આપણે સ્માર્ટફોન અને કમ્પ્યુટર માટે ઘણા અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમના નામ સાંભળ્યા છે જેમ કે સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ અને iOS. જ્યારે આપણે કમ્પ્યુટર કે લેપટોપની વાત કરીએ તો તેના માટે આપણે વિન્ડોઝ, લિનક્સ, ઉબન્ટુ જેવા વગેરે ઓપરેટિંગ સિસ્ટમના નામ સાંભળ્યા છે.
શું તમે “વેર ઓપરેટિંગ સિસ્ટમ (Wear OS)” નું નામ સાંભળ્યુ છે? આજે આપણે આ વેર ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ, તો ચાલો જાણીએ.
વેર ઓપરેટિંગ સિસ્ટમ શું છે? – What is Wear OS? In Gujarati
જે રીતે સ્માર્ટફોન માટે ગૂગલએ પોતાનું એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવ્યું છે તે રીતે જ ગૂગલએ સ્માર્ટવોચ માટે પણ ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલું છે. વેર એક એવું ગૂગલ દ્વારા બનાવેલું ઓપરેટિંગ સિસ્ટમ છે જે સ્માર્ટવોચમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે.
ગૂગલના આ વેર ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તમારી સ્માર્ટ ઘડિયાળ વધુ સ્માર્ટ બને છે કારણ કે ગૂગલએ પોતાના આ વેર ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બધા સારા ફીચર્સ આપ્યા છે જેમ કે કેલેન્ડર, પેમેન્ટ, નક્શો, ગીત સાંભળવું, કોલિંગ વગેરે.
વેર ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ – Wear OS Features in Gujarati
- તમે આ વેર OS સ્માર્ટવોચને એક Android ફોન અને iOS ફોન સાથે કનેક્ટ કરી શકો છો.
- તમારી વેર OS સ્માર્ટ ઘડિયાળ જ્યારે ફોન સાથે કનેક્ટ હોય ત્યારે તમે ફોનમાં આવતા કોલ્સ, ઈમેલ, કેલેંડર ઈવેન્ટ, એપ્લિકેશન, મેસેજ વગેરેને મેનેજ કરી શકો છો.
- તમે તમારું શેડ્યુલ, ટ્રાફિક જાણકારી, ફ્લાઇટ, હોટેલ, વાતાવરણ, રિમાઇંડર વગેરે જોઈ શકો છો.
- તમે શબ્દો કે વાક્યોને અનુવાદ, સ્ટોક જોઈ શકો, ગણિતના સવાલ, યુનિટને ફેરવવા (જેમ કે ફૂટને મીટરમાં, લિટરને મિલીલિટરમાં વગેરે), સ્થળ શોધવા વગેરે.
- તમે પોતાની ફિટનેસને જાળવવા માટે ઘણા બધા ફીચર્સ ઉપયોગ કરી શકો છો.
- તમે મ્યુઝિક અને પોડકાસ્ટ પણ સાંભળી શકો છો.
આવા ઘણા ફીચર્સ તમને આ વેર ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળે છે, આ ફીચર્સ અલગ-અલગ ઘડિયાળ પ્રમાણે હોય શકે છે.
વેર ઓપરેટિંગ સિસ્ટમનો ઇતિહાસ – History of Wear OS in Gujarati
શરૂઆતમાં વેર ઓપરેટિંગ સિસ્ટમનું જૂનું નામ “એન્ડ્રોઇડ વેર (Android Wear)” હતું પણ 15 માર્ચ, 2018માં ગૂગલએ આ OSને રિબ્રાંડ કરી દીધું જેમાં આ સ્માર્ટવોચ OSને “વેર OS (Wear OS)” નામ આપવામાં આવ્યું.
આ વેર ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત 14 માર્ચ, 2014માં કરવામાં આવી હતી અને 2014ની ગૂગલ I/O માં પણ આ ઓપરેટિંગ સિસ્ટમને ફરી જાહેર કરવામાં આવ્યું હતું.
ગૂગલએ તે વખતે જ આ OS પર ચાલતી બે સ્માર્ટવોચ વિશે જાહેરાત કરી હતી જેમાં એક સેમસંગ કંપનીની સ્માર્ટવોચ “Samsung Gear Live” અને LG ની “LG G Watch“.
ત્યારબાદ 2014માં જ મોટોરોલાની “Moto 360” સ્માર્ટવોચ આવી હતી, 2014ના અંત સુધીમાં Sony અને Asus ની પણ વેર OS પર ચાલતી સ્માર્ટવોચ આવી ગઈ હતી.
તો આ હતી Wear OS વિશેની જાણકારી જેના વિશે આજે આપણે જાણ્યું, જો તમને કઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂર તમારા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરો!
અમારી સાથે જોડાયા રહો જેથી તમને નવી-નવી આવી જાણકારી મળતી રહેશે, અમે મળીશું તમને નવી પોસ્ટમાં ત્યાં સુધી તમારો ખૂબ આભાર.
વાંચો ગૂગલ વિશે અમારી અન્ય પોસ્ટ:
- ગૂગલ ન્યૂઝ શું છે? Google News વિશે માહિતી
- જાણો ગૂગલના પ્રોડક્ટ વિશે જાણવા જેવી જાણકારી
- ગૂગલ લેન્સ એટલે શું? | Google Lens વિશે માહિતી
- ગૂગલ સાઇટ્સ એટલે શું? | Google Sites વિશે માહિતી
- ગૂગલ પ્લે પ્રોટેક્ટ શું છે? જાણો Play Protect વિશે માહિતી…
- ગૂગલ ટ્રાન્સલેટ શું છે? – Google Translate વિશે જાણકારી
- ગૂગલ એલર્ટ્સ શું છે? – જાણો Google Alerts વિશે જાણકારી