વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

મિત્રો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને આપણે મેસેજ કરવો હોય તો આપણે વોટ્સએપની મદદથી સહેલાઈ થી કરી શકીએ છે. વોટ્સએપમાં સારા ફીચર્સ હોવાને કારણે તેનો ઉપયોગ વારંવાર કરતાં હોઈએ છે. ઘણી વખત આપણે મોડી રાત સુધી પણ મેસેજ કરતાં હોઈએ છે.

જ્યારે તમે મોડી રાત સુધી વોટ્સએપ પર મંડ્યા રહો તો તેને કારણે આપણી આંખને ઘણું નુકસાન થતું હોય છે અને તેનાથી બચવા આપણે વોટ્સએપમાં ડાર્ક મોડ ચાલુ કરવું પડે છે. ડાર્ક મોડ જ્યારે તમે વોટ્સએપ માં ચાલુ કરશો ત્યારે તમારી બેટરીની પણ બચત થશે અને વોટ્સએપ વાપરતી વખતે તમારી આંખને પણ ઓછું નુકસાન થશે.

આજે હું તમને બતાવીશ કે તમે તમારી આંખને બચાવા અને બેટરીને બચાવા માટે વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરી શકો? ચાલો આપણે પૂરી રીત સ્ક્રીનશૉટ સાથે જાણીશું.

Whatsapp માં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

Whatsapp માં ડાર્ક મોડ કઈ રીતે ચાલુ કરવું?

  1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં વોટ્સએપએપ ખોલો.
  2. ત્યાર બાદ ઉપર ખૂણામાં 3 ડોટ પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ Setting પર ક્લિક કરો.
  4. ત્યાર બાદ બીજા નંબર પર Chats વાળા બટન પર ક્લિક કરવું.
  5. ત્યાર બાદ Theme પર ક્લિક કરો.
  6. હવે Dark પર ક્લિક કરો અને Ok દબાવી દો.
  7. હવે તમારા વોટ્સએપમાં ડાર્ક મોડ ચાલુ થઈ જશે.

મને આશા છે કે તમને વોટ્સએપમાં ડાર્ક મોડ ચાલુ કરતાં આવડી ગયું હશે. જો તમારો સવાલ હોય તો અમને જરૂર જણાવજો.

આ પણ વાંચો:- યૂટ્યૂબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?