વિન્ડોઝ 365 શું છે? વિન્ડોઝ 365 કોના માટે ઉપલબ્ધ છે? તેના ભાવ શું છે?

અત્યારે ઘણા લોકો પાસે એવા કમ્પ્યુટર છે જેમાં વધારે રેમ કે સ્ટોરેજ હોતી નથી પણ તેમની પાસે ઇન્ટરનેટ ડેટા છે. સ્ટોરેજ અને રેમ ઓછી હોવાને કારણે ઘણા લોકો પોતાના કમ્પ્યુટરમાં ભારે કામ નથી કરી શકતા પણ હવે તેનું સોલ્યુશન આવી ગયું છે.

માઇક્રોસોફ્ટએ હમણાં જ વિન્ડોઝ 11નું એલાન કર્યું હતું અને તેમણે હવે એક ક્લાઉડ પીસીનું પણ એલાન કર્યું છે જેનું નામ વિન્ડોઝ 365 છે. આ એક માઇક્રોસોફ્ટનું પર્સનલ ક્લાઉડ કમ્પ્યુટર છે જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં ઉપયોગ કરી શકો છો.

આજે આપણે આ વિન્ડોઝ 365 વિશે જાણીશું કે આ વિન્ડોઝ 365 શું છે? તે કેવી રીતે કામ કરે છે જેવી વગેરે જાણકારી તમને આ પોસ્ટમાં જાણવા મળશે.

Windows 365 Information in Gujarati

વિન્ડોઝ 365 શું છે? – Windows 365 in Gujarati

તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે તો જાણ્યું જ હશે જેમાં તમે ઇન્ટરનેટ દ્વારા કોઈ બીજા કમ્પ્યુટરના રિસોર્સનો ઉપયોગ કરી શકો છો તો વિન્ડોઝ 365 પણ એક એવા જ કોન્સેપ્ટ પર કામ કરે છે.

વિન્ડોઝ 365 એક એવું કમ્પ્યુટર હશે જે ક્લાઉડ દ્વારા ચાલે છે એટલે કે આ વિન્ડોઝ 365 ઇન્ટરનેટ દ્વારા તમારા કોઈ પણ ડિવાઇસમાં ચાલે છે. જેવી રીતે યૂટ્યૂબનો વિડિયો તમારા ડિવાઇસમાં ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમ થાય છે તેવી જ રીતે આ વિન્ડોઝ 365 કમ્પ્યુટર તમારા કોઈ પણ ડિવાઇસમાં સ્ટ્રીમ થશે.

જો તમારી પાસે એક ઓછી સ્પેસિફિકેશન ધરાવતું કમ્પ્યુટર કે લેપટોપ છે તો તમે ઇન્ટરનેટ દ્વારા જ આ વિન્ડોઝ 365ને તમારા કમ્પ્યુટરમાં ચલાવી શકશો. વિન્ડોઝ 365 કમ્પ્યુટર માઇક્રોસોફ્ટના કોઈ ડેટા સેન્ટરમાં હશે જેમાં વધારે રેમ અને સ્ટોરેજ હશે જેને તમે ઇન્ટરનેટ દ્વારા તમારા કોઈ પણ ડિવાઇસથી ચલાવી શકશો.

વિન્ડોઝ 365 કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી પણ આ એક ક્લાઉડ કમ્પ્યુટર છે જેમાં તમને વિન્ડોઝ 10 જોવા મળશે અને ભવિષ્યમાં વિન્ડોઝ 11 પણ જોવા મળી શકે છે.

વિન્ડોઝ 10, 2015માં આવ્યું હતું અને માઇક્રોસોફ્ટએ તેને અત્યાર સુધી ખૂબ જ સુધારી લીધું છે તેને કારણે તમને વિન્ડોઝ 365 ક્લાઉડ કમ્પ્યુટરમાં વિન્ડોઝ 10 જોવા મળશે અને હજુ વિન્ડોઝ 11 શરૂઆતના સ્ટેજ પર જ છે એટલે તેમાં એટલા વધારે સુધારા જોવા નહીં મળે પણ ભવિષ્યમાં તમને વિન્ડોઝ 11 આ વિન્ડોઝ 365 ક્લાઉડ પીસીમાં જોવા મળી શકે છે.

વિન્ડોઝ 365 કેવી રીતે કામ કરશે?

Cloud Computing

વિન્ડોઝ 365 ક્લાઉડ દ્વારા કામ કરશે, તમારે પોતાના ડિવાઇસમાં મોંઘી રેમ કે ગ્રાફિક કાર્ડ કે સ્ટોરેજ લગાવવાની જરૂર નથી, બસ તમારી પાસે એક સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે જેના દ્વારા વિન્ડોઝ 365 કમ્પ્યુટર તમારા કોઈ પણ ડિવાઇસ જેમ કે Android, macOS, ટેબલેટ વગેરેમાં એક વેબ બ્રાઉઝર દ્વારા તમે આ ક્લાઉડ પીસીને એક્સેસ કરી શકશો અને તમને એક પાસવર્ડ પણ મળશે જેના દ્વારા તે ક્લાઉડ પીસીને તમારા સિવાય બીજું કોઈ ઉપયોગ ન કરી શકે.

શું વિન્ડોઝ 365 મફત છે?

માઇક્રોસોફ્ટનું ઓપરેટિંગ સિસ્ટમ ફ્રી નથી હોતા એટલે આ સર્વિસ પણ ફ્રી નથી. આમાં સબ્સ્ક્રિપ્શન મોડેલ છે જેમાં તમારે અમુક સ્પેસિફિકેશન માટે ચાર્જ ચૂકવવો પડશે.

વિન્ડોઝ 365 ને ચલાવવા માટે માઇક્રોસોફ્ટનએ ખૂબ જ ભારે અને પાવરફૂલ સર્વરનો ઉપયોગ કરવો પડે છે તેને કારણે આ વસ્તુ ફ્રી નથી.

વિન્ડોઝ 365 ને કોણ ચલાવી શકશે?

જેની પાસે એક સારું ઇન્ટરનેટ કનેક્શન છે તેઓ આ વિન્ડોઝ 365 ને આરામથી ચલાવી શકશે પણ તેના માટે તમારે તેનું સબ્સ્ક્રિપ્શન લેવું જરૂરી હશે.

જ્યારે 5G કનેક્શન આવશે ત્યારે વિન્ડોઝ 365 ને વધારે સારી રીતે ઉપયોગ કરી શકાશે અને જેની પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે તો તેમને તો ઇન્ટરનેટ સ્પીડનો વધારે વાંધો નહીં હોય એટલે તેઓ પણ આરામથી ચલાવી શકશે.

અત્યારે આ સર્વિસ માત્ર Business અને Enterprise માટે જ છે.

વિન્ડોઝ 365 ની શરૂઆત ક્યારે થઈ?

વિન્ડોઝ 365ની શરૂઆત 2 ઓગસ્ટ 2021ના રોજ થઈ હતી અને અત્યારે આ સર્વિસ હજુ Business અને Enterprise ના લોકો માટે જ છે જેથી તેના પ્લાન સામાન્ય યુઝરને પરવળે તેવા નથી.

વિન્ડોઝ 365ના પ્લાન શું છે?

Windows 365 Plans for Business

Windows 365 Plans for Business

Windows 365 Plans for Enterprise

Windows 365 Plans for Enterprise

વિન્ડોઝ 365 ના ફાયદા અને નુકસાન

ફાયદા

  • જે લોકો પાસે સારું ડિવાઇસ નથી જેમાં વધારે રેમ, સારું પ્રોસેસર કે વધારે સ્ટોરેજ નથી તેમને આ ક્લાઉડ પીસી દ્વારા ખૂબ જ ફાયદો થશે.
  • જે લોકોને ભારે વિડિયો એડિટિંગ સોફ્ટવેર અને ગેમ ચલાવવી છે તેઓ પણ આ ક્લાઉડ પીસી દ્વારા ચલાવી શકશે.
  • જે લોકોને પોતાનું એક પીસી બિલ્ડ નથી કરવું તો પણ તેઓ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે અને તેમને ફાયદો પણ થશે.
  • વિન્ડોઝ 365 ને કોઈ પણ ડિવાઇસમાં ક્યારે પણ સારા ઇન્ટરનેટ કનેક્શન દ્વારા ઉપયોગ કરી શકાશે.

નુકસાન

  • જો તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન નથી તો તમને વિન્ડોઝ 365 નો ઉપયોગ કરવામાં ઘણી તકલીફ પડશે.
  • જો તમારું ડિવાઇસ એવું છે જેમાં એક વેબ બ્રાઉઝર પણ સરખી રીતે નથી ચાલતું તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે .

તો મિત્રો આશા છે કે આજે તમને માઇક્રોસોફ્ટની એક નવી ક્લાઉડ સર્વિસ વિન્ડોઝ 365 વિશે જાણવા મળ્યું હશે. તમારા શું વિચાર છે આ નવા ક્લાઉડ પીસી વિશે તે જરૂર જણાવજો અને તમારા મિત્રોને પણ આ જાણકારી જરૂર શેર કરો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: