વોટ્સએપમાં તમે મેસેજ મોકલ્યો પણ ભૂરા કલરના 2 ટિક નથી આવતા તો શું કારણ હશે?

ખૂબ ઝડપથી કમ્યુનિકેશન કરવા માટે વોટ્સએપ ખૂબ સરસ માધ્યમ છે જેની મદદથી આપણે ઝડપથી બીજા વ્યક્તિને પોતાનો મેસેજ મોકલી શકીએ છીએ.

આપણે અવાર-નવાર અલગ-અલગ વ્યક્તિઓને મેસેજો મોકલતા હોઈએ છે અને ઘણી વખત આપણો મેસેજ સામેવાળા વ્યક્તિએ વાંચ્યો છે કે નહીં એ ખબર નથી પડતી.

કારણ કે ઘણી વખત આપણને મેસેજની નીચે ખૂણામાં આવતા 2 ભૂરા કલરના ટીક ✅ જોવા નથી મળતા, આજે આપણે જાણીશું કે કેમ અમુક વખત વોટ્સએપમાં મેસેજ મોકલ્યા બાદ આપણને ભૂરા કલરના 2 ટીક જોવા નથી મળતા.

વોટ્સએપમાં તમે મેસેજ મોકલ્યો પણ ભૂરા કલરના 2 ટિક નથી આવતા તો શું કારણ હશે?

વોટ્સએપમાં બ્લૂ કલરના ટીક ન આવવાના કારણો :

વોટ્સએપએ આ સમસ્યા માટે 5 કારણો જણાવ્યા છે અને એ હું તમને નીચે જણાવીશ અને તેના વિશે સમજાવીશ.

  1. સામેવાળા યુઝરએ પોતાના વોટ્સએપ સેટિંગમાં Read Receipts ફીચરને બંધ કર્યું હોય શકે.
  2. સામેવાળા યુઝરએ તમને બ્લોક કર્યા હોય શકે.
  3. સામેવાળા યુઝરનો ફોન બંધ હોય શકે.
  4. સામેવાળા વ્યક્તિએ વોટ્સએપમાં તમારી ચેટ વિન્ડો ન ખોલી હોય.
  5. સામેવાળો યુઝર અથવા તમારા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્શન ધીમે હોવાથી.

કારણોની થોડી સમજણ

  1. વોટ્સએપમાં એક એવું Read Receipts સેટિંગ ઓપ્શન આવે છે જેને બંધ કરવાથી યુઝરને પોતાના મોકલેલા મેસેજના ભૂરા ટીક અને સામેવાળાને તે યુઝરના ભૂરા ટીક નથી દેખાતા. આ ફીચર સામેવાળા યુઝરએ ચાલુ કર્યું હોવાથી કદાચ તમને તેના મેસેજ વાંચ્યા હોવાનો અંદાજો નથી આવતો.
  2. કદાચ કોઈ કારણસર અથવા કારણવગર સામેવાળા યુઝરએ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા હોય શકે.
  3. સામેવાળા યુઝરએ પોતાનો ફોન બંધ રાખ્યો હોય શકે અથવા ચાલુ જ નહીં કર્યો હોય.
  4. તે ઓનલાઇન હોવા છતાં તેને તમારી ચેટ વિન્ડો નથી ખોલી અને તમારો મેસેજ નહીં વાંચ્યો હોય.
  5. તમારા ડિવાઇસમાં અથવા સામેવાળા યુઝરના ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્શનનો કદાચ પ્રોબ્લેમ હોય શકે છે.

આ મુખ્ય કારણોને લીધે ઘણી વખત તમે વોટ્સએપમાં સામેવાળા યુઝરને મેસેજ મોકલો છો તો પણ તમને તેના મેસેજ વાંચ્યા હોવાના 2 ભૂરા કલરના ટીક નથી જોવા મળતા.

આશા છે કે આજની પોસ્ટ દ્વારા તમને કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા વિચારો પણ તમે કમેંટમાં જણાવી શકો અને તમારા મિત્રો સાથે આ પોસ્ટને શેર કરી શકો.

અમારી નીચેની પોસ્ટ પણ વાંચો :