વોટ્સએપના ડેસ્કટોપ યુઝર માટે હવે સ્ટિકર બનાવવું સહેલું પડશે

Share this post

વોટ્સએપમાં આપણે અત્યાર સુધી સ્ટિકર બનાવવા માટે અન્ય થર્ડ પાર્ટી મોબાઇલ એપ્સનો ઉપયોગ કરીએ છીએ પણ હવે વોટ્સએપ તમને સામેથી ઓપ્શન આપશે.

વોટ્સએપ હવે ડેસ્કટોપ યુઝર માટે એવું ફીચર લાવશે જેની મદદથી તમે એક જ પ્લૅટફૉર્મ પર સ્ટિકર બનાવીને મોકલી શકો છો.

તમારે ખાલી Emoji આઇકન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં Stickers ઓપ્શનમાં જઈને Create પર ક્લિક કરીને ફોટો અપલોડ કરવાનું રહેશે અને તમારું સ્ટિકર બનાવવા માટે એક એડિટિંગ ટૂલ ખુલશે અને તમે સ્ટિકર બનાવીને કોઈને પણ તે મોકલી શકો છો.

આ ફીચર હાલ અમુક બીટા યુઝરને મળ્યું છે અને બધા માટે ધીમે-ધીમે ઉપલબ્ધ થશે, ડેસ્કટોપ યુઝર માટે ખૂબ સરળતા રહેશે.

Android માટે આ ફીચર વિશેની હજુ માહિતી મળી નથી, પણ તમને જરૂર જણાવવામાં આવશે.

હવે બનાવી શકશો સ્ટિકર, ડેસ્કટોપ યુઝર માટે આવ્યું નવું ફીચર
Share this post