીતે ચેક કરવું?

તમારી પાસે 2 રીત છે જેના દ્વારા તમે ચેક કરી શકશો કે તમારા પીસીમાં Windows 11 ચાલશે કે નહીં ચાલે.

સૌપ્રથમ માઇક્રોસોફ્ટએ જે સિસ્ટમ રિક્વાયરમેંટ આપી છે તેને તમે જાતે જ એક-એક કરીને પોતાના પીસીમાં તે છે કે નહીં એ ચેક કરી શકો છો અને એના દ્વારા જાણી શકો કે વિન્ડોઝ 11 તમારા પીસીમાં ચાલશે કે નહીં ચાલે.

બીજી રીતમાં તમે માઇક્રોસોફ્ટનું એક PC Health Check ટૂલને પોતાના વિન્ડોઝ 10માં ડાઉનલોડ કરીને જોઈ શકો છો અને એમાં તમને બતાવવામાં આવશે કે તમારું પીસી વિન્ડોઝ 11 માટે સક્ષમ છે કે નહીં.

Microsoft PC Health Check Tool

આ ટૂલને તમે microsoft.com/windows/windows-11 URL એડ્રેસ પર જઈને નીચેથી ડાઉનલોડ કરી શકો છો.

વિન્ડોઝ 11 મફત અપગ્રેડ

તમે તમારા વિન્ડોઝ 10 ના સેટિંગમાં જઈને બધા જ અપડેટને ઇન્સ્ટોલ કરીને પણ જોઈ શકો છો, જો તમારું પીસી વિન્ડોઝ 11 ચલાવવામાં સક્ષમ હશે તો તમને વિન્ડોઝ 11 માં ડાઇરેક્ટ અપગ્રેડ કરવાનું ઓપ્શન જરૂર મળશે અને આ ઓપ્શન તમારા પીસીમાં દેખાવવામાં સમય લાગી શકે છે.

તો મિત્રો આશા છે કે તમને વિન્ડોઝ 11 વિશે પૂરી જાણકારી મળી હશે અને તમે પણ વિન્ડોઝ પ્રેમી હશો તેને લીધે પોસ્ટને તમે પૂરી વાંચી છે એટલે તમારો ખૂબ આભાર, પોતાના મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેઓ પણ જાણી શકે.

Thumbnail Image Source:- https://commons.wikimedia.org/wiki/File:Windows_11_abtract_concept.png

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-