અત્યારે દરરોજ ખૂબ જ વધારે લોકો કોરોના સામે લડવા માટે વેક્સિન લગાવી રહ્યા છે અને આજે આપણે જાણીશું કે તમે વેક્સિન તો લગાવી દીધી પણ તેનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે જાણીશું.
તમે જ્યારે વેક્સિન મૂકાવા માટે જાઓ છો ત્યારે તમારી પાસે મોબાઇલ નંબર જરૂર માંગવામાં આવ્યો હશે અને તે નંબર દ્વારા જ્યારે તમે વેક્સિન મુકાવી લો તો તેના પર મેસેજ પણ આવે છે, આ જ નંબરની મદદથી આપણે વેક્સિન લગાવી એનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરતાં શિખીશું અને તમારી ઈચ્છા હોય તો તમે તે સર્ટિફિકેટને પ્રિન્ટ પણ કરી શકો છો.
તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે વેક્સિન લગાવ્યા બાદ તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સરળ રીત.
મોબાઇલમાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સરળ રીત
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો, તમે Google Chrome, Firefox અથવા અન્ય કોઈ પણ બ્રાઉઝર ખોલી શકો છો.
- હવે સર્ચ બટનમાં “cowin” સર્ચ કરો અને પ્રથમ પરિણામ પર જે Official વેબસાઇટ આવે તેને ખોલો અથવા તમે ડાઇરેક્ટ એડ્રેસ બારમાં “cowin.gov.in” લખીને એન્ટર દબાવો એટલે વેબસાઇટ ખૂલી જશે.
- હવે જે મોબાઇલ નંબર તમે વેક્સિન મુકાવતી વખતે આપ્યો હતો તે જ મોબાઇલ નંબર અહી લખો અને Get OTP પર ક્લિક કરો.
- હવે તમારા આ જ નંબર પર એક OTP કોડ આવશે જે તમારી અહી લખવાનો રહેશે અને Verify & Proceed પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે વેક્સિનના જેટલા ડોઝ લીધા હશે તેટલા સર્ટિફિકેટ તમને અહી દેખાશે જેમ કે તમે પહેલો ડોઝ મુકાવ્યો હોય તો તમને અહી એક જ સર્ટિફિકેટ જોવા મળશે અને બીજો ડોઝ મુકાવ્યો હોય તો પહેલા ડોઝના અને બીજા ડોઝ એમ બંનેના સર્ટિફિકેટ તમને જોવા મળશે.
- હવે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે Certificate પર ક્લિક કરો અને તે ઓટોમેટિક ડાઉનલોડ થવા માંડશે અને કદાચ Download બટન દબાવવાનું આવે તો તે જરૂર દબાવવું જેથી સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકે.
વેક્સિન ડાઉનલોડ કર્યા બાદ તેને કેવી રીતે જોવું?
એક વખત વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયા બાદ તેને તમારે જોવું હોય છે અને તે સર્ટિફિકેટ PDF ફોર્મેટમાં હોય છે તેથી તમારે PDF ફાઇલને ખોલવા માટે PDF રીડરની જરૂર પડે છે.
- PDF Reader એપને તમે ગૂગલ પ્લેસ્ટોર અથવા તમારા iOS માટે એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી લો.
🔗 ગૂગલ પ્લેસ્ટોર પરથી Android એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- હવે certificate.pdf ફાઇલ પર પર ક્લિક કરો અને તે ફાઇલ ઓટોમેટિક PDF Readerમાં ખુલશે. પછી Allow બટન પર જરૂર દબાવજો જેથી તે એપ તમારા ફોટાને એક્સેસ કરી શકે અને તમને બતાવી શકે.
- હવે તમારું વેક્સિન સર્ટિફિકેટ આવી રીતે ખૂલી જશે અને તમે આરામથી તેની પ્રિન્ટ પણ કઢાવી શકશો.
તો મિત્રો આશા છે કે તમને આજની પોસ્ટ પસંદ આવી હશે અને તમને જરૂર ઉપયોગી થઈ હશે. તમે અમારી સાથે જરૂર જોડાવો જેથી તમે આવી જ ઉપયોગી પોસ્ટ દરરોજ વાંચી શકો.
અમારી અન્ય પોસ્ટ:-
🔗 લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને પાછી તેને કેવી રીતે લગાવવી?
🔗 મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું? (સ્ક્રીનશોટ સાથે)
🔗 તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જોવું?
Nice!
Good explanation!
ખૂબ ખૂબ આભાર બ્રિજેશ ભાઈ
✅✅