વેબ હોસ્ટિંગ એટલે શું? | Web Hosting વિશે પૂરી જાણકારી..!!

જો તમને ઇન્ટરનેટ અને વેબસાઇટમાં રસ હોય તો તમારે વેબ હોસ્ટિંગ (Web Hosting) વિશે જરૂર જાણવું જોઈએ, વેબ હોસ્ટિંગ એક વેબસાઇટ માટે કેટલી જરૂરી છે એ તમને આ પોસ્ટ દ્વારા જાણવા મળશે,  

તો મિત્રો ચાલો જાણીએ વેબ હોસ્ટિંગ એટલે શું? તે કેમ જરૂરી છે? વેબ હોસ્ટિંગ કેવી રીતે કામ કરે છે? જેવી વગેરે જાણકારી જાણીશું.

વેબ હોસ્ટિંગ એટલે શું?

વેબ હોસ્ટિંગ એટલે શું?

જેમ આપણે હોટલમાં જમવા જઈએ છીએ અને વેઈટર આપણને સર્વિસ આપે છે તેવી જ રીતે આપણે જ્યારે કોઈ વેબસાઇટ પર જઈએ છીએ તો તે વેબસાઇટ જ્યાં હોસ્ટ કરેલી હોય ત્યા વેબ હોસ્ટિંગ પરથી યુઝર માટે અલગ-અલગ સામગ્રી પીરસવામાં આવે છે.

વેબ હોસ્ટિંગ એટલે કોઈ પણ સર્વરમાં એક જગ્યા જ્યાં વેબસાઇટને હોસ્ટ કરવામાં આવી હોય છે. તે વેબસાઇટમાં જેટલા પણ ફોટા, વિડિયો, ઓડિઓ, ડોકયુમેંટ અપલોડ કરવામાં આવે છે તે તેના હોસ્ટ કરેલા સર્વરમાં સ્ટોર થાય છે ટૂંકમાં તે વેબસાઇટની વેબ હોસ્ટિંગમાં તે ડેટા સ્ટોર થાય છે. 

ઇન્ટરનેટ પર ઘણી બધી વેબ હોસ્ટિંગ સર્વિસ આપતી કંપનીઓ હોય છે. જે લોકોને પોતાની વેબસાઇટ બનાવવી હોય તેઓ વેબ હોસ્ટિંગને ખરીદે છે જેમાં અલગ-અલગ ભાવમાં અલગ-અલગ સ્પીડ મળે છે.

વેબ હોસ્ટિંગમાં અલગ-અલગ સ્પીડમાં ઉપલબ્ધ હોય છે કે તે વેબસાઇટ પર કોઈ યુઝર આવે તો તે કેટલા સમયમાં બધુ જ કન્ટેન્ટ તેના ડિવાઇસમાં બતાવશે.

વેબ હોસ્ટિંગના ભાવ પ્રમાણે તેમાં સ્ટોરેજ પણ આપવામાં આવે છે જેમ કે 10 જીબી HDD સ્ટોરેજ, 5 જીબી SSD સ્ટોરેજ વગેરે.

વેબ હોસ્ટિંગનો સરળ અર્થ કોઈ પણ સર્વરમાં એક એવી જગ્યા જ્યાં વેબસાઇટને હોસ્ટ કરવામાં આવે છે અને તે વેબસાઇટના બધા જ ડેટા ફોટા, વિડિયો વગેરે તે વેબ હોસ્ટિંગમાં સ્ટોર થાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ તે વેબસાઇટ પર આવે છે તો વેબ હોસ્ટિંગમાથી જ અપલોડ કરેલા ડેટા તે વ્યક્તિના ડિવાઇસ જેમ કે કમ્પ્યુટર કે મોબાઇલમાં બતાવવામાં આવે છે.

વેબ હોસ્ટિંગ તે સર્વર જ હોય છે અને સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર હોય છે અને આ કારણે તેમાં સ્પીડ અને સ્ટોરેજ આપવામાં આવે છે.


વિજ્ઞાપન

વેબસાઈટ માટે વેબ હોસ્ટિંગ કેમ જરૂરી છે?

વેબ હોસ્ટિંગ કેવી રીતે કામ કરે છે?

એક એવો નદીનો બ્રિજ જેમાં તે બ્રિજને આધાર આપવા માટે પાયા જ ન હોય તો તમને કેવું લાગશે? તેવી જ એક વેબસાઇટને આધાર આપવા માટે વેબ હોસ્ટિંગ હોય છે. વેબસાઇટ વેબ હોસ્ટિંગ સાથે કનેક્ટ હોય ત્યારે જ તે તમારા ડિવાઇસમાં લોડ થાય છે એટલે તે તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં ખૂલે છે.

વેબસાઇટનું ડોમેન નેમ હોય છે અને ડોમેન નેમ અને વેબ હોસ્ટિંગને એક સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ વેબસાઇટ લોડ થવા માટે તૈયાર થાય છે.એટલે વેબસાઇટ અને તેમાં રહેલી સામગ્રીને આધાર આપવા માટે વેબસાઇટ માટે વેબ હોસ્ટિંગ ખૂબ જરૂરી છે.

વેબ હોસ્ટિંગ કામ કેવી રીતે કરે છે?

તમે જ્યારે તમારી વેબસાઈટ બનાવો છો ત્યારે તેની એક ફાઈલ બને છે અને આ ફાઈલ તમારે વેબ હોસ્ટિગ પર અપલોડ કરવાની હોય છે. હવે જ્યારે કોઈ યુઝર સર્ચ એંજિનમાં તમારી વેબસાઇટને આધારિત ડેટા સર્ચ કરશે (જેમ કે તમારી પોસ્ટ) ત્યારે સર્ચ એંજિન તમારી વેબસાઈટ બતાવશે જે વેબ હોસ્ટિંગમાં સ્ટોર હોય છે.

વેબ હોસ્ટિંગમાં વેબસાઇટના બધા જ ડેટા જેમ કે વિડિયો, ફોટા, ઓડિઓ જેવી વગેરે ફાઇલ સ્ટોર કરવામાં આવે છે, જ્યારે કોઈ યુઝર તમારી વેબસાઇટ પર આવે છે તો તમે જે ફોટા તમારી વેબસાઇટમાં જ્યાં બતાવ્યા હશે ત્યાં તે યુઝરની સ્ક્રીન પર વેબ હોસ્ટિંગ પરથી ડેટા લોડ થાય છે.

તે ડેટા કેટલી સ્પીડમાં લોડ થાય છે તે વેબ હોસ્ટિંગની ઝડપ અને યુઝરના ઇન્ટરનેટ ડેટા સ્પીડ પર આધારિત હોય છે.


વિજ્ઞાપન

વેબ હોસ્ટિંગના પ્રકાર કયા કયા છે? – Types of Web hosting in Gujarati

વેબ હોસ્ટિંગના પ્રકાર નીચે મુજબ છે.

શેર્ડ વેબ હોસ્ટિંગ (Shared web hosting)

આપણે જેમ રૂમ રાખીને ભાડે રહેતા હોઈએ છીએ અને તે રૂમનું ભાડું બધા ગ્રાહકો ભેગા મળીને આપતા હોય છે બસ આ શેર્ડ વેબ હોસ્ટિંગનું કામ આવા પ્રકારનું જ છે. આ વેબ હોસ્ટિંગમાં ઘણી બધી વેબસાઈટને એક જ જગ્યાએ સર્વર પર સ્ટોર કરીને રખાય છે. જે લોકો નવી વેબસાઈટ બનાવવા માંગે છે તો તે આ વેબ હોસ્ટિંગનો ઉપયોગ કરે તો તેમનું કામ ચાલી જાય છે.

જેમ આપણે મોબાઈલની અંદર વધારે એપ ઇન્સ્ટોલ કરીને રાખી છીએ અને એક સાથે તેનો ઉપયોગ કરીએ છીએ તો મોબાઈલ હેંગ થાય છે. તેવી રીતે જો શેર્ડ વેબ હોસ્ટિંગ પર તમારી વેબસાઈટનો ડેટા અને બીજી ઘણી બધી વેબસાઈટને એક સર્વર પર હોસ્ટ કરવામાં આવે છે તો વધારે ટ્રાફિકને લીધે સર્વર હેંગ થાય છે અને તમારી વેબસાઈટમાં પ્રોબ્લેમ આવે છે જેમ કે વેબસાઈટની ખોલવાની સ્પીડ ઘટી જાય છે.

વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર (Virtual Private Server)

આ સર્વર મોટા બિલ્ડીંગ જેવા હોય છે, જેમ તમે એક મકાન આખું ભાડે રાખેલું હોય અને તમે એક જ તે ભાડું ભરતા હોય તેવી જ રીતે વેબસાઈટનો માલિક આ સર્વરને ભાડે રાખે છે અને તે એક જ વ્યક્તિ તેનું ભાડું ભરે છે.

આ સર્વર એક મોટા બિલ્ડીંગમાં હોવાથી તેમાં અલગ અલગ માલિકીના સર્વર પોતાની વેબસાઈટ માટે હોસ્ટ કરેલા હોય છે. સર્વર એક હોય છે પણ તેની જે જગ્યા હોય છે તે અલગ અલગ વેબસાઈટ માટે વિભાજીત કરેલી હોય છે. આ સર્વરની જગ્યા જો એક માલિકના નામ પર રજીસ્ટર થઈ જાય છે તો બીજી વેબસાઈટના માલિક તે જગ્યાનો ઉપયોગ નથી કરી શકતા.

આ વેબ હોસ્ટિંગમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવતો અને વેબસાઈટની સ્પીડ પણ ઓછી નથી થતી. જો તમે એક પ્રભાવશાળી વેબસાઈટ ધરાવો છો તો તમારે આ વેબ હોસ્ટિંગના પ્રકારનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ડેડીકેટેડ હોસ્ટિંગ (Dadicated Hosting)

આ હોસ્ટિંગ થોડું ખર્ચાળ છે એનું કારણ એ છે કે આ કોઈ પણ એક જ વેબસાઈટ માટેનું સર્વર હોય છે. તમને સરળ ભાષામાં સમજાવું.

માની લો કે તમારી એક ખૂબ મોટી કંપની છે અને આ કંપનીની એક વેબસાઈટ પણ છે. આ કંપની પાસે ઘણો બધો પ્રાઇવેટ ડેટા છે આ ડેટાને સ્ટોર કરવા માટે કંપની એક પોતાનું ડેડીકેટેડ સર્વર રાખે છે જેની અંદર વેબસાઈટ અને કંપનીનો જ ડેટા સ્ટોર થાય છે. આ સર્વરની અંદર કોઈ બીજી કંપનીનો ડેટા કે વેબસાઈટને સ્ટોર કરવામાં નથી આવતો. તમે ઉદાહરણ તરીકે બેંક લઈ શકો છો કારણ કે  તેમાં બેંકને પોતાનું ડેડીકેટેડ સર્વર હોય છે. 

આ વેબ હોસ્ટિંગમાં સ્પીડ ઘણી વધારે હોય છે. આ વેબ હોસ્ટિંગમાં બીજો કોઈ પણ ડેટાને સ્ટોર કરી શકાતો નથી એટલે તેની લોડિંગ સ્પીડ પણ ઓછી નથી થતી.

ટૂંકમાં તે કંપની માટે સ્પેશલ એક સર્વર કમ્પ્યુટર બનાવવામાં આવે છે જેથી તે કંપની તે જ ડેડીકેટેડ સર્વર કમ્પ્યુટરમાં પોતાનો ડેટા સ્ટોર કરી શકે છે અને તેમાં અન્ય કોઈ પણ વેબસાઇટ હોસ્ટ નથી કરી શકાતી.

કલાઉડ વેબ હોસ્ટિંગ 

આ વેબ હોસ્ટિંગ બધા પ્રકારથી થોડી અલગ છે કારણ કે આ હોસ્ટિંગનું પરફોર્મન્સ વિશિષ્ટ છે અને થોડું અલગ પણ છે અને તમે આ વેબ હોસ્ટિંગની કોસ્ટ (ભાવ) વિશે વાત કરો તો એ પણ બધાથી થોડી અલગ છે.

આ પ્રકારની વેબ હોસ્ટિંગ સર્વિસથી તમે તમારી વેબસાઈટને સેફ રાખી શકો છો. આ વેબ હોસ્ટિંગમાં ઘણા બધા સર્વર એક સાથે મળીને કામ કરે છે એટલે તેને કલાઉડ કહેવામાં આવે છે. હવે ઘણા બધા સર્વર કામ કરતા હોય એટલે તમે સમજી શકો છો કે એનું પરફોર્મન્સ કેવું હશે અને તેની સ્પીડ કેવી હશે, એટલે તે વધારે જ હશે.

ઉદાહરણ તરીકે કોઈ વેબસાઇટ છે જેના ડેટા સેન્ટર અથવા સર્વર અલગ-અલગ જગ્યા કે દેશમાં હોય છે, જ્યારે યુઝર તે વેબસાઇટની મુલાકાત લે તો તે વેબસાઇટ નજીકના સર્વરથી યુઝરના ડિવાઇસમાં લોડ થાય છે તેથી વેબસાઇટની લોડીંગ સ્પીડ પણ વધારે હોય છે કારણ કે તે નજીકના સર્વર પરથી લોડ થાય છે.

આ વેબ હોસ્ટિંગનો ઉપયોગ તમે તમારી વેબસાઈટમાં જ્યારે ઘણો વધારે ટ્રાફિક આવતો હોય ત્યારે કરવો જોઈએ કારણ કે આ સર્વર પર ટ્રાફિક ઘણો આવતો હોય તો તેને આ ક્લાઉડ હોસ્ટિંગ સરળ રીતે હેન્ડલ કરી લે છે.

અત્યાર સુધી આવા પ્રકારના હોસ્ટિંગની સર્વિસનું ભાડું ઘણું વધારે હતું પણ ઘણી બધી વેબ હોસ્ટિંગ કંપનીએ આ ભાડામાં પણ રાહત આપી છે અને પોતાના તરફથી જે સર્વિસ આપવી જોઈએ તે પણ વધારી દીધી છે. 

વેબ હોસ્ટિંગ સર્વિસ આપતી કંપનીનું લિસ્ટ

  • હોસ્ટગેટર (Hostgator)
  • ડિજિટલ ઓશ્યન (DigitalOcean)
  • વલટર (Vultr)
  • લીનોડ (Linode)
  • ગો ડેડી (Godaddy)

વેબ હોસ્ટિંગ સર્વિસ ગ્રાહક સુરક્ષા

વેબ હોસ્ટિંગ સર્વિસ 24*7 કલાક સુધી મળે છે.

વેબ સ્પેસ (Web space)

જેમ કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવા માટે ડ્રાઈવ હોય છે તેમ વેબ હોસ્ટિંગના વેબ સર્વરમાં વેબસાઈટનો ડેટા સ્ટોર કરવા માટે જગ્યા હોય છે જેને આપણે વેબ સ્પેસના નામથી ઓળખીએ છીએ.

અપટાઈમ (Uptime)

વેબ હોસ્ટિંગની સર્વિસ લીધા પછી ઘણી વખત તમે વારંવાર વેબસાઈટ ખોલો છો તો સર્વર ડાઉન થઈ જાય છે અને વેબ સાઇટ ખુલતી નથી અથવા તો સર્વર એરર બતાવે છે આને ડાઉન ટાઈમ કહે છે પણ હવે આ હોસ્ટિંગ કંપની 99% અપ ટાઈમ આપવા લાગી છે જેને લીધે તમારે સર્વર ડાઉન જવાનો અને વેબસાઈટ ના ખુલવાનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે.

ટૂંકમાં અપટાઇમ એટલે તે વેબ હોસ્ટિંગ કેટલું સતત ચાલુ રહે છે અને પોતાની સેવા પૂરી પાડે છે.


વિજ્ઞાપન

બેન્ડવિથ (Bandwidth)

બેન્ડવિથ એટલે જ્યારે યુઝર તમારી વેબસાઇટમાં આવે છે તો તમારા વેબ હોસ્ટિંગ સર્વિસમાથી વેબસાઇટનો ડેટા યુઝરના ડિવાઇસમાં લોડ થાય છે અને તે કેટલા ઝડપમાં ડેટા ટ્રાન્સફર થાય છે તે બેન્ડવિથ લિમિટ પર હોય છે. જેથી જો વેબસાઇટમાં બેન્ડવિથ લિમિટ કરતાં વધારે ટ્રાફિક આવે તો વેબસાઇટ ક્રેશ પણ થઈ શકે છે.

મિત્રો આજે મે તમને એવી જાણકારી આપી છે જે વેબસાઇટ બનાવતા પહેલા જાણવી જોઈએ અને તમે તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ આ માહિતી દ્વારા વેબ હોસ્ટિંગ વિશે શીખી શકે અને તેમણે ભવિષ્યમાં આ જાણકારી કામ લાગશે.

અમારી સાથે જરૂર જોડાવો જેથી તમને આવી જ નવી-નવી રસપ્રદ જાણકારી મળતી રહે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 VPN એટલે શું? VPN વિશે પૂરી જાણકારી

🔗 બિટકોઈન શું છે? – Bitcoin વિશે પૂરી જાણકારી 2021

🔗 ડાઉનલોડ અને અપલોડ શું છે? જાણો બંને વચ્ચેનો ફરક

🔗 વેબ બ્રાઉઝર એટલે શું? – Web Browser વિશે પૂરી જાણકારી

🔗 ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું? – Cloud Computing વિશે પૂરી જાણકારી