મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે આપણને કોઈ પણ નવા વ્યક્તિને વોટ્સએપ પર મેસેજ કરવો હોય છે ત્યારે દર વખતે તમારે તે નવો નંબર સેવ કરવો પડે છે અને ત્યારબાદ જ તમે નવા વ્યક્તિને મેસેજ કરી શકો છો.
પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે એક એવી સરળ રીત જાણીશું જેના દ્વારા તમે વોટ્સએપ પર કોઈ પણ નવા વ્યક્તિને તેનો નંબર સેવ કર્યા વાર મેસેજ મોકલી શકો છો.
તમને હું કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન કે કોઈ પણ જગ્યાએ લૉગ ઇન કરવા માટેનું નથી કહેવાનો, આ વોટ્સએપની જ એક મુખ્ય રીત છે.
વોટ્સએપ પર મોબાઇલ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની રીત
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો.
- હવે તેના એડ્રેસ બારમાં “wa.me/દેશના કોડ સાથે મોબાઇલ નંબર” લખવાનો છે. ભારતનો કોડ 91 છે તો તમારે “wa.me/” પછી 91 અને જેને તમારે મેસેજ કરવાનો છે એનો મોબાઇલ નંબર લખવાનો છે જેમ કે Techzword નો વોટ્સએપ નંબર 7600940342 છે તો તમે અમારો નંબર સેવ કર્યા વગર અમને “wa.me/917600940342” એન્ટર કરીને મેસેજ મોકલી શકો છો.
- હવે લીલા કલરના બટન પર ક્લિક કરશો તો તમારું વોટ્સએપ ખૂલી જશે.
- આવી રીતે ડાઇરેક્ટ તમારું વોટ્સએપ ખુલશે અને તમે તે નંબર પર મેસેજ કરી શકશો.
તો મિત્રો આશા છે કે આ રીત તમને સરળ લાગી હશે. તમને આ ફીચર કેટલું ઉપયોગી થશે? એ જરૂર નીચે જણાવો.
અમારી નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર તમે Hi લખો અને અમારી દર નવી પોસ્ટ તમને વોટ્સએપ દ્વારા મળશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો?
- મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?
- વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કેવી રીતે કરવું?
- વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?
- વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે