![]() |
Image Source: Wabetainfo |
મિત્રો આજે આપણે વાત કરીશું વોટ્સએપના એક નવા ફીચર વિશે.
વોટ્સએપમાં આપણે ઘણા બધા ગ્રુપમાં જોડાતા હોઈએ છીએ અને તે ગ્રુપને એક એડમિન મેનેજ કરતો હોય છે કે કયા ગ્રુપ મેમ્બરને રાખવા અને કોને નથી રાખવા.
હવે વોટ્સએપના બિટા ટેસ્ટિંગ દ્વારા જાણવા મળ્યું છે કે વોટ્સએપના ગ્રુપ એડમિનને હવે એવી સુવિધા મળશે જેનાથી તેઓ ગ્રુપના બધા સભ્યોના મેસેજોને પણ ડિલીટ કરી શકશે.
આનાથી ગ્રુપ એડમિન, તે ગ્રુપને સારી રીતે મોડરેટ કરી શકશે અને તેમાં ફેલાતા ખોટા સમાચારો પર પણ રોક લગાવી શકશે.
આ ફીચર હજુ બિટા ટેસ્ટિંગમાં છે અને ખૂબ ઓછા લોકોને આ ફીચરનો એક્સેસ મળ્યો છે, જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપના એડમિન છો તો તમે એક વખત જરૂર કોઈ તમારા ગ્રુપમાં બીજા વ્યક્તિના લેટેસ્ટ મેસેજને “Delete for Everyone” કરવાનો પ્રયત્ન કરો,
જો તમને આ ફીચર મળ્યું હશે તો તમને “Delete for Everyone” નો ઓપ્શન દેખાશે, જો ફીચર નહીં મળ્યું હોય તો તમને જોવા નહીં મળે.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે, તમે આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: