વોટ્સએપની ડુપ્લિકેટ એપ ઉપયોગ કરનારને વોટ્સએપના સીઇઓની ચેતવણી

વોટ્સએપની ડુપ્લિકેટ એપ ઉપયોગ કરનારને વોટ્સએપના સીઇઓની ચેતવણી

  • હમણાં ઘણા લોકો વોટ્સએપની ઘણી Modified અથવા ડુપ્લિકેટ એપ ઉપયોગ કરે છે, જે વોટ્સએપની મુખ્ય એપની જેમ જ કામ કરે છે પણ તે એપમાં વધારે ફીચર્સ યુઝરને આપવામાં આવે છે, આ વધારાના ફીચર્સ વોટ્સએપની મુખ્ય એપમાં નથી હોતા.
  • આ વોટ્સએપની ડુપ્લિકેટ એપ્લિકેશન પ્લેસ્ટોર પર ઉપલબ્ધ નથી પણ યુઝર આ એપ્લિકેશનને પ્લેસ્ટોરની બહારથી કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરે છે.
  • વોટ્સએપના સીઇઓ Will Cathcart એ જણાવ્યુ છે કે આ કોઈ સારી રીત નથી, તેમની ટિમએ આ બધી વોટ્સએપની ડુપ્લિકેટ એપ્લિકેશનમાં માલવેર વાઇરસ પણ શોધ્યો છે, આ બધી થર્ડપાર્ટી એપ્સ યુઝરને વધારાના ફીચર્સ આપીને તેમની વ્યક્તિગત જાણકારી તેમના ફોનમાથી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે.
  • આ કારણે વોટ્સએપની ટિમએ તે વાઇરસ શોધીને ગૂગલ પ્લેસ્ટોર ટિમને પણ જણાવ્યુ જેનાથી ગૂગલ પ્લેસ્ટોર આવી થર્ડ પાર્ટી એપ્સને Android ડિવાઇસમાં ડિટેક્ટ કરીને તેને બ્લોક કરી શકે.
  • વોટ્સએપના સીઇઓએ જણાવ્યુ કે લોકોએ વોટ્સએપની Official એપ જ ઉપયોગ કરવી જોઈએ જેથી તેમની સુરક્ષા અને પ્રાઈવસી બની રહે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: