વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?

મિત્રો આજે આપણે વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન વિશે જાણીશું. તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક ન થાય તે માટે તમને વોટ્સએપ દ્વારા ટૂ સ્ટેપ વેરિફિકેશન (Two-step verification) ફીચર આપવામાં આવે છે.

વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાથી તમારા વોટ્સએપ એકાઉન્ટની સુરક્ષા વધી જાય છે કારણ કે તમારે અહી 6 આકડાનો એક પિન નંબર સેટ કરવાનો હોય છે અને એક ઈમેલ આઈડી સેટ કરવાની હોય છે.

જ્યારે તમે ફરી વોટ્સએપમાં તમારા આ મોબાઇલ નંબર દ્વારા રજીસ્ટર કરશો તો તમારી પાસે આ 6 આકડાનો પિન નંબર માંગવામાં આવશે અને તે પિન નંબર તમને જ ખબર હશે.

જો તમે પિન નંબર ભૂલી જાવ તો તમારા ઉમેરેલા ઈમેલ આઈડી દ્વારા તમે તે પિન નંબરને રીસેટ (Reset) પણ કરી શકો છો.

જો તમારે ઈમેલ આઈડી નથી ઉમેરવું તો પણ વાંધો નથી કારણ કે તેને તમે Skip કરી શકો છો પણ ઈમેલ આઈડી ઉમેરશો તો પિન નંબર ભૂલી ગયા પછી પણ તમને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

તો ચાલો આપણે વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાના પગલાં જાણીએ.

વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાની રીત

વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાની રીત

સૂચના:- નીચે અમુક પગલામાં સ્ક્રીનશૉટ નથી ઉમેરવામાં આવ્યા કારણ કે તેમાં સ્ક્રીનશૉટ બ્લોક થઈ જતાં હતા તેને લીધે સ્ક્રીનશૉટ પાડવું શક્ય ન હતું.

વોટ્સએપ ખોલો

  • સૌપ્રથમ મોબાઇલમાં WhatsApp ખોલો.

જમણી બાજુ આપેલા 3 ટપકા પર ક્લિક કરો.

  • જમણી બાજુ આપેલા 3 ટપકા પર ક્લિક કરો.

 હવે Settings પર ક્લિક કરો.

  • હવે Settings પર ક્લિક કરો.

 હવે Account પર ક્લિક કરો.

  • હવે Account પર ક્લિક કરો.

 હવે Two-step verification પર ક્લિક કરો.

  • હવે Two-step verification પર ક્લિક કરો.

 હવે Enable બટન પર ક્લિક કરો.

  • હવે Enable બટન પર ક્લિક કરો.

  • હવે 6 આકડાનો એક પિન નંબર સેટ કરો.
  • હવે ફરી એજ 6 આકડાનો પિન નંબર ઉમેરો જેથી તે કન્ફર્મ થઈ શકે.
  • હવે ઈમેલ આઈડી ઉમેરો અને આગળ વધીને ફરી એજ ઈમેલ આઈડી ઉમેરો જેથી તે કન્ફર્મ થઈ શકે.

હવે તમારા વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન ચાલુ થઈ જશે.

  • હવે તમારા વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન ચાલુ થઈ જશે.

તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેઓ પણ આના વિશે જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-