મિત્રો અત્યારના સમયમાં વેબ ટેક્નોલોજી ખૂબ જ વિકસિત થઈ ગઈ છે અને લોકો વેબ એપ્લિકેશનનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યા છીએ.
આજે આપણે જાણીશું કે આ વેબ એપ્લિકેશન શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે પણ જાણીશું.

વેબ એપ્લિકેશન એટલે શું? (What is Web Application?)
વેબ એપ્લિકેશન એક કમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે જે કોઈ વેબ સર્વર પર સ્ટોર હોય છે અને યુઝર તેને કોઈ પણ વેબ બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકે છે. વેબ એપ્લિકેશનને પોતાના કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર હોતી નથી, તે બ્રાઉઝરની મદદથી સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
હાલમાં બધા જ લોકોના કમ્પ્યુટર કે મોબાઇલમાં એક બ્રાઉઝર ઇન્સ્ટોલ હોય છે અને બધા ડિવાઇસ માટે અલગ-અલગ મોબાઇલ એપ અથવા ડેસ્કટોપ એપ ન બનાવવી પડે એ માટે એક વેબ એપ્લિકેશન બનાવવું વધારે સારું રહે છે.
હાલમાં મોટા ભાગની બધી જ કંપનીઓ વેબ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
એક વેબ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે? (How does a Web Application Work?)
વેબ એપ્લિકેશન એક પ્રોગ્રામ છે જે વેબ સર્વર ઉપર ચાલે છે અને ઇન્ટરનેટ દ્વારા યુઝર પોતાના બ્રાઉઝરમાં તે વેબ એપ્લિકેશનને એક્સેસ કરે છે.

ચાલો જાણીએ કે કઈ રીતે વેબ એપ્લિકેશન કામ કરે છે:
- સૌથી પહેલા તો યુઝર પોતાના વેબ બ્રાઉઝરમાં URL દ્વારા તે વેબ એપ્લિકેશનને ખોલે છે.
- હવે યુઝર જે URL ના રિસોર્સને એક્સેસ કરવા માંગે છે તેની વિનંતી બ્રાઉઝર તે વેબ સર્વરને મોકલશે.
- ત્યારબાદ વેબ સર્વર તે વિનંતી ઉપર પ્રક્રિયા કરે છે અને તેનો રિસ્પોન્સ તૈયાર કરે છે. રિસ્પોન્સમાં યુઝર જે URL નું કન્ટેન્ટ જોવા માંગે છે તેનો કોડ હશે જેમ કે HTML, CSS અને Javascript કોડ અને સાથે તે વેબ એપ્લિકેશનમાં જે ફોટા કે વિડિયો હોય તો તેને પણ તૈયાર કરે છે.
- ત્યારબાદ વેબ સર્વર તે રિસ્પોન્સને બ્રાઉઝરમાં મોકલે છે અને બ્રાઉઝર તે રિસ્પોન્સને યુઝરને બતાવે છે.
હવે વેબ સર્વર કેવી રીતે કોઈ પણ વિનંતી ઉપર પ્રક્રિયા કરીને તેનો રિસ્પોન્સ તૈયાર કરે છે તે અલગ-અલગ વેબ એપ્લિકેશનના પ્રકાર અને તેમાં ઉપયોગ થતી ટેક્નોલોજી ઉપર આધારિત હોય છે.
તમને સામાન્ય રીતે સમજણ પડી ગઈ હશે કે એક વેબ એપ્લિકેશન કામ કેવી રીતે કરે છે.
વેબ એપ્લિકેશન અને વેબસાઇટ વચ્ચેનો તફાવત (Difference between Web application and Website)
વેબ એપ્લિકેશન અને વેબસાઇટ બંનેનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા બ્રાઉઝર ઉપર કરવામાં આવે છે.
વેબસાઇટ મુખ્ય રીતે કોઈ પણ જાણકારી શેર કરવા માટે ઉપયોગી થાય છે અને તેના વેબ પેજ સ્ટેટિક હોય છે. યુઝર બસ તેમાંથી કોઈ પણ જાણકારી, ફોટા, વિડિયો વગેરે માત્ર જોઈ શકે છે.
જ્યારે વેબ એપ્લિકેશનની વાત કરીએ તો યુઝર વેબ એપ્લિકેશનમાં કોઈ પણ કાર્ય કરી શકે છે જેમ કે તમે ગૂગલ શીટ, ગૂગલ ડોક્સ વગેરેને બ્રાઉઝરમાં ઉપયોગ કર્યું હશે અને તમે બ્રાઉઝરમાં જ આ ગૂગલ ડોક્સ અને શીટની વેબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈ પણ કામ કરી શકો છો.
અત્યારે તો એવા પણ વિડિયો એડિટિંગ માટેના વેબ એપ્લિકેશન આવ્યા છે જેના દ્વારા તમે વિડિયો એડિટિંગ પોતાના બ્રાઉઝરમાં જ ડાઇરેક્ટ ઇન્ટરનેટ દ્વારા કરી શકો છો.
વેબ એપ્લિકેશન ડાઈનેમિક હોય છે. વેબ એપ્લિકેશનનું કન્ટેન્ટ બદલાય છે જ્યારે વેબસાઇટમાં વેબ પેજને રિફ્રેશ કરવું પડે છે અને ત્યારે કન્ટેન્ટ બદલાય છે.
મુખ્ય આ જ મોટો ફરક છે કે વેબસાઇટ કોઈ પણ જાણકારી અથવા કન્ટેન્ટ શેર કરવા માટે ઉપયોગી થાય છે અને જ્યારે વેબ એપ્લિકેશન અલગ-અલગ ટાસ્ક પૂરા કરવા અને યુઝર તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.
વેબ એપ્લિકેશનના ફાયદા (Benefits of Web Application)
વેબ એપ્લિકેશનના ઘણા ફાયદા છે તો ચાલો જાણીએ.
- વેબ એપ્લિકેશનને કોઈ પણ ડિવાઇસમાં બ્રાઉઝર સાથે એક્સેસ કરી શકાય છે.
- વેબ એપ્લિકેશનને અલગ-અલગ ડિવાઇસમાં ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી પડતી, તે URL દ્વારા ખૂલી જાય છે.
- ડેસ્કટોપ એપ્લિકેશન કરતાં વેબ એપ્લિકેશન ઓછા ખર્ચમાં બની જાય છે.
- વેબ એપ્લિકેશનમાં અપડેટ બધા યુઝર માટે એક સાથે લાગુ કરી શકાય છે.
- વેબ એપ્લિકેશન ખૂબ વધારે યુઝરને હેન્ડલ કરી શકે છે.
- વેબ એપ્લિકેશનને અન્ય વેબ આધારિત સેવાઓ સાથે સરળતાથી ઈંટીગ્રેટ કરી શકાય છે જેમ કે ગૂગલ મેપ, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વગેરે.
- વેબ એપ્લિકેશન એક બીજાને સહયોગ કરવા માટે ખૂબ સારા સ્તરના Collaboration ટૂલ્સ પૂરા પાડી શકે છે.
મિત્રો આશા છે કે વેબ એપ્લિકેશન વિશે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા અમને 7600940342 વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ: