વોટ્સએપના બીટા વર્ઝન દ્વારા જાણવા મળ્યું છે કે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.
આપણે જ્યારે કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નિકળીએ (Exit કરીએ) છીએ ત્યારે આપણે ગ્રુપમાંથી નીકળ્યા છે એવું તે ગ્રુપના દરેક સભ્યોને ખબર પડે છે.
પણ હવે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરે છે જેના દ્વારા કોઈ વ્યક્તિ જો વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળશે તો ગ્રુપના બધા જ મેમ્બર્સને ખબર નહીં પડે કે આ વ્યક્તિ ગ્રુપમાંથી નીકળ્યો છે.
માત્ર ગ્રુપના એડમીનને જ હવે ખબર પડશે કે આ વ્યક્તિ ગ્રુપમાંથી Exit થયો છે.
આવી રીતે યુઝરની પ્રાઈવસી પણ જળવાઈ રહેશે અને ગ્રુપના એડમીનને જાણ થશે કે ગ્રુપમાં શું થઈ રહ્યું છે.
આ ફીચર હજુ ડેવલોપમેંટમાં છે, હજુ ક્યારે આવશે એની હજુ કોઈ જાણ નથી થઈ.