વેબ બ્રાઉઝર એટલે શું? તેનો ઇતિહાસ, તે કેવી રીતે કામ કરે? ફીચર્સ, ઇતિહાસ વિશે માહિતી

વેબ બ્રાઉઝર એટલે શું?

વેબ બ્રાઉઝર એટલે શું? – Web Browser in Gujarati

 • વેબ બ્રાઉઝર એક એપ્લિકેશન સોફ્ટવેર છે જેને આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ અને તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં અલગ-અલગ પ્રકારની વેબસાઇટ ખોલવા માટે થાય છે.
 • જ્યારે કોઈ પણ વ્યક્તિ વેબ બ્રાઉઝરની મદદથી તેમાં કોઈ URL લિન્ક ખોલે છે ત્યારે તમારું વેબ બ્રાઉઝર તે લિન્ક સાથે જે વેબ પેજ જોડાયેલું હોય તેને તમારી સામે રજૂ કરે છે.
 • વેબ બ્રાઉઝર વેબ સર્વરને એક વિનંતી (Request) મોકલે છે કે આ વેબ પેજ ખોલવામાં આવે અને ત્યારબાદ વેબ બ્રાઉઝર તમને તે વેબસાઇટ ખોલીને આપે છે.

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ – History of Web Browser

વેબ બ્રાઉજરનો ઇતિહાસ - History Of Browsers
 • ટિમ બર્નર્સ લીએ 1990માં WorldWideWeb નામનું પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યું હતું જે દુનિયાનું સૌથી પહેલું વેબ બ્રાઉઝર હતું.
 • 1991માં Line Mode Browser આવ્યું હતું, આ બ્રાઉઝરને બનાવવા માટે ટિમ બર્નર્સ લીએ Nicola Pellowની પણ ભરતી કરી હતી.
 • 1993માં એક એવું બ્રાઉઝર આવ્યું જે વાપરવામાં સહેલું હતું અને તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને સપોર્ટ કરતું હતું, કોઈ સામાન્ય વ્યક્તિ વાપરી શકે તેવું બ્રાઉઝર હતું. આ બ્રાઉઝરનું નામ Mosaic હતું. આ બ્રાઉઝર દુનિયાનું સૌથી પહેલું લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
 • જે ટીમએ Mosaic બનાવ્યું હતું તેમની ટિમના લીડર Marc Andreessen એ ત્યારબાદ Netscape નામની પોતાની કંપની ચાલુ કરી અને 1994માં Netscape Navigator નામનું બ્રાઉઝર લોન્ચ કર્યું. આ પણ તે વખતે લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
 • ત્યારબાદ 1995માં માઇક્રોસોફ્ટ કપનીએ પોતાનું Internet Explorer નામનું બ્રાઉઝર લોન્ચ કર્યું અને તે Freeware હતું અને તેના વપરાશ પર કોઈ રોક ટોક ન હતી તેને કારણે આ બ્રાઉઝર Netscape ને પાછળ છોડી લોકપ્રિય બની ગયું હતું અને 2002માં Internet Explorerનું માર્કેટ શેર 95% ટકા થઈ ગયું હતું.
 • 2004માં Mozilla Firefox બ્રાઉઝર આવ્યું અને 2011માં તેનો માર્કેટ શેર 28% હતો.
 • ત્યારબાદ ગૂગલ કંપનીએ 2008માં પોતાનું ક્રોમ બ્રાઉઝર લોન્ચ કર્યું જે Google Chrome ના નામથી પણ ઓળખાય છે. 2012ની આજુબાજુ ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
 • ત્યારબાદ 2015માં માઇક્રોસોફ્ટ કંપનીએ Microsoft Edge નામનું એક નવું બ્રાઉઝર લોન્ચ કર્યું જે Windows 10નો એક ભાગ હતો. ઇન્ટરનેટ એક્સપ્લોરર 2021માં ખતમ થઈ ગયું છે, તેની જગ્યાએ હવે Microsoft Edge બ્રાઉઝર વાપરવું પડે છે.
 • હાલ સ્માર્ટફોનમાં પણ ઘણા અલગ-અલગ બ્રાઉઝર છે જેમાં Chrome, Firefox, Edge, Brave, Safari વગેરે છે.

વેબ બ્રાઉઝર અને સર્ચ એંજિન વચ્ચે શું ફરક છે? – Difference between Web Browser and Search Engine

 • વેબ બ્રાઉઝર એક એવું સોફ્ટવેર છે જેને આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું પડે છે અને ત્યારબાદ આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થયા બાદ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. વેબ બ્રાઉઝર દ્વારા આપણે અલગ-અલગ પ્રકારની વેબસાઇટ ખોલી શકીએ છીએ.
 • વેબ બ્રાઉઝર વેબસાઇટને ખોલવા માટેનું સોફ્ટવેર છે અને સર્ચ એંજિન એક એવી વેબસાઇટ છે જેના દ્વારા આપણે બીજી અન્ય વેબસાઇટની લિન્ક શોધી શકીએ છીએ.
 • હવે સર્ચ એંજિન દ્વારા આપણે અલગ-અલગ વેબસાઇટની લિન્ક શોધીએ અને જ્યારે તે લિન્ક ખોલીએ એટલે વેબ બ્રાઉઝર તે લિન્ક દ્વારા તમને તે વેબસાઇટ ખોલીને આપે છે.
 • સર્ચ એંજિન માત્ર તમને લિન્ક શોધીને આપે છે અને વેબસાઇટ ખોલવાનું કામ વેબ બ્રાઉઝરનું છે.

વેબ બ્રાઉઝરમાં કયા-કયા ફીચર્સ હોય છે? – Features of Web Browser

 • બૂકમાર્ક (Bookmark): બૂકમાર્કની મદદથી વેબ બ્રાઉઝરમાં અલગ-અલગ URL લિન્કને સેવ કરી શકાય છે.
 • મલ્ટીપલ પેજ  (Multiple Pages): બધા વેબ બ્રાઉઝરમાં એક સાથે ઘણા અલગ-અલગ વેબ પેજ ખોલી શકાય છે.
 • હિસ્ટરી (History): તમે વેબ બ્રાઉઝરમાં જે પણ વેબસાઇટ ખોલો છો અને કઈ કઈ લિન્ક ખોલો છો તેનો એક રેકોર્ડ History સેક્શનમાં જોવા મળે છે.
 • એડ્રેસ બાર (Address Bar): એડ્રેસ બારમાં તમે URL ટાઈપ કરીને એન્ટર કરો એટલે તમારી સામે વેબસાઇટ ખૂલી જાય છે. એડ્રેસ બાર એક ઈન્પુટ બોક્સ છે જેમાં URL એન્ટર કરીને વેબસાઇટ ખોલી શકાય છે.
 • હોમ બટન (Home Button): હોમ બટન પર ક્લિક કરીને યુઝર તેના હોમપેજમાં આવી જાય છે.
 • ફોરવર્ડ અને બેક બટન (Forward and Back Button): બેક બટનની મદદથી જે પાછળ લિન્ક ખોલી હતી તેમાં પહોચે છે અને ફોરવર્ડ બટન પર ક્લિક કરીએ તો આગળની લિન્કમાં પહોચાય છે.
 • રીલોડ (Reload or Refresh): રીલોડ અથવા રિફ્રેશ બટન પર કરવાથી વેબપેજ રિફ્રેશ થાય છે, વેબપેજમાં જે નવું અપડેટ થયું હોય તે જોવા મળે છે.
 • પ્રાઇવેટ મોડ (Private or Incognito Mode): જો કોઈ યુઝર વેબ બ્રાઉઝરમાં પ્રાઇવેટ મોડ ખોલીને વેબસાઇટ ખોલે તો વેબ બ્રાઉઝર તે યુઝરની હિસ્ટરી નથી સેવ કરતું અને જેમ પ્રાઇવેટ મોડ બંધ કરીએ તો તેનો ડેટા પણ ડિલીટ થઈ જાય છે.
 • એક્સટેન્શન (Extension): જો કોઈ વેબ બ્રાઉઝરમાં વધારાના ફીચર્સ અથવા વેબ બ્રાઉઝરનો દેખાવ બદલવું હોય તો તેમાં નવા એક્સટેન્શન ઇન્સ્ટોલ કરીને નવી સુવિધાઓ ઉપયોગ કરી શકાય છે.
 • પાસવર્ડ મેનેજ (Password Manage): જ્યારે કોઈ યુઝર અન્ય વેબસાઇટમાં લૉગિન અથવા સાઇન અપ કરે છે ત્યારે વેબ બ્રાઉઝર તેનો ઈમેલ આઈડી અથવા પાસવર્ડ પણ સ્ટોર કરે છે પણ યુઝર તેને રોકી પણ શકે છે.
 • સિંક સર્વિસ (Sync Service): જ્યારે તમે કોઈ વેબ બ્રાઉઝરમાં એકાઉન્ટ બનાવો ત્યારે તમે જે-જે વેબસાઇટ ખોલો તેનો ડેટા વેબ બ્રાઉઝરમાં સ્ટોર થાય છે અને તે તમારા એકાઉન્ટ સાથે લિન્ક હોય છે, હવે તમે જ્યારે બીજા કમ્પ્યુટરમાંએ જ વેબ બ્રાઉઝરમાં તમારું એકાઉન્ટ લૉગિન કરો તો તમે જે-જે વેબસાઇટ ખોલી હતી અને બૂકમાર્ક કરી હતી તે તમારા નવા વેબ બ્રાઉઝરમાં પણ આવી જાય છે.
 • ડાઉનલોડ (Download): વેબસાઇટમાંથી કોઈ પણ વિડિયો, ઓડિઓ, ફોટો વગેરે સામગ્રીને વેબ બ્રાઉઝર ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.
 • ઝૂમ (Zoom): તમે કોઈ પણ વેબસાઇટમાં રહેલા લખાણ અથવા વેબપેજને નાનું-મોટું કરી શકો છો.
 • વેબ ડેવલોપમેંટ ટૂલ્સ (Web Development Tools): જો કોઈ ડેવ્લોપર છે તો તેના માટે અલગ-અલગ ટૂલ્સ પણ વેબ બ્રાઉઝરમાં આપવામાં આવ્યા હોય છે.

વેબ બ્રાઉઝર કેવી રીતે કામ કરે છે? – How Web Browser Works?

 • મોટા ભાગની કોઈ પણ વેબસાઇટ HTML જેવી ભાષાઓની મદદથી બનેલી હોય છે એટલે જો આપણે કોઈ પણ વેબસાઇટને વેબ બ્રાઉઝર વગર ચેક કરીએ તો તેમાં આપણને માત્ર કોડિંગ જ દેખાય છે અને આપણાં જેવા સામાન્ય વ્યક્તિને તે ભાષા સમજવી મુશ્કેલ લાગે છે.
 • જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટ વેબ બ્રાઉઝરમાં ખોલીએ છીએ ત્યારે તે બ્રાઉઝર તે વેબસાઇટના કોડને સામાન્ય યુઝરની ભાષામાં રેંડર કરે છે અને તેને આપણાં ડિવાઇસમાં લોડ કરે છે, જ્યારે તે વેબસાઇટ સંપૂર્ણ લોડ થઈ જાય ત્યારે તેને આપણે પોતાના ડિવાઇસમાં જોઈ શકીએ છે.
 • એટલે બ્રાઉઝરને આપણે અનુવાદક પણ કહી શકીએ છે જે આપણને વેબસાઇટની ભાષાને આપણે સમજીએ તેવી ભાષામાં અનુવાદ કરીને આપે છે.
 • જો આપણે વેબ બ્રાઉઝરની કામ કરવાની પ્રોસેસને એક વાર્તામાં સમજીએ તો તે નીચે પ્રમાણે થાય છે.
 • જેમ કે તમે કોઈ વેબસાઇટનું URL એડ્રેસ વેબ બ્રાઉઝરના URL બારમાં લખો છો જેમ કે https://www.techzword.com
 • જ્યારે તમે આવું URL એડ્રેસ બ્રાઉઝરના એડ્રેસ બારમાં લખીને એન્ટર કરશો ત્યારે આ વેબસાઇટનું કોડિંગ અથવા કન્ટેન્ટ વેબ સર્વરમાથી HTTP કે HTTPS દ્વારા બ્રાઉઝરમાં આવે છે અને ત્યારે વેબ બ્રાઉઝર તે વેબસાઇટની ભાષાને સમજે છે અને તેને માણસ સહેલી રીતે સમજી શકે તેવી ભાષામાં આપણાં ડિવાઇસમાં લોડ કરીને આપે છે.

વેબ બ્રાઉઝરના નામ – Web Browser Names

વેબ બ્રાઉજરના નામ

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ તો આપણે જોઈ લીધો, હવે આપણે લોકપ્રિય વેબ બ્રાઉઝરના નામ જાણીશું જે અત્યારે લોકપ્રિય છે અને માર્કેટમાં લીડ કરે છે.

 • Google Chrome: ગૂગલ ક્રોમ એક મફત બ્રાઉઝર છે જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. ક્રોમ બ્રાઉઝર 2008માં લોન્ચ થયું હતું અને અત્યારે ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય વેબ બ્રાઉઝર છે. સૌથી વધારે લોકો મોબાઇલ અને ડેસ્કટોપમાં ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ગૂગલ ક્રોમનો જ ઉપયોગ કરે છે.
 • Firefox: Firefox એક ફ્રી અને ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે જેની શરૂઆત 2002માં થઈ હતી પણ 2004માં લોન્ચ થયું હતું. Firefoxની શરૂઆત Mozilla Foundation દ્વારા થઈ હતી.
 • Microsoft Edge: આ એક માઇક્રોસોફ્ટ કંપનીનું વેબ બ્રાઉઝર છે જે 2015માં Windows 10ના ભાગરૂપે લોન્ચ થયું હતું. માઇક્રોસોફ્ટએ હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરને પોતાના નવા વેબ બ્રાઉઝર Microsoft Edge દ્વારા રિપ્લેસ કરી દીધું છે. 
 • Opera: ઓપેરા (Opera) એક ખૂબ જૂનું વેબ બ્રાઉઝર છે જેને Opera Software દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓપેરા વેબ બ્રાઉઝરની શરૂઆત 1995માં થઈ હતી. ઓપેરા એક ક્રોમિયમ આધારિત વેબ બ્રાઉઝર છે.
 • Safari: સફારી(Safari) એક એપલ ડિવાઇસ માટેનું વેબ બ્રાઉઝર છે જેને એપલ કંપનીએ બનાવ્યું છે. જેની શરૂઆત 2003માં થઈ હતી. સફારી વેબ બ્રાઉઝર એપલના ડિવાઇસમાં ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે હોય છે.

આશા છે કે તમને આ વેબ બ્રાઉઝર વિશે માહિતી પસંદ આવી હશે અને વેબ બ્રાઉઝર એટલે શું? તે સવાલ વિશે તમારી મૂંઝવણ દૂર થઈ ગઈ હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-